સુરતના મેમણ સમાજમાં મોભાદાર કુટુંબમાં સમાવેશ કરાતા વાઘબકરીવાલા ફેમિલીના ઝહીર વાઘબકરીવાલાએ તાપી નદીમાં વિયર કમ કોઝવે ખાતેથી મોતની છલાંગ લગાવતા ભારે ચકચાર મચી ગઈ છે. ઝહીર વાઘબકરીવાલાએ તાપી નદીમાં મોતને વહાલું કર્યું તેની પાછળ આર્થિક સંકડામણ અને માનસિક તાણ જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ આજે સવારે સુરત ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો કે તાપી નદીમાં વિયર કમ કોઝવે ખાતેથી યુવક તાપીમાં છલાંગ લગાવી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને છલાંગ લગાવનારા યુવકની શોધખોળ આદરી હતી. ત્રણ કલાકની જહેમતના અંતે યુવકની લાશ મળી આવી હતી. યુવકની ઓળખ 40 વર્ષીય ઝહીર ફિરોઝ…
કવિ: Satya Day News
પોરબંદરના માધવપુરાના પોતા ગામે ગુજરાત સરકાર દ્વારા સાયક્લોન સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે બનેલી હિંસક ઘટનામાં ગામ લોકોએ બે કારને આગ ચાંપ દીધી હતી અને અન્ય કારોમાં તોડફોડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ પોતા ગામના સર્વે નંબર 195માં 7591 ચોરસ મીટર જમીનમાં સાયક્લોન સેન્ટર બનવવા માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા અગાઉ નક્કી કરાયેલી જગ્યાના બદલે ફેરબદલ કરી પોતા ગામના આ સરવે નંબર પર સાયક્લોન સેન્ટર બનાવવાનું શરૂ કરાતા લોકોનો વિરોધ ફાટી નીકળ્યો હતો. આમ તો સાયક્લોન સેન્ટર ગામવાસીઓ સહિત સમગ્ર પોરબંદર અને કચ્છ માટે લાભદાયી પુરવાર થવાનું…
વલસાડના તિથલ દરિયા કિનારે ચીખલીથી સહેલગાહે આવેલા એક મુસ્લિમ પરિવાર બે દીકરીઓ દરિયાકિનારે અચાનક આવેલા મોજાના થપાટથી દરિયામાં ખેંચાઈ ગઈ હતી અને ડૂબવા લાગતા કિનારે ઉભેલા અન્ય લોકોએ બૂમાબૂમ કરતા કેટલાક સ્થાનિક યુવકો આ તરૂણને બચાવવા કૂદી પડયા હતા જેમાં નવ વર્ષની બાળકીનું ડૂબી જતાં મોત થયું હતું જ્યારે તેની બહેનને સ્થાનિક યુવાનોએ પોતાના જીવના જોખમે બચાવી લીધી હતી વલસાડના તિથલ દરિયા કિનારે ચીખલીના થાલા ગામથી એક મુસ્લિમ પરિવાર સહેલગાહ માટે આવ્યો હતો જેમાં તિથલના દરિયા કિનારે તટ ઉપર આવેલા બીચના દાદર ઉપર બેસીને દરિયાના મોજામાં નવ વર્ષની દીકરી જાસ્મીન અને તેની બહેન સાહિન બીચ કિનારે આવેલા પથ્થર ઉપર બેસી…
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જદ-યુની રાષ્ટ્રીય કારોબારીમાં મોટો નિર્ણય કર્યો છે. નીતિશે નક્કી કર્યું છે કે બિહારની બહાર જદ-યુ અને ભાજપના નેતૃત્વવાળા એનડીએ સાથે ગઠબંધન કરશે નહીં. જમ્મૂ-કાશ્મીર, ઝારખંડ, હરીયાણા અને દિલ્હીમાં થનારી વિધાનસભાની ચૂંટમીમાં જદ-યુ એકલે હાથે ચૂંટણી લડશે. જ્યારે બિહારમાં જદ-યુ એનડી સાથે રહેશે અને ભાજપ સાથે ગઠબંધન કરીને 2020ની ચૂંટણી લડશે. નીતિશ કુમારે કહ્યું કે મનમા ભ્રમ રાખવાની જરૂર નથી. જદ-યુ એનડીમા છે અને રહેશે. બિહારમાં ભાજપ સાથે ગઠબંધન ચાલુ રહેશે પણ બિહારની બહાર ગઠબંધન કરવામાં આવશે નહીં અને જનતા દળ-યુ એકલે હાથે ચૂંટણી લડશે. પટનામાં મુખ્યમંત્રી નિવાસે જદ-યુની બેઠક મળી હતી. આ બેઠકમાં એનડીએ વિરોધી મમતા…
બિગ બોસ-13ને લઈ અનેક પ્રકારના ન્યૂઝ ચાલી રહ્યા છે, આવામાં કેટલાક સેલેબ્સના નામ બહાર આવ્યા છે અને અન્ય કેટલાક નામો આવી રહ્યા છે. આવા સંજોગોમાં બિગ બોસ-13ના 23 કન્ટેસ્ટન્ટના નામ લીક થવાનો દાવો કરવામાં આવ્યો છે. બિગ બોસ-13માં ઝરીન ખાન, ચંકી પાંડે, વરીના હુસૈન, દેવોલીના ભટ્ટાટાર્ય અને અંકિતા લોખંડે સહિતના કલાકારો બિગ બોસમાં જોવા મળવાના છે. જોકે, હજુ પણ કન્ટેસ્ટન્ટના નામની ફાઈનલ જાહેરાત બાકી છે. જાણવા મળ્યા મુજબ બોક્સર વિજેન્દ્રસિંહનું નામ પણ બિગ બોસમાં સ્પર્ધક તરીકે લેવામાં આવી રહ્યું છે જોવાનું રહેશે કે વિજેન્દ્રસિંહ શોમાં દેખાય છે કે નહીં. સોની ટીવીની ફેમસ સિરિયલ સીઆઈડીમાં સિનિયર ઈન્સપેક્ટર દયાની ભૂમિકા ભજવી રહેલા…
મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીના જણાવ્યાનુસાર ખાનગી એકમોની વિવિધ જગ્યાઓ માટે નોકરીદાતાઓને વિનામૂલ્યે કુશળ કર્મચારીઓ મળી રહે તેવા હેતુસર આગામી તા.12-6-2019ના રોજ સવારે 10.30 વાગે દ.ગુ.યુનિવર્સિટીના કન્વેન્શન હોલ, સુરત ખાતે જિલ્લાકક્ષાનો રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં કુલ 40 થી વધુ કંપનીઓ વિવિધ જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ લેશે. આ ભરતીમેળામાં ભાગ લેવા નોકરી વાંચ્છુ ઉમેદવારોએ http://bit.ly/2rZc4li લિંક પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું અથવા ભરતી મેળાના સ્થળ પર ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી ઈન્ટવ્યું આપી શકશે. વધુ વિગતો માટે રોજગાર કચેરી, સુરતનું ફેસબુક પેજ- MCCSURAT પરથી માહિતી મળી રહેશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ એવિએશન કૌભાંડમાં પૂર્વ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલને હાજર થવા બીજી વાર સમન્સ મોકલ્યો છે. EDએ પટેલને 10 અથવા તો 11 જૂને હાજર થવાનું ફરમાન જારી કર્યું છે. આ પહેલાં પટેલને છઠ્ઠી જૂને પૂછપરછ માટે હાજર થવાનું કહેવાયું હતું. પરંતુ વ્યસ્તતાના કારણે પ્રફુલ પટેલ હાજર રહ્યા ન હતા અને મુદ્દત માંગી હતી. EDએ આજે બીજી તારીખ આપી છે અને 10 કે 11 જૂને હાજર થવાનું કહ્યું છે. એવિએશન કૌભાંડના કારણે એર ઈન્ડીયાને ભારે નુકશાન થયું હતું. સૂત્રોએ જણાવ્યું છે કે વિમાન ખરીદી માટે લોબીંગ કરતા દીપક તલવારની ધરપકડ બાદ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા. આ મામલે પ્રફુલ પટેલે…
નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદે ફરીથી આરૂઢ થયા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રા એટલે કે માલદીવ પહોંચ્યા હતા. પીએમ મોદીનું માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહીદે માલા એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીના આગમન ટાણે રિપબ્લિક સ્કવેર ખાતે માલદીવના રાષ્ટ્રપતિ સોલેહએ તેમનું અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યાર બાદ પીએમ મોદીને માલદીવ દ્વારા ત્યાંનું સર્વોચ્ચ સન્માન રૂલ ઓફ નિશાન ઈજ્જુદ્દીનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ટવિટર પર કહ્યું કે ચીરકાલિન મિત્રતા. પ્રધાનમંત્રી મોદી માલદીવના પાટનગર માલે પહોંચ્યા જ્યાં વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહીદે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી આ પહેલાં નવેમ્બર- 2018માં રાષ્ટ્રપતિ (ઈબ્રાહીમ મહોમ્મદ) સોલેહની…
ભાવનગરના જેસર તાલુકના પીપરડી ગામે આજે સવારે દેશી દારુની ભઠ્ઠી પર રેડ કરવા ગયેલા પોલીસને બૂટલેગર અને ગામની મહિલાઓએ ઘેરી લીધી હતી. પોલીસ પર લોકોએ હુમલો કરતા સ્વબચાવમાં પોલીસે બે રાઉન્ડ ફાયર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પીપરડી ગામે પહોંચી ગયા હતા. પોલીસને જોઈ બૂટલેગર અને દેશી દારુની ભઠ્ઠી ચલાવતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ પર સીધો પથ્થરમારો શરૂ કર્યો હતો. લોકોએ પથ્થરમારો શરૂ કરતા પોલીસે સ્વબચાવમાં હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પથ્થરમારામાં એક પીએસઆઈ અને એક કોન્સ્ટેબલને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્ત પોલીસવાળાને જેસરની હોસ્પિટલમાં દાખલ કરવામાં…
સુરત શહેરમાં પાછલા કેટલાક મહિનાથી ચર્ચાસ્પદ બનેલા ઉપરાછાપરી ખંડણીના કેસમાં સુરત પોલીસ કમિશનરે સખત રવેયો અપનાવ્યો છે અને ખંડણી સહિત ધાક-ધમકીના કેસમાં બે ઈસમોને તડીપાર કરતા ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સલાબત પુરા પોલીસ મથકમાં નોંધાયેલા ખંડણીના ગુનામાં દાઉદી વ્હોરા સમાજમાંથી પહેલી વાર કોઈ ઈસમને તડીપાર કરવામાં આવ્યો છે. ઈન્દરપુરા, બદરી રોડ. જામરુદ એપાર્ટમેન્ટના 407 નંબરના ફલેટમાં રહેતા અને દાઉદી વ્હોરા સમાજમાં આગળ પડતું કામ કરતા તૈયબ હુસૈન ચન્નીવાલા અને ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા તથા ઝાંપા બજાર તૈયબી મહોલ્લામાં રહેતા ઝહુર ઈસ્માઈલ કુરૈશીને સુરત શહેર અને જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનરની…