Author: Satya Day News

new1

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં બે મસ્જિદમાં શુક્રવારે આતંકી દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરી 49 નમાઝીઓને સામૂહિક રીતે મારી નાંખવાની ઘટનામાં ન્યૂઝીલેન્ડ પોલીસે ઓસ્ટ્રેલિયાનાં 28 વર્ષીય યુવાનની ધરપકડ કરી છે. નરસંહાર સર્જનારા 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન યુવાનનું નામ છે બ્રેંટન ટૈરંટ. આ આતંકીએ ગોળીબારનું ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રમીંગ પણ કર્યું હતું. ટૈરંટે ગુરુવારે રાત્રે જ ફેસબૂક પર લખ્યું હતું કે આક્રમણકારીઓ પર હુમલો કરશે અને તેને ફેસબૂક પર લાઈવ કરશે. ન્યૂઝીલેન્ડ પોલીસે ફાયરીંગ કરનારા આતંકીઓ પૈકી ચારની ધરપકડ કરી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. હુમલો કરનાર બ્રેંટન ટૈરંટે 74 પાનાનું મેમોરેન્ડમ પણ પોસ્ટ કર્યું હતું. તેમાં તેણે લખ્યું હતું કે…

Read More
iru

કેન્દ્રીય મંત્રી અને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનેલા સ્મૃતિ ઈરાનીનાં સાંસદ ફંડના કાર્યોમાં થયેલા ગોટાળા અંગે ગુજરાત હાઈકોર્ટમાં દાખેલ થયેલી જાહેરહિતની અરજીનાં અનુસંધાને હાઈકોર્ટે સખત રવૈયો અપનાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે વિવિધ યોજવાઓને લાગૂ કરી અમલ કરનારી સંસ્થાઓ પાસેથી રૂપિયાની વસુલાત કરવાનો હુકમ કર્યો છે. ખાસ કરીને કૈગ રિપોર્ટમાં સ્મૃતિ ઈરાનીનાં સાંસદ ફંડમાંથી આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે ગંભીર નાણાકીય ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આ અંગે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અમિત ચાવડાએ આ મામલે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા કોર્ટે રૂપિયાની રિકવરી કાઢી હતી. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ એ.એસ.દવે અને જસ્ટીસ વિરેન વૈષ્ણવની બેન્ચે…

Read More
reshma 2

પાટીદાર અનામત આંદોલનમાં મહિલા ચેહરા તરીકે ઉભરી આવેલા રેશ્મા પટેલે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધીને ભાજપને છોડી દેવાના નિર્ણયની જાહેરાત કરી છે. રેશ્મા પટેલ પોતે પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દેતા ભાજપને મોટો ફટકો પડ્યા વગર રહેવાનો નથી. રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં વાત કરતા રેશ્માએ જણાવ્યું હતું કે, ઉપલેટાને મેં મારું નિવાસ સ્થાન બનાવ્યું છે. મેં પોરબંદર લોકસભામાં આવતા તમામ સરપંચને પત્ર લખ્યો છે. હું તમામ સંપર્કમાં છું. રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ જ કરાવે છે. હું ભાજપ સાથે ઓફિશિયલ છેડો ફાડું છું. મેં હાલ સરપંચ…

Read More
1 22

ન્યૂઝીલેન્ડની સાઉથ આઇસલેન્ડ સિટીમાં આવેલી બે મસ્જિદમાં થયેલા અંધાધૂંધ ફાયરીગમાં 49 લોકોના મોત થયા છે. જ્યારે ફાયરીંગ થયું ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના સાત કરતાં વધુ ખેલાડીઓ પણ મસ્જિદમાં હોવાની જાણકારી મળી રહી છે. જોકે, તેમનો બચાવ થયો હતો. હુમલાખોર ઓસ્ટ્રેલિયાનો નાગરિક હોવાનું માનવામાં આવે છે. પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે કુલ ચાર લોકોને પકડી લીધા છે. ફાયરીંગની ઘટના અંગે ન્યૂઝીલેન્ડના પોલીસ કમિશનર માઈક બૂશે જણાવ્યું કે, ગનમેને બે મસ્જિદ ઉપર હુમલો કર્યો છે. જેમાં અનેક લોકોના મોત થયાની આશંકા છે. આ બારામાં એક વ્યકિતની ધરપકડ થઇ છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. જોકે, ટીમને કોઇ નુકસાન થયું…

Read More
1 20

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિક એકમોમાં વપરાતા કોલગેસ પ્રતિબંધ મૂકવા અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રદુષણ ઓકતો આ ઉદ્યોગ હવે પોતે આફતમાં આવી પડ્યો છે. જેથી સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં દર મહિને રૂ.400થી 450 કરોડનો કોલસો વાપરતો હતો તે હવે 5 ટકા વપરાસ થઈ ગયો છે. નવલખી બંદરથી દરરોજ 800 થી 950 ટ્રક કોલસો આવે છે. તે ઘટીને હવે રોજનો 40થી 50 ટ્રક થઈ ગયો છે. સીરામીક ઉદ્યોગ ભાંગી રહ્યો હોવાનું તેના પરથી જોઈ શકાય છે. તેની સાથે કોલસાની ખાણો અને નવલખી બંદર તથા બીજે મળીને કોલસાના કારણે કામ કરતાં 6 હજારથી 7 હજાર મજૂરોની…

Read More
1 19

80 લાખની વસતી સામે માત્ર 54 લાખ મતદારો હોય તે આશ્ચર્ય છે. તેનો મતબ કે 26 લાખ લોકો એકા છે કે જે મતદાન નથી. 2011ની વસતી પ્રમાણે 74 લાખ વસતી છે. 10 વર્ષમાં 10 ટકાના દરે અમદાવાદની વસતી વઘે છે. જે હિસાબે બીજા 6થી 7 લાખ વસતી વધી હોઈ શકે છે. આમ 80 લાખની વસતીમાં 54 લાખ મતદારો છે. બે ત્રૃતિયાંશ મતદારો વતનીના આંકડા પ્રમાણે હોઈ શકે છે. આ વખતે અગાઉની જેમ 1 લાખથી 2 લાખ મતદારો અમદાવાદની 3 લોકસભા બેઠકની ચૂંટણી સમયે રદ થઈ શકે છે. 87 ટકા પ્રજા ભણેલી છે. ત્યાં આવી ઓછી નોંધણી શક્ય નથી. 2017ની ચૂંટણીમાં…

Read More
2 5

રાજ્યમાં 57 હજાર જેટલા સ્વયં સંચાલિત હથિયાર માટે પરવાના આપેલા છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે જિલ્લા કલેક્ટરની સમીક્ષા સમિતિની સમીક્ષા બાદ 85 ટકા લોકો પાસેથી હથિયાર જમા લેવામાં આવે છે. જે જમા નથી લેવાતાં તે લોકો કોણ છે તે અંગે કલેક્ટર ક્યારેય જાહેર કરતાં નથી. તેથી તે શાસક પક્ષ ભાજપને ફાયદો કરાવી શકે એવી શંકા પણ છે. ચૂંટણીમા પરવાનેદારોના હથિયારો જમા ન લેવા બાબતે ઘણા જિલ્લામાં કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. પરવાનેદારોનું લિસ્ટ તૈયાર કરી જેમની જરૂર જણાય તેમના જ હથિયાર જમા લેવાની માંગ કરવામાં આવી છે. દરેક પરવાનેદાર ગુનેગાર કે રાજકીય પ્રવૃત્તિમાં સામેલ હોતા નથી. પરવાનેદાર પોતાની…

Read More
3 2

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)એ લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. યાદી પ્રમાણે શરદ પવારની દિકરી અને સાંસદ સુપ્રિયા શૂળે શરદ પવારની સીટ બારામતીથી ચૂંટણી લડશે. જ્યારે સંજય દિના પાટીલ-મુંબઈ ઉત્તર, આનંદ પરાંજપે-થાણે, સુનીલ ટટકરે-રાયગઢથી ચૂંટણી લડશે. જ્યારે હાતકણંગલ લોકસભા બેઠક પરથી રાજુ શેટ્ટીની પાર્ટી સ્વાભિમાન શેતાકરી સંગઠનને NCP સમર્થન આપશે. શરદ પવારે પહેલેથી જાહેર કર્યું હતું કે તેઓ લોકસભાની ચૂંટણી લડવાના નથી. જોકે, NCPના નેતાઓ ઈચ્છે કે શરદ પવાર માઢાથી ચૂંટણી લડે. પરંતુ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડવા માંગતા નથી. શરદ પવારે કહ્યું કે મારા પરિવારના બે લોકો ચૂંટણી લડી રહ્યા છે તેથી મને લાગ્યું કે મારે હવે…

Read More
mumbai1

મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પાસે આવેલા ફૂટ ઓવર બ્રિજ અચાનક તૂટી પડ્યું હતું. પ્રાથમિક જાણકારી પ્રમાણે સીએસટી સ્ટેશન પાસે ફૂટ ઓવર બ્રિજ પડવાના કારણે પાંચ લોકો મોતને ભેટ્યા છે. આ ઘટનામાં 30 કરતાં પણ વધુ લોકોને ઈજા પહોંચી છે, જે પૈકી ચારથી પાંચ લોકોની સ્થિતિ ગંભીર માનવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્રિજના કાટમાળ નીચે હજુ પણ લોકોના દબાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ ઘટના સાંજે 7.30 વાગ્યાની આસપાસ બની હતી. પીક અવર્સ હોવાના કારણે પુલની નીચે મોટી સંખ્યામાં લોકો હતા. આંખે જોનારા લોકોએ કહ્યું કે અનેક…

Read More
2 6

સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ કર્યું કે રાફેલ ડીલ અંગે રજૂ થયેલા તથ્યો પર વિચાર કરતા પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ અંગે નિર્ણય કરશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ સંજય કિશન કૌલ અને જસ્ટીસ એમ.જોસેફની બેન્ચે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાઓ અંગેની સુનાવણી પૂર્ણ કરી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરનારા અરજદારોએ ગેરકાયદે વિશિષ્ટ ગોપનીય દસ્તાવેજો હાસલ કર્યા છે અને તેને રાફેલ ડીલ અંગે આધાર બનાવી શકાય નહીં. આ અંગે હવે પછી માલૂમ પડશે કે સુપ્રીમ કોર્ટ ક્યારે આ અંગે આદેશ આપે છે. રાફેલ અંગે અરજી દાખલ કરનારા અરજદારોને સુપ્રીમ કોર્ટ કહ્યું…

Read More