કવિ: Satya Day News

ઉર્દુના લેખક સઆદત હસન મન્ટોએ આજથી 70 વર્ષ પહેલાં “કાલી શલવાર” નામની વાર્તા લખી હતી. આ વાર્તામાં મન્ટોએ રૂપિયા લઈને મહિલાઓને સેક્સ સંતોષ આપતા યુવાનના પાત્રની વરણી કરી હતી. તવાયફનો ધંધો કરતી મહિલાનો કારભાર યુપીમાં પડી ભાંગે છે અને તે દિલ્હીમાં વસવાનો નિર્ણય કરે છે. દિલ્હીમાં વસવાટ કર્યા બાદ તવાયફ પાસે ગ્રાહકો આવતા નથી અને મહોર્રમનો તહેવાર આવે છે. તવાયફ મહોર્રમના પર્વે કાળો લિબાસ પહેરતી હોય છે. તેની પાસે કાળી ઓઢણી અને કાળું કમીઝ હોય છે પણ કાળી સલવાર હોતી નથી. રોજ ગલીના નાકે ઉભેલા યુવકને તવાયફ જોતી હોય છે. તે યુવકને બોલાવે છે. યુવકને આખી વાત કહે છે. તવાયફને…

Read More

વાયુ ચક્રવાતના આફટર શોકમાં અમદાવાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વિરમગામમાં પણ ભારે પવન ફૂંકાયા હતા, તેવામાં વીજળીનો થાંભલાનો તાર ભેંસો પર પડતા 12 જેટલી ભેંસોના મોત થયા હતા. વિરમગામના કાયલા તાલુકામાં આ ઘટના બની હતી. ભેંસોના માલિક તરીકે અમીરભાઈ સાલેમ ભાઈ સમા હોવાનું જાણવા મળી રહ્યું છે. સદ્દનસીબે ભેંસોની આજુબાજુમાં લોકો કે ઘરવાળા ન હતા નહિંતર મોટી જાનાહાનિ સર્જાઈ હોત. ભેંસોને કરંટ લાગતા તાત્કાલિક ડીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી અને સંબંધિત ખાતાઓને પણ ઘટના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. થોડા સમય માટે પાવર કટ કરવામાં આવ્યો હતો. જોકે, 12-12 ભેંસોના મોત થતાં પશુપાલક અમીરભાઈને મોટું નુકશાન થયું…

Read More

મુંબઈના વિલે પાર્લેની પોલીસે ગુરુવારે બે કરોડ રૂપિયાની કિંમત ધરાવતા ગુટખાના જથ્થાને અંધેરીના ચકાલા ખાતેથી સીઝ કર્યો હતો. આ ગુટખાનો જથ્થો પ્રખ્યાત નંદન કૂરિયરના ટેમ્પોમાં લઈ જવામાં આવી રહ્યો હતો. ગુજરાતમાંથી આ ટેમ્પો મહારાષ્ટ્રમાં ઘૂસાડવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા નંદન કૂરિયરના ટેમ્પોમાંથી મોટા પ્રમાણમાં ગુટખાનો જથ્થો જણાઈ આવતા પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે નંદન કૂરિયરના ટેમ્પોને ચકાલા ખાતે આંતરવામાં આવ્યો હતો અને ડ્રાઈવર સહિત ટેમ્પોમાં હાજર શખ્સોની પૂછપરછ કરવામાં આવતા ટેમ્પોમાંથી ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ સૂત્રો મુજબ નંદન કૂરિયર દ્વારા પાછલા કેટલાક સમયથી ગુટખાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી…

Read More

(સૈયદ શકીલ દ્વારા): રાજ્યસભાની ચૂંટણીની જાહેર થતાં જ ફરી એક વખત રાજકીય ગરમાટો શરૂ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ફેરબદલની અટકળો પુન: શરૂ કરી દેવામાં આવી છે. આ અટકળો શરૂ કરવા પાછળ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ધારાસભ્યોમાં રહેલા અસંતોષને થાળે પાડવાની કોશીશના ભાગરૂપે હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ ફેરફાર રાજ્યસભાની ચૂંટણી પહેલાં કરવામાં આવે તેવી શક્યતા નહિંવત છે. રાજ્યસભાની ચૂંટણી બાદ રૂપાણી સરકારનો ગંજીફો ચીપાશે એવું માનવામાં આવી રહ્યું છે. રૂપાણી કેબિનેટના સંભવિત ફેરફારમાં જે મંત્રીઓને પડતા મૂકવાની અટકળ ચાલી રહી છે તેમાં યોગેશ પટેલ, દિલીપ ઠાકોર, વાસણ આહીર અને પરષત્તોમ સોલંકીનું નામ ચર્ચાઈ રહ્યું…

Read More

ચૂંટણી પંચે રાજ્યસભાની બે બેઠક સહિત કુલ 6 બેઠક માટે ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ગુજરાતમાંથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભામા જીતી ગયા બાદ બેઠક ખાલી થઈ હતી. આ ઉપરાંત રવિશંક પ્રસાદ, અચ્યુતાનંદ સામંતા, પ્રતાપ કેસરી દેબ અને સૌમ્યા રંજન પાઠકની ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી યોજવામાં આવશે. ગુજરાત સહિત તમામ બેઠક માટે ઉમેદવારી ભરવાની અંતિમ તારીખ 25મી જૂન રાખવામાં આવી છે. અને ચૂંટણી પાંચમી જુલાઈએ યોજવામાં આવશે. સવારે નવ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી મતદાન કરી શકાશે. નવમી જૂલાઈએ ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. નોટીફિકેશન 18મી જૂને પ્રસિદ્વ…

Read More

મુઝફ્ફરપુરના અને તેની આજુબાજુના જિલ્લાઓમાં 48 બાળકોના મૃત્યુની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શું આ તમામ બાળકોના મોત લીચીના કારણે થયા છે? બિહાર સરકાર દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી જોતાં તો એવું જ લાગે છે. બિહાર સરકારના આરોગ્ય વિભાગે એડવાઈઝરી બહાર પાડી માતા-પિતાઓને સલાહ આપી છે કે તેઓ પોતના બાળકોને ખાલી પેટ લીચી ન ખવડાવે. આ ઉપરાંત અગમચેતીના રૂપે તથા આરોગ્યને ધ્યાને લઈને પણ લીચી ખાવાથી દુર રહે. મુઝફ્ફરપુરના સરકારી હોસ્પિટલમાં બાળકોના રોગ નિષ્ણાત અને સિવિલ સર્જન એસપી સિંહએ પણ વાલીઓને સલાહ આપી છે કે જો બાળકો ખાલી પેટ લીચી ખાય છે તો તેમને સૂતાં પહેલાં ભરપેટ ખવડાવો અને…

Read More

વલસાડના ખાટકીવાડમાં રહેતા અને દુબઈમાં મોબાઈલની શોપમાં કામ કરતા આરીફ ધરમપુરીયા અંગે NIA દ્વારા 23મી જાન્યુઆરીએ વલસાડ ખાતેના તેના નિવાસે તપાસ કરવામાં આવી હતી અને આરીફના ભાઈ ઝૂબેર ધરમપુરીયાની પૂછપરછ કરી હતી. NIAએ આજે આ કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી આરીફ ધરમપુરીયાની ધરપકડ કરી હોવાની માહિતી જાણવા મળી રહી છે. NIAની ટીમના સૂત્રોએ જણાવ્યું છે કે આરીફ ધરમપુરીયા લશ્કરે તોયબાની સંકળાયેલા ફલાહે ઈન્સાનિયત નામના સંગઠન સાથે સંકળાયેલો છે અને આતંકવાદ માટે ફંડ એકત્ર કરી રહ્યો હતો. NIAએ આરીફની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. પાછલા કેટલાય વર્ષોથી તે દુબઈમાં સંતાયેલો હતો. આરીફ અંગે લૂક આઉટ નોટીસ પણ ઈશ્યુ કરવામાં આવી હતી.…

Read More

વડોદરા જિલ્લાના ડભોઈમાં આવેલી હોટલમાં ડ્રેનેજ લાઈન સાફ કરતી વખતે શ્વાસ રૂંધાતા સાત સફાઈ કર્મચારીઓના મોત નિપજ્યા છે. વડોદરાથી 30 કિ.મી. દુર આવેલા ડભોઈના ફર્તીકુઈ નામના ગામમાં આવેલી દર્શન હોટલમાં આ ઘટના ગઈ રાત્રે બની હતી. ઘટનામાં મોતને ભેટલાઓમાં ત્રણ હોટલના કર્મચારીઓ હતા. જિલ્લા અધિકારી કિરણ ઝવેરીએ જણાવ્યું કે સફાઈ કર્મચારીઓને મેઈન હોલ સાફ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે એક સફાઈ કર્મચાર મેઈન હોલમાંથી બહાર નહીં આવ્યો તો તેને જોવા માટે અન્ય કર્મચારીઓ અંદર ગયા અને તમામનું શ્વાસ રૂંધાવાના કારણે મોત નિપજ્યું હતું. કિરણ ઝવેરીએ કહ્યું કે ઘટનાની જાણ થતાં અધિકારીઓ સહિત તેઓ પોતે ઘટના સ્થળ પર પહોંચી ગયા…

Read More

સુરતમાં સ્કૂલ ઓટોના ચાલકોએ બે દિવસથી હડતાળ પાડી દીધી છે અને સોમવારથી સ્કૂલ ઓટો ફરી ધમધમશે એવી ચર્ચા ચાલી રહી છે ત્યારે સ્કૂલ ઓટો ચાલકોની કમાણી જાણીને ચોંકી જવાય એમ છે. એક રીક્ષામાં ઠાંસી-ઠાંસીને બાળકોને ઘેંટા-બકરાની જેમ ભરીને લઈ જતાં ઓટોવાળા દુખે છે પેટ અને કૂટે છે માથું જેવો ઘાટ સર્જી રહ્યા છે. સ્કૂલ ઓટોવાળા આખા દિવસમાં સરેરાશ બે ફેરા સ્કૂલની વિવિધ વર્ધીના મારે છે. એક ફેરામાં ઓછામાં ઓછા 12થી 15 બાળકોને ભરી જાય છે. આમ સ્કૂલ મૂકવા માટે બે ફેરા કરતા સ્કૂલ ઓટોવાળા સીધી રીતે એક બાળક દીઠ 300થી 400 રૂપિયા પ્રતિ મહિનાનાં વસુલ કરે છે. સામે રીક્ષા કે…

Read More

વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જવાના કારણે ગુજરાતના માથેથી વાવાઝોડાની ઘાત ટળી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું હતું પરંતુ નબળું પડેલું વાવાઝોડું ઓમાનથી ફરી એક વાર ગુજરાતના કિનારા વિસ્તારો તરફ આગળ વધી રહ્યું હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. હવામાન ખાતાએ આજે સવારે 10 વાગે જાહેર કરેલી સત્તાવાર યાદી મુજબ વાયુ વાવાઝોડું આજે સવારે પોરબંદર-દિવથી 130 કિ.મી અંતરે હતું અને વેરાવળથી 185 કિ.મીના અંતરે હતું. આવનારા 12 કલાકમાં ‘વાયુ’ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં નબળું પડી પસાર થશે. આ સમય દરમિયાન એટલે કે મોડી સાંજ પછી સૌરાષ્ટ્રના પોરબંદર અને દેવભુમિ દ્વારકાના કાંઠાના વિસ્તારોમાં 60 થી 70 કિ.મી.ની ઝડપે ત્રાટકશે. આ દરમિયાન સમયાંતરે…

Read More