કવિ: Satya Day News

લોકસભા ચૂંટણી બાદ પાટીદાર સમાજ અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ફરી એક વાર લોકસંપર્ક શરૂ કર્યો છે. ઠાસરા વિધાનસભામાં ડાકોર ધામમાં હાર્દિક પટેલે રણછોડ રાયના દર્શન કર્યા હતા અને સ્થાનિક યુવાનો સાથે લોકસંપર્ક કર્યો હતો. હાર્દિક પટેલે આ ટાણે કહ્યું કે ભાજપ દ્વારા આરોપ મૂકવામાં આવે છે કે 70 વર્ષથી કોંગ્રેસે દેશને લૂંટ્યો છે. કોંગ્રેસ અંગે ભાજપ દ્વારા અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે કહેવાનું મન થાય છે કે જો 70 વર્ષથી કોંગ્રેસ દેશને લૂંટ્યો હોય તો ભાજપ હિન્દુસ્તાનની સૌથી અમીર પાર્ટી કેવી રીતે બની ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના સંસદીય…

Read More

વડોદરામાં યુવકને હેલ્મેટ વિના બાઈક ચલાવી રહેલી મહિલા પોલીસને ટોકવાનું ભારે પડી ગયું. યુવકે મહિલા પોલીસને કહ્યું હતું કે જ્યારે સામાન્ય લોકો હેલ્મેટ વિના બાઈક ચલાવે છે તો પોલીસ દંડ ફટકારે છે અને તમે જ્યારે હેલ્મેટ વિના બાઈક ચલાવો છો તો એનું શું? આ સાંભળીને પોતાની ભૂલ માનવાના બદલે મહિલા પોલીસે યુવક પર રોષ ઠાલવ્યો હતો. યુવકને 200 મીટર સુધી ઘસડીને સાઈડ પર ફેંકીને ભાગી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો ખાસ્સો વાયરલ થયો છે. રિપોર્ટ પ્રમાણે બે દિવસ પહેલાં વડોદરાના વાઘોડીયા વિસ્તારમાં પોલીસ દ્વારા હેલ્મેટ અંગેનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે યુવકને હેલ્મેટ વિના બાઈથ ચલાવવા બાબતે દંડ…

Read More

રાજકોટમાં 16 વર્ષની બાળાને ઈન્સ્પેક્ટરનો ચાર્જ કે બેઠી તો લાગ્યું એવું કે તે પીઆઈની ખુરશી પર બેસી જ રહે. આપવામાં આવ્યો. આ પળ એટલી બધી લાગણીભીની હતી કે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં આ બાળા પોલીસ ઈન્સ્પેક્ટર તરી વાત જાણીને આંખ ભીની એટલા માટે થઈ જશે આ બાળાને એ-ચઆઈવી પોઝિટીવ છે. તેને જોઈ તમામ ભાવુક થઈ ગયા. નયના મજમુદાર(નામ બદલ્યું છે)ના માતા-પિતાની આંખમાં અશ્રુ સાગર ઉમટી પડ્યા હતા. રાજકોટ ડિસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચઆઈવી નામની સંસ્થાએ આ માસુમ બાળાની ઈચ્છા પૂર્ણ કરવાનું નક્કી કર્યું. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને…

Read More

દિવ-દમણ અને સેલવાસ-દાદરા નગર હવેલીના આઈએએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન દમણના પ્રશાસક પ્રફુલ પટેલ સામે ચૂંટણી પંચમાં ફરીયાદ કરનારા કલેક્ટર ગોપીનાથ કન્નન પાસેથી કલેક્ટરનો ચાર્જ પરત લઈ લેવામાં આવતા ભારે હોબાળો થયો છે. ગોપીનાથ કન્નન અંગે કહેવાય છે કે તેમણે કેરળમા આવેલા પુર દરમિયાન એક સ્વંયસેવક તરીકે ફરજ બજાવી હતી. બાદમાં લોકોને ખબર પડી હતી કે ગોપીનાથ કન્નન આઈએએસ અધિકારી છે અને સંધપ્રદેશના કલેક્ટર છે. કેરળ સરકાર સહિત કેન્દ્ર સરકારે તેમની કામગીરીની નોંધ લીધી હતી. પરંતુ સંઘ પ્રદેશમાં પ્રશાસક તરીકે પોલિટીકલ નિમણૂંક થયા બાદ આ પ્રદેશમા વારે-છાશવારે વિવાદો સામે આવી…

Read More

વલસાડની અતુલ લિમિટેડ કંપનીએ ગ્રામ્ય વિસ્તારોમાં ટોયલેટની સુવિધા ઉભી કરવા માટે અતુલ ફાઉન્ડેશનના ઉપક્રમે ઝૂંબેશ શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલય બનાવવામાં અતુલ ફાઉન્ડેશન અવિરત પ્રયત્નશીલ હોવાનું જણાઈ આવી રહ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે-2015-16ના તારણ મુજબ દેશના ગ્રામીણ વિસ્તારોમાં 63 ટકા કુટુંબો શૌચાલયની સુવિધાથી વંચિત છે. યુનાઈડેટ નેશન્સ(યુનો)ના મત મુજબ દેશમાં શૌચાલય કરતા મોબાઈલ ફોનની સંખ્યા વધુ છે. અતુલ લિમિડેટના અતુલ ફાઉન્ડેશન દ્વારા વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે 2015થી જરૂરીયાતમંદ કુટુંબોને પાણીની ટાંકી અને શોષખાડાની સુવિધા આપવાની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં અતુલ ફાઉન્ડેશન દ્વારા 36 ગામના પાંચ હજાર કુટુંબોને વ્યક્તિગત રીતે શૌચાલય બનાવવામાં આપવામાં…

Read More

કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલા સૌગંધનામાથી કોંગ્રેસ સહિત ભાજપની છાવણીમાં ગરમાટો આવી ગયો છે. કોર્ટમાં કરેલી એફિડેવિટમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે તેણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. તે પોતે હજુ પણ કોંગ્રેસમાં જ છે. લોકસભાની ચૂંટણી વખતે ગુજરાત કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેનારા રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હાઈકોર્ટમાં કહ્યું છે કે કોંગ્રેસને છોડી જ નથી. હાલમાં પણ કોંગ્રેસનો સભ્ય છું. સોશિયલ મીડિયા પર રાજીનામાની જાહેરાત કરવામાં આવી છે અને તેને કોઈ પણ રીતે સત્તાવાર ગણવાની જરૂરીયાત રહેતી નથી. ગુજરાત કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની અરજી કરી છે અને તે અંગે હાઈકોર્ટમાં…

Read More

નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર બીજી ટર્મના કાર્યકાળ માટેનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાંચમી જૂલાઈએ બજેટ રજૂ કરવાના છે. બજેટથી દરેકના આશા જાગી છે. બજેટને બારીકાઈથી સમજવું જરૂરી છે. બજેટમાં વપરાતા શબ્દો અંગે જાણકારી હોવી આવશ્યક છે. બજેટ પૂર્વે ઉપયોગમાં લેવાતા ખાસ શબ્દો અંગે જાણકારી મેળવીએ. બજેટ એક નાણાકીય વર્ષ માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા કુલ ખર્ચ અને રેવેન્યુની વિસુતૃત જાણકારીને બજેટ કહેવામાં આવે છે. જ્યારે એક વર્ષમાં નક્કી કરાયેલા રેવેન્યુ હાલના ખર્ચની સરખામણીએ બરાબર હોય તે એને બેલેન્સ્ડ બજેટ કહેવામાં આવે છે. જ્યારે કેન્દ્ર સરકાર રેવેન્યુથી વધારે ખર્ચ કરે તો રેવેન્યુ લોસ(મહેસુલી…

Read More

એવું કહેવાય છે ને કે વાર્યા ન વરે તે હાર્યા વરે, પણ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આક્રમક વલણ રાખીને બેઠી છે. કોંગ્રેસે હાર નિશ્ચિત જણાઈ રહી હોવા છતાં પણ ઉમેદવાર ઉભા રાખ્યા તો તેની પાછળ કોંગ્રેસની ચોક્કસ ગણતરી રહેલી છે. ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા ચૂંટણી પંચના જાહેરનામાને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે રાજ્યસભની પેટા ચૂંટણીમાં ગૌરવ પંડયા અને ચંદ્રીકાબેન ચૂડસમાને ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતાએ કહ્યું કે ભલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની પીટીશન ફગાવી દીધી પણ ચૂંટણી બાદ પણ કોર્ટમાં જઈ શકાય છે અને ત્યારે કોંગ્રેસ કાયદાકીય…

Read More

PM મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકા પહોંચી ગયા છે. G-20 સમિટમાં રવાના થતાં પહેલાં પીએમ મોદીએ કહ્યું હતું કે અન્ય વૈશ્વિક નેતાઓ સાથે મહત્વના પડકારો અને અન્ય બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે. મહિલા સશક્તિકરણ, ડીજીટાઈઝેશન અને જળ વાયુ પરિવર્તન જેવા મુખ્ય મુદ્દાઓના નિરાકરણ અંગે ચર્ચા થવાની આશા છે. પીએમ મોદી G-20 સમિટમાં 10 દ્વિપક્ષીય બેઠક કરશે. ફ્રાન્સ, જાપાન, ઈન્ડોનેશિયા, અમેરિકા અને તૂર્કી સાથે ચર્ચા થવાની છે. આ ઉપરાંત BRICS( બ્રાઝીલ, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) તથા RIC ( રશિયા, ભારત અને ચીન) સાથે પણ સમિટ દરમિયાન વાતચીત કરવામાં આવશે. G-20ના સભ્ય દેશોમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, યુરોપીય સંઘ,…

Read More

વલસાડના સિવિલ રોડ પર આવેલr વાંકી નદીના બ્રિજ કિનારે બેફામપણે બાંધકામ કરતા બિલ્ડર દ્વારા નદીના પટમાં જ સીધું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બિલ્ડરે નદીના પટમાં બાંધકામ કરી દીધું છે અને વલસાડ જિલ્લાના વહીવટી તંત્રના સરકારી બાબુઓ તમાશો જોઈ રહ્યા છે. એવું લાગે છે કે બિલ્ડરના ખોળે રમતા સરકારી બાબુઓની સીધી રહેમ નજર છે. આખી વાંકી નદીમાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે એમ લાગે છે કે વલસાડના વહીવટી તંત્રના સરકારી બાબુઓ આંખે પાટા બાંધી, મોઢે પટ્ટી બાંધીને ચૂપચાપ પોતાની એસી ઓફિસમાં બેસીને તમાશો જોઈ રહ્યા છે. સરકારી જમીનમાં અને કુદરતી નદીના વહેણને રોકનારા આવા બિલ્ડર સામે પગલાં ભરવાને બદલે સરકારી…

Read More