દેશભરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે. આના ફાયદા અને નુકશાન બન્ને છે. ભારત ભરમાં નેતા, અભિનેતા, પત્રકાર અને સામાન્ય લોકો ફેસબૂક, વ્હોટ્સ અપ, ટવિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. જેની સંખ્યામાં કરોડોમાં આંકવામાં આવે છે. લોકસભાની ચૂંટણીને લઈ સામાન્ય લોકો અને રાજકીય પાર્ટીઓના સાયબર સેલ દ્વારા નેગેટીવ અને પોઝીટીવ એમ બન્ને પ્રકારનો પ્રચાર જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિમાં ચોક્ક્સ પાર્ટી કે નેતાને પસંદ કરનારા લોકો ન્યુટ્રલ પત્રકારોને ટારગેટ કરી ગમે તેવી કોમેન્ટ્સ અને અશ્લીલ કહી શકાય તેવા પ્રકારનું લખાણ કે વીડિયો પોસ્ટ કરતાં પણ અચકાતા નથી. સોશિયલ નેટવર્કમાં વડાપ્રધાન મોદી અને તેમની પાર્ટી વિરુદ્વ…
કવિ: Satya Day News
PNB કૌભાંડના માસ્ટર માઈન્ડ અને ભાગેડુ ડાયમંડ કીંગ નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. તેને વેસ્ટમિંસ્ટરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મોદી ત્યાં જામીન માટે અરજી કરી શકે છે. ધરપકડ બાદ આશા છે કે તેને ભારતને સોંપી દેવામાં આવશે. આ પૂર્વે લંડનની કોર્ટે નીરવ મોદીની ધરપકડ કરવાનો વોરંટ ઈશ્યુ કર્યો હતો. ત્યાર બાદ અપેક્ષા હતી કે ગમે ત્યારે નીરવ મોદીની ધરપકડ કરી લેવામાં આવશે.ઈડીની કાર્યવાહીના કારણે લંડનની કોર્ટે નીરવ મોદી વિરુદ્વ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યો હતો. તાજેતરમાં જ નીરવ મોદીને લંડનમાં જોવામાં આવ્યો પણ હતો અને તેનો શોપીંગ કરતો વીડિયો પણ વાયરલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે તપાસ એજન્સીઓને વેસ્ટમિંસ્ટર…
પક્ષાંતર કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભાજપના બે નેતાઓ વચ્ચે બનાસકાંઠામાં જંગ જામ્યો છે. કેશાજી ચૌહાણ અને લીલાધર વાઘેલા હજુય પોતાની નિષ્ફળતાઓને ઢાંકવાનો પ્રયાસ કરી ટીકીટ માટે સમાજના નામે પક્ષનું નાક દબાવી રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજીએ ટિકિટ માટે જોર લગાવી દીધું છે. કેશાજી ટેકેદારો દ્વારા જાહેર કરાવી દીધું હતું કે, તેઓ જ આ બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર છે. વિધાનસભા ચૂંટણીમાં અગાઉ કોંગ્રેસનું નાક દબાવવા ટેવાઈ ગયેલા કેશાજી ચૌહાણે ભાજપમાં પક્ષપલટો કર્યો હતો. ભાજપ પણ લીલાધર વાઘેલાને અંકૂશમાં રાખવા માટે તેમને લાવ્યા હતા. વિધાનસભાની ટિકિટ સાથે જિલ્લા ભાજપના પ્રમુખ તેમને બનાવી દેવાયા હતા. પછી પ્રધાન બનાવી દેવાયા હતા. તેથી તેમણે સંગઠન…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમને વતન વડનગરમાં ફરી એક વખત હરાવવા માટે કોંગ્રેસ એક બની છે. અગાઉની ચૂંટણી અહીં નદેન્દ્ર મોદીનું વતન હોવા છતાં શરમજનક રીતે હારી ગયા હતા. તેથી કોંગ્રેસના ધારાસભ્યનો પક્ષપલટો કરાવવામાં આવ્યો હતો. ડો.આશાબેન પટેલે ઊંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ઊંઝા વિધાનસભાની બેઠક પર ઉમેદવાર શોધવા માટે કોંગ્રેસની ઊંઝા ઉનાવા હાઇવે પરની ખાનગી હોટલમાં કોંગ્રેસના અશ્વિન કોટવાલના નેતૃત્વમાં ટિકિટ માંગતાં ઉમેદવારોની સેન્સ લેવાઈ હતી. 22 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. પ્રબળ દાવેદારોમાં વડનગરથી પરેશ પટેલ, ઊંઝાથી કામુ પટેલ , જય પ્રકાશ પટેલ અને ભવલેશ પટેલના નામની ચર્ચા ચાલી રહી છે. જેમાં પરેશ પટેલનું નામ સૌથી આગળ છે. કોંગ્રેસ દ્વારા…
રંગોના તહેવાર ધુળેટી પર કેમિકલ યુક્ત કલરોથી થતા નુકસાનને જાણીને આ વખતે સુરતીઓએ ‘મડ ફેસ્ટ’ની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અને તે માટે સુરતીઓ મોટી સંખ્યામાં સુરતની’ઈવેન્ટોલોજી’ દ્વારાયોજાનારા ‘મડ ફેસ્ટ’માં ભાગ લેવા થનગની રહ્યા છે. અત્યાર સુધી ‘મડ ફેસ્ટ’ની ઉજવણી વિદેશોમાં જોઈ હશે કે તે વિષે સાંભળ્યું હશે. પરંતુ આ વખતે ભારતમાં અને તે પણ સુરતમાં પહેલી ‘મડ ફેસ્ટ’નું આયોજન થવા જઈ રહ્યું છે અને તેનો શ્રેય જાય છે સુરતીઓ અને ઈવેન્ટોલોજીની ટીમને. ઈવેન્ટોલોજીદ્વારા ધુળેટીના અવસરે 21મી માર્ચના દિવસે ડુમસ મેઈન રોડ એરપોર્ટની સામે સાંઈ મંદિરની બાજુમા આવેલ ગ્રાઉન્ડ પર’મડ ફેસ્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી બપોરે 3…
ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સીલની આજે 34મી બેઠક મળી હતી. આ બેઠકમાં આવાસ પરિયોજનાઓમાં મકાન પર નવા ટેસ્ટ સ્લેબ લાગુ કરવાની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવા નિયમો પહેલી એપ્રિલથી લાગુ થશે. આ નવા દર લાગુ થયા બાદ ઘર ખરીદવું પહેલા માટે સસ્તુ બનશે. કેન્દ્રીય નાણાં મંત્રાયલમાં મહેસૂલ સચીવ એબી પાંડેએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારો સાથે વાતચીત ક્જરીને આવાસ વિકાસના વ્યાપાર સાથે સંકળાયેલી કંપનીઓને નવા ટેક્સ સ્લેબનું પાલન કરવા માટે પર્યાપ્ત સમય આપવામાં આવશે. આ બેઠક દરમિયાન રિયલ એસ્ટેટમાં GSTના વર્તમાન ટેક્સ સ્લેબથી લઈને નવા ટેક્સ સ્લેબને લાગુ કરવા સાથે સંકળાયેલી જોગવાઈઓ…
સુરતથી શારજાહ જતી ફ્લાઈટને સોમવારે મોડીરાત્રે મુશ્કેલી નડી હતી. ટેક ઓફ કર્યા પછી દસ જ મિનિટમાં ફ્લાઈટને ફરી લેન્ડિંગ કરવા માટેની ફરજ પડી હતી. ત્યારબાદ ફ્લાઈટ મંગળવારે વહેલી સવારે ઉપાડવી પડી હતી. બન્યું એવું હતું કે, સુરતથી શારજાહ જતી એરઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ 140 પેસેન્જર સાથે મોડીરાત્રે ટેક ઓફ કરાઈ હતી. ત્યારબાદ પાઈલટને ફ્લાઈટની પાંખમાં વાઈબ્રેશન વધારે અનુભવાયું હતું. એટલે, વિમાનમાં કોઈ મોટી ટેકનિકલ ખામી ઉભી થાય તે પહેલાં પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલર સાથે વાત કરીને ફરીથી લેન્ડિંગ માટેની પરમિશન લીધી હતી. ફ્લાઈટને ફરી જમીન ઉપર લવાય હતી. ત્યારબાદ મુંબઈથી ટેકનિકલ સ્ટાફને તેડાવાયો હતો. તેમણે ફ્લાઈટને વહેલી સવાર સુધી ચેક કરાઈ…
મંગળવારે બીસીસીઆઇ દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીઍલ)ની બાકીની મેચનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો હતો. ૬ઠ્ઠી ઍપ્રિલથી લઇને પાંચમી મે સુધીનો બાકીની 39 મેચનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. આ જાહેરાતને પગલે લીગ સ્ટેજની તમામ મેચનો કાર્યક્રમ નક્કી થઇ ગયો છે, પણ હજુ ક્વોલિફાયર્સ અને સેમી ફાઇનલ-ફાઇનલ મેચની તારીખોની જાહેરાત થવાની બાકી છે. આ પહેલા દેશમાં સામાન્ય ચૂંટણીને ધ્યાને લઇને બીસીસીઆઇઍ આઇપીઍલની પહેલા બે અઠવાડિયાની ૧૭ મેચનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. હવે આજની જાહેરાત સાથે તમામ ૫૬ લીગ મેચનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. આઇપીઍલ દ્વારા પોતાની વેબસાઇટ પર આ કાર્યક્રમ જાહેર કર્યો છે, સાથે જ ઍવું પણ લખાયું છે…
અરૂણાચલ પ્રદેશના ઈટાનગર ખાતે જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ફરી વાર ચોકીદાર ચોરને લઈ વડાપ્રધાન મોદી સહિત ભાજપના તમામ નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને મૈં ભી ચોકીદારની ઠેકડી ઉડાડી હતી. તાજેતરમાં વડાપ્રધાન મોદી અને ભાજપના નેતાઓએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દને જોડી દીધો હતો જેને લઈ રાહુલ ગાંધીએ મજાક કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે હવે બધા ચોકીદાર થઈ ગયા છે. 2014માં તેઓ કહેતા હતા કે હું એક માત્ર ચોકીદાર છું અને 2019માં ભાજપના તમામ નેતાઓ ચોકીદાર થઈ ગયા છે. હવે હોલસેલમાં ચોરી થાય છે. બે દિવસ પહેલાં દેશમાં જગ્યાએ જગ્યાએ ચોકીદાર ફૂટી નીકળ્યા છે. ભગવાન ભલું…
2014માં થન્ડર મેજોરીટી સાથે દિલ્હીની ગાદી પર બેસેલી મોદી સરકારે વધુ એક નિર્ણય રાત્રીના સમયે લીધો છે. સુપ્રીમ કોર્ટ રાત્રે ચાલી, જીએસટીની રાત્રે જાહેરાત, નોટબંધીની રાત્રે જાહેરાત, સીબીઆઈ ચીફને ખદેડવાનો નિર્ણય પણ રાત્રે લેવમાં આવ્યો હતો. હવે ગોવાના મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતની સોગંદવિધિ તો છેક રાત્રે બે વાગ્યે કરવામાં આવી છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના નિધન બાદ ખાલી પડેલી ખુરશીને તાત્કાલિક ભરવામાં આવી છે. રાજગાદીને આમ ખાલી મૂકાય નહીં એટલે રાતોરાત સોગંદવિધિ કરવામાં આવી. પ્રમોદ સાંવતે ગોવાના રાજભવનમાં રાજ્યપાલ મૃદુલાસિંહ હસ્તક ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા. સાવંતની સાથે બે ડેપ્યુટી સીએમની પણ સોગંદવિધિ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના સુદીન…