ઈશનિંદાના આરોપમાં વર્ષો સુધી જેલવાસ ભોગવી ચૂકેલી પાકિસ્તાનની ખ્રિસ્તી મહિલા આસિયા બીબી હમણાથી 12 કલાક પહેલાં પાકિસ્તાન છોડીને કેનેડા પહોંચી ગઈ છે. પાછલાનવેમ્બર મહિનામાં આસિયા બીબીને મત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. જેલમાંથી મૂક્ત થયા બાદ આસિયા બીબીને ગુપ્તચર સંસ્થાઓએ પોતાની નિગરાની હેઠળ રાખી હતી. આસિયાના વકીલ સૈફુલ મુલ્કે આસિયા અંગેની જાણકારી આપી હતી. આસિયાની મૃત્યુદંડની સજા રદ્દ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા અને હિંસક દેખાવો કરાયા હતા. માનવામાં આવી રહ્યું છે કે આસિયાની બે પુત્રીઓને પહેલથી જ કેનેડા મોકલી આપવામાં આવી હતી. 2009માં પાડોશીઓ સાથે ઝઘડો થતાં તેમાં પયગમ્બર સાહેબનું અપામન કરવા બદલ નીચલી અદાલતે 2010માં…
કવિ: Satya Day News
પાકિસ્તાની સરહદમાં ધૂસીને એફ-16 વિમાનને ક્રેશ કર્યા બાદ હીરો બનીને ઉભરેલા ભારતીય હવાઈ દળના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો તરોતાજા વીડિયો વાયરલ થયો છે. પાકિસ્તાનના વિમાનને તોડી પાડ્યા બાદ માત્ર બે દિવસ પાકિસ્તાનની કેદમાં રહેલા અભિનંદનનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તેઓ સાથી સૈનિકો સાથે મોજ મસ્તી કરતા જણાય છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. સાથી સૈનિકો અભિનંદનની સાથે સેલ્ફી લેતા જોવા મલી રહ્યા છે. અભિનંદન ફરીથી ફરજ હાજર થઈ ગયા છે. વીડિયો જમ્મૂ-કાશ્મીરનો છે. અભિનંદનની મૂંછ પણ વધારે ઝાડી અને લાંબી થઈ ગઈ હોવાનું જણાય છે. સાથી સૈનિકોને અભિનંદન કહે છે કે હવે વધારે…
જૂનાગઢના મોસ્ટ વોન્ટેડ આરોપી જુસબ અલ્લારખ્ખાને ગુજરાત ATSની મહિલા ટીમે દિલધડક ઓપરેશન કરીને પકડી પાડવામાં આવ્યો છે. ગુજરાત ATSની મહિલા ટીમના જુસબ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો છે. ATSની મહિલા ટીમના સંતોક ઓડેદરા, નિતમિકા ગોહિલ, અરુણા ગામેતી અને સીમ્મી મલનો ફોટોમાં ચારેયના હાથમાં ગન છે અને ફોટોમાં જુસબને બાંધેલો જોવા મળે છે. જુસબ અલ્લારખાની વિરુદ્વ જુનાગઢમાં હત્યા, ખંડણી અને લૂંટના અનેક કેસો નોંધાયેલા છે અને તે પાછલા કેટલાક વખતથી નાસતો ફરતો હતો. ATSની મહિલા ટીમને બાતમી મળી હતી કે જુસબ બોટાદના જંગલમાં લપાઈને બેઠો છે. તેના નંબર પણ પોલીસે ટ્રેસ કર્યા હતા. જુસબ જંગલમાં રહીને મોબાઈલનો બહુ ઓછો…
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રોડ શો દરમિયાન તમાચો મારવાની ઘટના બનતા બારે હંગામો થયો છે. આ ઘટના દિલ્હીના મોતી નગરમાં બની છે. તમાચો મારનાર શખ્સને પકડીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે કેટલાક સમય પહેલાં દિલ્હી સચિવાલયમાં તેમના પર મરચીનો પાઉડર ફેંકવામાં આવ્યો હતો. કેજરીવાલ મુખ્યમંત્રી છે અને તેમની સુરક્ષાને લઈ અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. કેજરીવાલ સાથે બનેલી ઘટના ગુજરાતમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સાથે પણ બની હતી. મોરબીમાં હાર્દિક પટેલને એક યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા સ્ટેજ સુધી ધસી આવી ભાષણ કરી રહેલા હાર્દિક પટેલને તમાચો મારી દીધો હતો. ત્યાર બાદ હાર્દિક અને…
(સૈયદ શકીલ દ્વારા): ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધી ભવનમાં કેદ થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. ગુજરાત સમસ્યાઓથી સળગી રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસે લોકની સાથે રહેવાના બદલે ઈ-મેલીયા પ્રેસનોટ અને વ્હોટસઅપ મેસેજની ફરતે કુંડાળું કરી દીધું છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવામાં કોઈ કસર રાખી નથી. પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાત કોંગ્રેસે અત્યાર સુધી કરેલા આંદોલનોની ફળશ્રુતિના દાખલા જોવા મળી રહ્યા નથી. કોંગ્રેસના આક્ષેપોને ગુજરાત સરકાર સહજતાથી લઈ રહી છે અને મામા-માસીવાળું તંત્ર હાંકવામાં આવી રહ્યું હોવાની છાપ ઉપસી રહી છે. કોંગ્રેસે મગફળી કૌભાંડનો મુદ્દો ઉભો કર્યો, આંદોલન કર્યા…
અમેરિકાના ફ્લોરિડામાં મોટી વિમાન દૂર્ઘટના સર્જાઈ છે. પરંતુ ચમત્કાર એ છે કે પ્લેનમાં બેઠેલા તમામ 136 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ ઘટના શુક્રવારે બની હતી. 136 મુસાફરોને લઈ ઉડાન ભરનાર બોઈંગ 737 એરપોર્ટના રવને પરથી લેન્ડીંગ કર્યા બાદ ફસડાઈને સેન્ટ જોન્સ નદીમાં ખાબક્યું હતું. આ બનાવ જૈક્સોનવિલ નવલ એરબેઝ પર નજીક બન્યો હતો.જૈક્સોનવિલના મેયરે આ અંગે જાણકારી આપી હતી. જૈક્સોનવિલ નવલ એર સ્ટેશનના પ્રવક્તાએ કહ્યું કે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. વિમાન ગૂઆંટનામો નવલ સ્ટેશનથી આવી રહ્યું હતું. શુક્રવારે રાત્રા 9.40 વાગ્યાની આસપાસ રનવે પર લેન્ડીંગ કરી રહ્યું હતું ત્યારે ફસડાયા બાદ સીધું જ નદીમાં જઈ પહોંચ્યું…
તાજેતરમાં કચ્છ સરહદેથી ધૂષણખોરી કરતા પાકિસ્તાની યુવકને બીએસએફના જવાનોએ પકડી પાડ્યો હતો. આજે કચ્છના દરિયા કિનારેથી પાકિસ્તાની ફીશીંગ બોટને બીએસએફ દ્વારા પકડી લેવામાં આવી છે. બીએસએફ દ્વારા કબ્જે લેવાયેલા બોટનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કચ્છ સરહદ પર વધી રહેલી ધૂષણખોરી અને દરિયાઈ ધૂસપેઠને લઈ બીએસએફ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે.
ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી(એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)માં રાજીનામાની મોસમ વચ્ચે વધુ એક રાજીનામું પડ્યું છે. એંગ્લોના પૂર્વ પ્રમુખ અને હાલ મેનેજિંગ કમિટીના મેમ્બર નસીમ કાદરીએ રાજીનામું આપી દેતા વિવાદ વધુ વકર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નસીમ કાદરીએ મનસ્વી અને બંધારણની વિરુદ્વના વહીવટના આક્ષેપ સાથે રાજીનામું ધરી દીધું હોવાની માહિતી મળી રહી છે. અત્રે નોંધનીય છે કે દોઢ વર્ષ પહેલાં નસીમ કાદરીના નેતૃત્વમાં ખિદમત પેનલે ચૂંટણી લડી હતી. નસીમ કાદરી પહેલાં ફારુક કેપી સહિત 11 જણાએ રાજીનામા આપી દીધા હતા અને નસીમ કાદરીએ રાજીનામું આપતા કુલ 12 રાજીનામા પડી ગયા છે. પાંચમી તારીખે મળી રહેલી મેનેજિંગ કમિટીમાં નવા પ્રમુખ…
ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી(એંગ્લો ઉર્દુ સ્કૂલ)ના વિવાદમાં આજે મળેલી મેનેજિંગ કમિટીની મીટીંગમાં પ્રમુખ ફારુક કેપી સહિત તમામ 10 જણાના રાજીનામા મંજુર કરી લેવામાં આવ્યા હતા. ફારુક પટેલ(કેપી)નું પ્રમુખ પદેથી રાજીનામું મંજુર કરવામાં આવતા હવે નવા પ્રમુખ તરીકે કોણ હશે તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. માહિતી મુજબ ત્રણ મહિના પૂર્વે રાજીનામું આપનારા કમિટીના મેમ્બર એડવોકેટ મીયાં મહોમ્મદ નાતાલીની જગ્યાએ ખિદમત પેનલના પ્રમુખ પદે લડેલા નસીમ કાદરીને મેનેજિંગ કમિટીમાં કો-ઓપ્ટ કરવાના મામલે વાંધો અને વિરોધ દર્શાવી ફારુક પટેલ(કેપી) સહિત 10 જણા એમ કુલ 11 જણાએ હોદ્દા અને કમિટીમાંથી રાજીનામા આપી દીધા હતા. રાજીનામા આપ્યા બાદ લવાદો-મધ્યસ્થીકારો દ્વારા રાજીનામા નામંજુર કરવા…
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર મોટો રાજકીય હુમલો કરી આરોપ મૂક્યો છે કે પુલવામા હુમલો ગોધરાકાંડ જેવું જ ભાજપનું ષડયંત્ર હતું. તેમણે કહ્યું કે પુલવામા હુમલામાં જે ગાડીમાં આરડીએક્સ લાવવામાં આવ્યો હતો. તે ગાડીનું રજિસ્ટ્રેશન નંબર ગુજરાતનું હતું. ગોધરાકાંડ પણ ભાજપનું ષડયંત્ર હતું અ પુલવામા પણ ભાજપનું ષડયંત્ર હતું. ચૂંટણી જીતવા માટે ભાજપ આતંકવાદનો સહારો લઈ રહ્યું છે. પાછલા પાંચ વર્ષમાં મોટા આતંકવાદી હુમલા થયા છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઈક પણ ભાજપના ષડયંત્રનો ભાગ હતી. બાલાકોટમાં કોઈ પણ માર્યો ગયો નથી. ઈન્ટરનેશનલ એજન્સી પણ સાબિત કરી શકી નથી કે બાલાકોટમાં 200 આતંકીઓ…