સુરતનાં વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ચોકી સામે જ મારામારીના દ્રશ્યો સર્જયા હતા.બાઈક ટોઇંગ કરનાર પોલીસના માણસોની બેદરકારીના લીધે ટોઇંગ કરેલી મોપેડ ક્રેનમાંથી નીચે પડી જતા મોપેડ માલીકે હોબાળો મચાવ્યો હતો અને ટો કરનારા કર્મચારીઓની ધોલધપાટ કરી હતી. થોડીક જ વારમાં લોકો ભેગા થઈ જતા ભારે હોબાળો થયો હતો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બાઈખ ટોઇંગ કરનાર પોલીસના માણસોએ પણ સામે વળતો પ્રહાર કરી મોપેડ માલીકને માર માર્યો હતો. પોલીસે સમગ્ર મામલામાં માત્ર પબ્લીક નો વાંક હોય તેમ એક વ્યક્તિની અટકાયત કરતાં લોકોમાં રોષ ફેલાયો હતો.
કવિ: Satya Day News
ભારે ગરમીમાં પ્રાણીઓ પાણીની શોધમાં શહેરી વિસ્તારોમાં ભટકી રહ્યા છે, ત્યારે કેટલાક ગામોમાં આદમખોર પ્રાણીઓના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોરબીમાં પાછલી રાત્રે દિપડાએ હુમલો કર્યો હતો. અંદાજે 40 કરતાં પણ વધુ ઘેટાં-બકરાનો શિકાર કર્યો હતો. વહેલી સવારે પશુપાલકો જાગ્યા તો પોતાના જાનવરો મૃત હાલતમાં અને લોહીમાં તરબતર જોવા મળ્યા હતા. પશુ પાલકો ચોંકી ઉઠયા હતા. તપાસ કરતા જણાઈ આવ્યું કે ઘેટાં-બકરાના શરીર પર દિપડાના પંજાના નિશાન છે. પશુપાલકોએ તમામ પ્રાણીઓનો નિકાલ કર્યો છે. દિપડાના થયેલા અચાનક હુમલાના કારણે પશુપાલકોમાં દહેશત વ્યાપી ગઈ છે. ગામ લોકોમાં ભયનો માહોલ છે. જંગલ ખાતાને જાણ કરવામાં આવતા દિપડાને ઝબ્બે કરવા…
કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ હવે અલ્પેશ ઠાકોરના ભાજપના નેતાઓ સાથેના ફોટા વાઈરલ થઈ રહ્યાં છે. ત્યારે ભાજપના પૂર્વમંત્રી શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એકસાથેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. મળતી માહિતી મુજબ વાવની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના ભાભરના તનવાડ ગામે લગ્ન યોજાયા હતા. જ્યાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની ઔપચારિક મુલાકાત થઈ હતી. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી પહેલા અન્યાય થતો હોવાનું કહીને કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો. છઠ્ઠી મેએ શહેરના રાણીપમાં અલ્પેશ ઠાકોરે તેના નવા ઘરનું વાસ્તુ પૂજન કર્યું હતું. તેમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા…
કડી તાલુકાના લ્હોર ગામે કડી તાલુકાનાં દલિત પરિવારના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢ ગામના સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ બેઠક કરી હતી અને દલિત સમાજનો બહિષ્કાર કરી દલિત પરિવારોને અનાજ, કરીયાણુ, દૂધ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જે અંગે દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠયો હતો. આ મામલે અત્યાચારના ભોગ બનેલા પરિવારે અંતે પોલીસ મદદ માંગી બાવલુ પોલીસ મથકે સરપંચ સહિત પાંચ શખ્શો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ડે.સીએમ નીતિન પટેલ પણ સમાધાન કરવા પહોંચ્યા હતાં. તેમની કલાકોની સમજાવાટ બાદ પણ સમાધાન થયું નથી.આ મામલે લ્હોર ગામ પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે,…
પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. નાના-મોટા સૌ કોઈ મુસ્લિમ રોઝા રાખે છે અને અલ્લાહની બંદગીમાં ઓતપ્રોત થઈ જાય છે. મે મહિનાની કાળઝાળ ગરમીમાં પંદર કલાક રોઝા દરમિયાન ખાવા-પીવાથી દુર રહેવાનું છે એટલું જ નહીં થૂંક પણ ગળવાનું રહેતું નથી. રોઝાના કારણે શરીરમાં કેટલીક ચૂસ્તીવર્ધક અને ફાયદાકારક ફેરફારો થાય છે તેના વિશે જાણીએ. પ્રથમ બે રોઝા પહેલા દિવસથી બ્લડ શૂગરનું લેવલ ઘટવા માંડે છે. એટલે કે લોહીમાંથી શૂગરની ખતરનાર અસરમાં ઘટાડો થવાનું શરૂ થઈ જાય છે. હૃદયના થડકારા સુસ્ત થઈ જાય છે અને લોહીનો દબાણ પણ ઘટે છે. નસો એકત્ર થયેલા ગ્લાઈકોઝનને છૂટું કરી દે છે. જેના કારણે શરીરમાં કમજારીનો…
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની જે હાઈપ્રોફાઈલ સીટો બની છે તેમાં બનાસકાંઠા પણ એક સીટ છે. બનાસકાંઠા કોંગ્રેસના બળવાખોર ધારસભ્ય અલ્પેશ ઠાકોરના કારણે હાઈપ્રોફાઈલ બની છે. તો બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાએ ખરેખર કોંગ્રેસને હરાવી દીધી છે તો આનો જવાબ થોડો એવી રીતે મળી રહ્યો છે કે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાએ કોંગ્રેસને મોટું નુકશાન પહોંચાડી દીધું છે. હાલ તો અલ્પેશ ઠાકોર ભાજપનો ભગવો ખેસ ધારણ કરે તેવી અટકળો ચાલી રહી છે. કારણ આલ્પેશને ત્યાં યોજાયેલી વાસ્તુ પૂજામાં ભાજપના મોટા ગજાના નેતાઓ અને મંત્રી હાજર રહ્યા હતા જ્યારે કોંગ્રેસના નેતાઓને નિમંત્રણ સુદ્વાં અપાયા ન હતા. આવી સ્થિતિમાં બનાસકાંઠા લોકસભા માટે અલ્પેશ…
પોરબંદરમાં 30 વર્ષ પછી શીતળાનો શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્રમાં હો-હા થઈ ગઈ છે. પોરબંદરના અડવાણાના સોઢાણા ગામમાં કેસ નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોગ્ય કેન્દ્રના તબીબો ઉચ્ચ સ્તરે કેસ અંગે જાણ કરી દીધી છે. પોરબંદરમાં આવેલા અડવાણા તાલુકના સોઢાણા ગામમાં નવ માસની બાળકીમાં શીતળાના લક્ષણો સાથેનો કેસ મળી આવ્યો છે. ડોક્ટરોએ તપાસ કરતા શંકાસ્પદ શીતળાનો કેસ હોવાનું ધ્યાને આવતા કેસની ગંભીરતા પારખી જઈ અમદાવાદની બીજે મેડીકલ લેબોરેટરી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ને આ અંગે જાણ કરવામાં આવી છે. બન્ને એજન્સીઓના ડોક્ટરોની ટીમ આ કેસની તપાસ કરવા પોરબંદર આવે તેવી શક્યતા છે. અડવાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર પ્રશાંત…
સમગ્ર ગુજરાતમાં પાણીનો કારમો કકળાટ સંભળાઈ રહ્યો છે. અત્યાર સુધી ગ્રીન બેલ્ટ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતમાં પાણીની સમસ્યા ક્યારેય પણ સર્જાઈ ન હતી. પરંતુ આ વખતના ઉનાળામાં દક્ષિણ ગુજરાતના ગ્રીન હાઉસ તરીકે ઓળખાતા અને પાણી માટે સુખાકાર ગણાતા વલસાડ જિલ્લાની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. વલસાડ જિલ્લામાં પાણીની કારમી અછત વર્તાઈ રહી છે. પશુઓને તો પીવાનું પાણી મળી રહ્યું નથી સાથો સાથ લોકોને પણ પીવાનું પાણી મળી રહ્યું નથી. વલસાડ જિલ્લાના કપરાડાના મનાલા ગામમાં ચાર ફળીયા વચ્ચે એક કૂવો છે અને ગામ લોકો આ કૂવાનાં પાણીનો વપરાશ કરે છે. કાળઝાળ ગરમીમાં લોકોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું…
સુરતના લીંબાયત પોલીસ સ્ટેશનમાં ગત રોજ મારામારીના બનાવામાં પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી ભાગી જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આખરે મામલો બહાર આવતા પોલીસ કર્મચારીઓ પર પણ કાર્યવાહીની લટકતી તલવાર જોવા મળી રહી છે. સુરતના ગોડાદરા ગામમાં સ્વામી નારાયણ સોસાયટી પાસે મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવમાં લીંબયત પોલીસ ત્રણ આરોપીઓને પકડી લાવી હતી અને પોલીસ સ્ટેસનમાં જમા લેવામાં આવ્યા હતા. અચાનક પોલીસને ચકમો આપીને જોન નામનો આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ વહેમ જ રહી હતી કે જોન ભાગશે નહીં પણ પોલીસને હાથતાળી આપી જોન ભાગી…
પાકિસ્તાના પંજાબ પ્રાંતમાં આવેલી પ્રખ્યાત સૂફી દરગાહ દાતા દરબારની બાહર આજે સવાર થયેલા આત્મઘાતી હુમલામાં નવ લોકોના જાન ગયા છે. માર્યા જનારાઓમાં પાંચ પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલામાં 25 લોકો ઈજા પામ્યા છે. ઈજાગ્રસ્તોને ઈલાજ માટે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વિસ્ફોટની નિંદા કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસની ગાડીને ટારગેટ કરવામાં આવી હતી. બોમ્બ ધડાકા બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસને ખડકી દેવામાં આવી છે અને દરેક જગ્યાની તપાસ કરી રહ્યા છે. પાકિસ્તાન પંજાબ પ્રાંતના આઈજી આરીફ નવાઝે જણાવ્યું કે આત્મઘાતી હુમલો હતો, જેમાં પોલીસને ટારગેટ કરવામાં આવી હતી. હુમલાખોર જે તરફથી…