22 ભૂલકાઓને ભરખી જનારા તક્ષશિલા અગ્નિકાંડમાં ભાજપના બે મોટા નેતાઓની ભલામણ હોવાનો પર્દાફાશ થયો છે. વિજિલન્સ રેકોર્ડ પરથી બહાર આવેલી વિગતોમાં હાલના મંત્રી અને વરાછા વિધાનસભાની ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા બાંધકામને તોડતું અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર દબાણ કરવામાં આવ્યું હોવાના રિમાર્કસ સાથેનો લેટર બહાર આવ્યો છે. કુમાર કાનાણીની ભલમાણની નોંધ ઉજાગર કરતા લેટરની કોપી કુમાર કાનાણી ઉપરાંત ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ તથા કોર્પોરેટર સમીર બોઘરા દ્વારા પણ તક્ષશિલાના ગેરકાયદે બાંધકામ અંગે ભલામણ કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થતાં ભાજપમાં ચકચાર મચી ગઈ છે. પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયા અને સમીર બોધરાની ભલામણની કોપી
કવિ: Satya Day News
સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપે તક્ષશિલા મામલે એકબીજા પર દોષારોપણ કર્યું હતું. કોંગ્રેસે મેયર જગદીશ પટેલનું રાજીનામું માંગ્યું હતું તો શાસક ભાજપના કોર્પોરેટરોએ સીધી રીતે વહીવટી તંત્ર જવાબદાર હોવાનું જણાવ્યું હતું. કોઈ પણ પ્રકારના હંગામા વિના કે ગરમાગરમી વિનાની સામાન્ય સભામાં ખૂબ જ શાંતિપૂર્વક ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ તક્ષશિલા અંગે જબરદસ્ત ચર્ચા કરી હોવાનો આ એક ઈતિહાસ બની જશે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ મનપાની રિક્વિઝિશન મીટીંગ મળી હતી. આ પહેલાં મળેલી સામાન્ય સભામાં અગ્નિકાંડમાં મોતને ભેટેલા ભૂલકાઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગ્રેસે મેયરનું રાજીનામું અને મ્યુનિસિપલ કમિશનરન બદલી કાઢવાની માંગ કરી હતી. આજે મળેલી મીટીંગમાં મેયર દ્વારા કોર્પોરેટરોને…
જમ્મૂ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળા પર ગેંગરેપ કરી હત્યા કરવાના ચર્ચાસ્પદ કેસમાં સ્પેશિયલ કોર્ટે 6 આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ સજાનું એલાન કર્યું છે. બાળા સાથે રેપ અને નૃશંસ હત્યા કરવાના જઘન્ય ગુનામાં કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કારાવાસની સજા સંભળાવી છે જ્યારે પોલીસવાળાને પુરાવા નષ્ટ કરવાના આરોપ હેઠળ પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી છે. દોષી જાહેર થયેલા આરોપી સાંઝીરામ-માસ્ટર માઈન્ડ, કલમ-120-બી, 302 અને 376 હેઠળ આજીવન કારાવાસ દિપક ખજુરીયા-કલ 120-બી,302,34,376-ડી,363,201 અને 343 હેઠળ આજીવન કારાવાસા સુરિન્દર શર્મા- કલમ 201 હેઠળ પાંચ વર્ષની સજા પ્રવેશ દોષી-120-બી,302 અને 376 હેઠળ આજીવન કારાવાસ તિલકરાજ-કલમ 201 હેઠળ પાંચ વર્ષની સજા આનંદ દત્તા વર્મા કલમ 201 હેઠળ…
સંભવિત ચક્રવાતી તોફાન વાયુ આ વખતે ગુજરાતના કાંઠા વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આના કારણે ગુજરાતને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. આ સમયે આ સિસ્ટમ ડિપ્રેશનના રૂપે દક્ષિણ પૂર્વ અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સ્થિત છે. 11.2 ° N અને 71 ° E પર મુંબઈથી લગભગ 800 કિ.મી દુર દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ તરફ છે. ચક્રવાત વાયુના ડિપ્રેશનના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તાર માટે ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન ખાતાએ ચેતવતા જણાવ્યું છે કે 12થી 14 જૂન વચ્ચે 90થી 100 કિ.મીની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને બોટ સાથે દરિયા નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. આ…
રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની રાજકીય સ્થિતિ પ્રવાહીશીલ બની ગઈ છે. કોંગ્રેસના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા બાદ બનાસકાંઠામાં કોંગ્રેસની વિરુદ્વ કામ કરનારા અલ્પેશ ઠાકોરે ભાજપના નેતાઓ સાથે મુલાકાતો વધારી દીધી છે. ભાજપ પણ અલ્પેશ ઠાકોરને લઈ અસમંજસની સ્થિતિમાં મૂકાઈ ગયો છે પણ હવે સામે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર ફિક્સમાં મૂકાઈ જવા પામ્યા છે. ગુજરાતના રાજ્યસભાના સાંસદ સ્મૃતિ ઈરાની અને અમિત શાહ લોકસભામાં ચૂંટાઈ આવતા હવે તેમની જગ્યા ખાલી પડશે અને રાજ્યસભાની ચૂંટણી યોજાશે ત્યારે અલ્પેશ ઠાકોરની કસોટી થવાની છે. કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે કાયદાકીય સ્થિતિ એવી બની…
(સૈયદ શકીલ દ્વારા) : કૂનિયલ કૈલાશનાથન આખું નામ છે. ગુજરાતના બ્યુરોક્રેટસમાં તેઓ કે.કૈલાશનાથન અને કે.કેનાં નામથી ખાસ્સા જણીતા છે. 1979 બેચના આઈએએસ અધિકારી એવા કે.કૈલાશનાથન ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકાર સમયે ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી રહ્યા હતા. કોંગ્રેસના રાજમાં આઈએએસ અધિકારી બનેલા કૈલાશનાથને સુરેન્દ્રનગર અને સુરતના કલેક્ટર તરીકે ફરજ બજાવી છે. સુરતમાં તેઓ 1987માં અને સુરેન્દ્રનગરમાં 1985માં કલેક્ટર તરીકે રહ્યા હતા. મેરી ટાઈમ બોર્ડમાં સેવારત રહ્યા અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ નિમાયા હતા. ખાસ કરીને અર્બન હાઉસીંગ ડિપાર્ટમેન્ટ તથા બીઆરટીએસ પ્રોજેક્ટ(અમદાવાદ)માં તેમની સેવાની નોંધ લેવામાં આવી હતી 31 મે-2013માં 33 વર્ષની ફરજ નિભાવી એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે રિટાયર થયા…
જમ્મૂ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષીય બાળા આસીફા ગેંગરેપ-હત્યા કેસમાં અદાલતે ચૂકાદો આપ્યો છે. આ કેસે સમગ્ર દેશમાં ચકચાર જગાવી હતી. ચૂકાદાને પગલે કઠુઆ અને પઠાનકોટમાં ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 17 મહિના બાદ અદાલત ઝડપી ચૂકાદો આપીને દોષિત જાહેર કર્યા છે અને એકને છોડી મૂકવાનો હુકમ કર્યો છે. સમગ્ર કેસની ટ્રાયલ ઈન કેમેરા કરવામાં આવી હતી અને ત્રીજી જૂને સુનાવણી પૂર્ણ કરાઈ હતી. જમ્મૂ-કાશ્મીરની સ્પેશિયલ કોર્ટે 6 આરોપીઓને દોષી જાહેર કર્યા છે. દોષી જાહેર થયેલા આરોપી સાંઝીરામ-માસ્ટર માઈન્ડ, કલમ-120-બી, 302 અને 376 હેઠળ દોષી દિપક ખજુરીયા-કલ 120-બી,302,34,376-ડી,363,201 અને 343 હેઠળ દોષી સુરિન્દર શર્મા- કલમ 201 હેઠળ દોષી પ્રવેશ દોષી-120-બી,302…
24મી જૂને સુરતના સરથાણા રોડ પર આવેલા તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ સર્જાયો હતો અને તેમાં 22 ભૂલકાઓ મોતને ભેટ્યા હતા. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી બિલ્ડર અને ઓર્ગેનાઈઝરો વિરુદ્વ કાર્યવાહી કરી છે તથા સુરત મહાનગરપાલિકના અધિકારીઓને પણ જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરતના વરાછા ઝેન દ્વારા તપાસ કરવામાં આવી છે અને તક્ષશિલા આર્કેડને આકારણીના ચોપડે ચઢાવવા માટે કરવામાં આવેલા કૌભાંડ અનુસંધાને વરાછા ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર એ.એમ.રાજ દ્વારા પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. વિગતો મુજબ ટીપી-22(સરથાણા-વાલક)ના ફાઈનલ પ્લોટ નંબર-1, બ્લોક નંબર-180ના નિર્મલ નગર કો-ઓ.હાઉસીંગ સોસાયટીના સબપ્લોચ નંબર-7માં આવેલા ભોલેનાથ શોપીંગ સેન્ટર(તક્ષશિલા આર્કેડ)ની આકરાણી દફતરે…
ભારત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને લઈ એક વિવાદ ક્રિકેટ વર્લ્ડ કપમાં ચાલી રહ્યો છે. ખાસ કરીને બલિદાન બેજ(ગલ્વ્ઝ પર બલિદાન બેજનો લોગો) સાથે મેચ રમતા ધોનીને આઈસીસીએ ગલ્વ્ઝ પહેર્યાની ના પાડી દેતા ધોનીએ આજે ગલ્વ્ઝ પહેર્યા ન હતા. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ધોનીએ ગલ્વ્ઝ પહેર્યા હતા. આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું હતું કે ધોનીને આ ગલ્વ્ઝ પહેરવાની મનાઈ ફરમાવે, કારણ કે આ ક્રિકેટ નિયમોનું ઉલ્લંઘન કરે છે. રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ધોનીએ લીલા રંગના ગલ્વ્ઝ પહેર્યા હતા અને તેના પર ન તો એસજીનો લોગો હતો અને ન તો બલિદાન બેજ હતું. એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ધોનીએ પહેરેલા ગલ્વ્ઝ જૂના છે કે…
રવિવારે લંડનમાં ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો થયો તો આ મેચ જોવા માટે ઠાઠ-માઠથી ભારતનો ભાગેડુ વિજય માલ્યા મેચ જોવા પહોંચી ગયો હતો. ભારતીય બેન્કોને હજારો કરોડોનો ચૂનો ચોપડીને ભાગી ગયેલા જય માલ્યાને મેચ જોવા માટે સ્ટેડીયમમાં જતા જોવામાં આવ્યો હતો અને તેના ફોટો સોશિયલ મીડિયામાં લંડનથી શેર કરવામાં આવ્યા હતા. વિજય માલ્યા પોતાના ઠાઠ-માઠમાં જ આવ્યો હતો. થ્રી પીસ કોર્ટ પહેર્યો હતો અને બ્લેક ગોગલ્સ પહેર્યા હતા. ન્યૂઝ એજન્સી ANIએ પૂછતાં તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે મેચ જોવા આવ્યો છે. ત્યાર બાદ તે મેચ જોવા સ્ટેડીયમમાં જતો રહ્યો હતો. આ પહેલા પણ ટેસ્ટ સિરિઝ દરમિયાન…