સુરતના ઓલપાડ તરફ આવતા દાંડી રોડ પર આવેલા પ્રેમ ભારતી સાંકેત હિન્દી વિદ્યાલયમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. શાળા ચાલુ થઈ ન હોવાથી અન્ય કોઈ પ્રકારની હાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ સ્કૂલ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. શાળા શરૂ થઈ ન હતી અને વિદ્યાર્થીઓ શાળાની બહાર હોવાથી સદનસીબે અજૂગતી ઘટના સર્જાઈ ન હતી. આગ ઓલવાયા બાદ તપાસ કરતા શાળા સંચાલકોએ ફાયર સેફટીના અનુસંધાને ફાયરની NOC મેળવી ન હતી. NOC ન હોવાથી શાળાને સીલ મારી દેવામાં આવ્યું હતું…
કવિ: Satya Day News
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(GSDMA) દ્વારા નેશનલ સાયક્લોન રિસ્ક મીટીગેશન પ્રોજેક્ટ(NCRMP) હેઠળ ગીર સોમનાથના માંડવી તાલુકાના પીપલી ગામે મલ્ટી પરપઝ સાયક્લોન સેન્ટરના નામે ખાલી ખોખું ઉભું કરી દેવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડા વખતે ઉપયોગી થઈ શકે તેવું બહુહેતુક સાયક્લોન સેન્ટર પાછળ સરકારે કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો છે પરંતુ અગમ્ય કારણોસર સાયક્લોન શેલ્ટર સેન્ટરનું કામ આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવ્યું ન હોવાનું સ્થળ નિરીક્ષણ કરતાં માલૂમ પડી રહ્યું છે. જૂનાગઢના R & B વિભાગ દ્વાકા વર્લ્ડ બેન્કની સહાયથી 980.44 લાખના ખર્ચે સાયક્લોન શેલ્ટર સેન્ટરનું કામ સત્તાવાર રીતે મૂકવામાં આવેલા બોર્ડમાં 15-12-2015માં શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જણાય છે અને આ…
રાજ્યસભાની ચૂંટણીમાં ફરીવાર ગરબડની આશંકા દર્શાવી કોંગ્રસે માંગ કરી છે કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી સીટ પર એક જ દિવસે ચૂંટણી યોજવામાં આવે. કોંગ્રેસે કહ્યું ક ચૂંટણી ટાળવી એ કાયદાનું ઉલ્લંઘ છે. અમિત શાહની સીટ ખાલી થવાનું નોટીફિકેશન 28 મેનું છે જ્યારે સ્મૃતિ ઈરાનીનું નોટીફિકેશન 29 મેનું છે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ દાવો કર્યો છે કે અમને વિશ્વસનીય સૂત્રો પાસેથી ખબર મળી છે કે ચૂંટણી પંચ ખાલી પડેલી બન્ને સીટો પર અલગ અલગ તારીખે ચૂંટણી કરવા વિચારણા કરી રહ્યું છે. બન્ને સીટ પર અલગ અલગ તારીખે ચૂંટણી યોજવી ગેરબંધારણીય બની રહેશે. ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી…
વિશ્વભરમાં પ્રખ્યાત બાઇકિંગ ક્વિન્સ 12 જૂન, 2019ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ (ચાઇના બાજૂ) પહોંચનાર સુરતની પ્રથમ વુમન્સ ગ્રુપ બની છે. નારી ગૌરવ અને મહિલા સશક્તિકરણનો સંદેશો પાઠવવા માટે ભારતથી લંડન સુધી બાઇક સવારી કરનારી આ ત્રણ મહિલાઓ તિબેટ રિજનમાં પ્રવેશી હતી અને ત્યાંથી પોતાની બાઇક ઉપર એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચી હતી. બાઇકિંગ ક્વિન્સના સ્થાપક ડો. સારિકા મહેતાએ જણાવ્યું હતું કે, અમે ચાઇનામાં તિબેટ તરફ ઉત્તરની બાજૂએ બાઇક ઉપર 5200 મીટર (17,056 ફુટ) ઉપર એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યાં હતાં. આ રાઇડ ખુબજ મૂશ્કેલભરી હતી કારણકે આટલી ઉંચાઇ ઉપર શ્વાસ લેવામાં તકલીફ પડે છે તથા ઠંડીને કારણે બાઇક ચલાવવામાં પણ…
ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી પસાર થઈને વાયુ ચક્રવાત હવે ગુજરાતના કિનારાની અત્યંત નજીક પહોંચી ગયું છે. આના કારણે ગુજરાતના કિનારા વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. જૂનાગઢ, પોરબંદર, સોમનાથ, દિવ, રાજકોટ, જામનગર અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં હવે પછીના કેટલાક ક્લાકો દરમિયાન મૂશળધાર વરસાદની શક્યતા છે. ત્યાર બાદ વરસાદ અન્ય વિસ્તારોમાં પણ પડી શકે છે. 100થી 120 કિ.મી.ની ઝડપે ફૂંકાનારા પવન સાથે વરસાદ પડશે. વાયુની દિશા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર તરફની નિર્દિશિત થઈ રહી છે. વાયુ હવે તેનાથી વિરુદ્વ ચક્રવાતનો સામનો કરશે, જેથી તે આગળ વધી શકશે નહીં અને ધીમે ધીમે દરિયામાં પણ ડિફ્યૂઝ થઈ જવાની ધારણા છે. સ્કાયમેટના પૂર્વાનુમાન પ્રમાણે ભીષણ ચક્રવાત…
ગુજરાત પરથી સાક્યલોન વાયુનો ખતરો લગભગ ટળી ગયો છે, પરંતુ સતત બે દિવસથી દરિયા કિનારાના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાયુ વાવાઝોડાની ધમાચકડી વચ્ચે NDRFની ટીમે મહિલાની પ્રસૂતિ કરાવીને બે જિંદગીને બચાવી લીધી હતી. શિયાલ બેટમાં સ્થિતિ એવી બની કે મહિલાની પ્રસૂતિનો સમય એકદમ નજીક આવી ગયો હતો અને શિયાલ બેટમાં હોસ્પિટલ ન હોવાથી મહિલાને એક માત્ર બોટ મારફત હોસ્પિટલ પહોંચાડવી પડે એમ હતી. પંરતુ દરિયામાં વાવાઝોડું હોવાથી દરિયામાં બોટ લઈને જવાનું પ્રતિબંધિત હતું અને આમ પણ દરિયામાં ઉછળતા તોફાની મોજાને કારણે મહિલાને પ્રસૂતિ કરાવવીની વેળા આવી ગઈ હતી. આ વિપરીત સ્થિતિમાં…
વાયુ વાવાઝોડાએ દિશા બદલી છે પણ તેની અસર કિનારા વિસ્તારોમાં જોવા મળી રહી છે. દ્વારકા અને પોરબંદરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પોરબંદર દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. સંકટ ટળતાં દિવમાં નવના સ્થાને હવે 8 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અંદાજે 560 ગામોની વિજળી ખોરવાઈ જવા પામી છે અને નવ ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. પોરબંદરમાં દરિયા કિનારે આવેલાં મંદિરની દિવાલ ઘરાશાયી થતાં ભારે દેકારો મચી જવા પામ્યો છે. માધવપુરમાં પણ ભારે પવનને કારણે એક મકાન ઘરાશયી થયું છે. બાયડ, મોડાસા, પાટણ, પાલનપુર, અંબાજી, હિમંતનગર, શામળાજી, મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો સોમનાથમાં ઝડપી પવન…
દિશા બદલાતા વાયુ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. રશિયાના બિશ્કેકથી વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને વાવાઝોડાની સ્થિતિની જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી તમામ સહાય આપવાની ખાતરી આપી હતી. હાલ પીએમ મોદી બિશ્કેકમાં સાંઘાઈ સમિટમા ભાગ લેવા માટે બિશ્કેક પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીએમ મોદીને વાવાઝોડાના સંકટ અંગેની જાણકારી આપી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરી અંગે આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર સહિતના તમામ કિનારા વિસ્તારમાં અગમતેચીના પગલા ભરવાના શરૂ કરી દીધા હતા.બીએસએફ અને એનડીઆરએફની ટીમોને તૈનાત કરી…
ગુજરાતના માથે તોળાઈ રહેલા વાયુ ચક્રવાતની ખતરનાક યાત્રામાં નવો વળાંક આવ્યો છે. સ્કાયમેટ વેધર વેબસાઈટે દાવો કર્યો છે કે સાયક્લોન વાયુ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાથી ખસી શકે છે. હાલમાં વાયુની દિશા નોર્થ-નોર્થ/ઈસ્ટની છે. હવામાનની સિસ્ટમ સંકેત આપી રહી છે કે વાવાઝોડું પોરબંદરથી લઈને દ્વારકા અથવા ઓખાના કાંઠા વિભાગને માત્ર ટચ કરીને પસાર થઈ જશે. વાયુ પોતાની મુસાફરી ચાલુ રાખશે પરંતુ દરિયા કિનારાની નજીક તે નબળું પડીને પસાર થવાની શક્યતા હોવાનું સ્કાયમેટે જણાવ્યું છે હાલમાં વાયુ તોફાનની કેટેગરી-2માથી કન્વર્ટ થઈ કેટેગરી -1માં તબદીલ થયું છે. જોકે, પવન ફૂંકાવાની ઝડપ હજુ પણ 135 કિમીથી 145 કિમીની વચ્ચે રહેવાની સંભાવના છે. જેનાથી નુકશાન થવાની…
વાયુ વાવાઝોડાએ રૂટ અને સમય બદલ્યો છે અને હાલ તે કઈ દિશા તરફ ગતિ કરી રહ્યું છે તેનો ખ્યાલ સ્કાયમેટ દ્વારા પ્રસિધ્ધ કરાયેલી તસવીર પરથી જાણી શકાય છે. ફોટોમાં જોઈ શકાય છે વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને ગમે ત્યારે ગુજરાત પર ત્રાટકી શકે છે.