Author: Satya Day News

bjp 2

અમરેલી જિલ્લાના લાઠી-બાબરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પછી કોંગ્રેસમાં જતા રહેલા હનુભાઈ ધોરાજીયા ફરીથી ભાજપમાં જોડાયા છે. ધારણા પ્રમાણે ભાજપ લોકસભાની જે બેઠક પરથી હારવાનું હતું તે તમામ બેઠક પર પક્ષાંતર કરાવીને કોંગ્રેસને નબળી પાડવી જેમાં અમરેલી પણ છે. ઉપરાંત જુનાગઢ, સુરેન્દ્રનગર અને જામનગર બેઠકનો પણ સમાવેશ થાય છે. જેમાં હવે અમરેલીમાં ભાજપે પક્ષાંતર શરૂ કરાવ્યું છે. હનુ ધોરાજીયા પહેલાં ભાજપના જ હતા તેથી તેમની ઘરવપસી થઈ છે. 2007માં હનુભાઈ ભાજપની ટિકિટ પરથી બાબરા લિલિયા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. પણ ભાજપે 2012માં વિખવાદોના કારણે તેમને ટિકિટ આપી ન હતી. તેથી તેઓ કોંગ્રેસમાં જતાં રહ્યાં હતા અને ભાજપ સામે કામ…

Read More
bjp 3

ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિમિશ ઘેલાણીએ નગરપાલિકાના પ્રમુખ પર વિકાસના કામો નહીં કરવા દેતા હોવાના આક્ષેપો લગાવીને રાજીનામું આપી દીધું છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે આંતરીક વિખવાદ સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ પર આક્ષેપો કરતા નિમિશ ઘેલાણીએ કહ્યું છે કે, નગરપાલિકાના પ્રમુખ અને તેના પતિ દ્વારા કોઈપણ પ્રજાલક્ષી કામ કરવામાં આવતા નથી. નગરપાલિકાના પ્રમુખને વારંવાર જનતાના કામો કરવાની અપીલ કરવામાં આવે છે છતાં પણ જનતાના એક પણ કામ થતા નથી. નગરપાલિકાના પ્રમુખ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. 20 ફેબ્રુઆરી 2018માં ભાણવડ નગરપાલિકાનો એક અજબ કિસ્સો ચૂંટણી પંચની ગાંધીનગરની કચેરી સમક્ષ આવીને પડ્યો…

Read More
reshma1

ભાજપના આક્રમક મહિલા નેતા અને પાટીદાર અનામત આંદોલનથી લાઈમ લાઈટમાં આવેલા રેશ્મા પટેલ હવે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી ચૂક્યા છે. તેઓ પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને રાજકોટના ઉપલેટાને ચૂંટણી પ્રચાર માટે મુખ્ય કેન્દ્ર બનાવ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. રેશ્મા પટેલે જણાવ્યું છે કે 2019ની લોકસભાની ચૂંટણીના સંગ્રામની તૈયારી સમગ્ર દેશમાં શરૂ થઈ ચૂકી છે. તમામ દેશવાસી અને રાજકીય દળોને શૂભકામના આપી જણાવવાનું કે હું પોરબંદર લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવી રહી છું. ભાજપની તાનાશાહી માનસિક્તા અને કૂટનીતિઓ વિરુદ્વ હું લડવા જઈ રહી છું. આ માટે પોરબંદર લોકસભા વિસ્તારમાં પ્રચાર-પ્રસારનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે…

Read More

લોકસભા ચૂંટણી પૂર્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપ પોતાનું ઘર સરખું કરવા લાગી ગયો છે. ખાસ કરીને હાર્દિક પટેલના ડરથી ભાજપ દ્વારા ઉપરાછાપરી ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ભગવો ખેસ ધારણ કરી લીધા બાદ આજે લાઠીના પૂર્વ ધારાસભ્યની ઘર વાપસી થઈ છે. ગાંધીનગર ખાતે ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લાઠીના પૂર્વ ઘારાસભ્ય હનુભાઈ ધારાજીયાનું સ્વાગત કર્યું હતું. હનુભાઈ ધોરાજીયા ભાજપની ટીકીટ પરથી જ ધારાસભ્ય બન્યા હતા અને બાદમાં ટીકીટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ કોંગ્રેસે હનુભાઈ ધોરાજીયાને ક્યારેય ટીકીટ આપી ન હતી. ભાજપમાંથી જ ધારાસભ્ય બનેલા હનુભાઈ ધોરાજીયા અત્યાર સુધી ખૂણામાં…

Read More
2 4

આગામી લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ગુરુવારે મોટો ઝટકો લાગ્યો છે. કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ટોમ વડક્કને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની ઉપસ્થિતિમાં ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો. વડક્કને ભાજપમાં જોડાતાની સાથે જ પુલવામા હુમલા અંગે કોંગ્રેસના રવૈયાની ટીકા કરી અને કોંગ્રેસના નેતાઓની આકરી ટીકા કરી. વડક્કન કેરળના વરિષ્ઠ નેતા છે અને સોનિયા ગાંધી જ્યારે પ્રમુખ હતા ત્યારે તેઓ કોંગ્રેસના પ્રવક્તાની જવાબદારી નિભાવતા હતા. ભાજપમાં સામેલ થયા બાદ ટોમ વડક્કને કહ્યું કે મેં કોંગ્રેસ પાર્ટીને એટલા માટે છોડી કે જ્યારે પાકિસ્તાની આતંકીઓએ આપણી જમીન પર હુમલો કર્યો ત્યારે પાર્ટીનું રિએક્શન સારું ન હતું. આનાથી મને સખત આઘાત લાગ્યો હતો. અત્રે…

Read More
modi 2

પુલવામા હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે મસુદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો યુનોની સિક્યોરીટી કાઉન્સીલમાં અનુરોધ કરતાં ફ્રાન્સ, જર્મની જેવા દેશોએ મસુદ વિરુદ્વ પ્રસ્તાવ લાવ્યો અને ચીનો ચોથીવાર વીટો વાપરી મસુદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો વીટો વાળી દેતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના ગુજરાતમાં ઝૂલે ઝૂલવાને લઈ ટવિટ કરી સવાલ ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ ટવિટ કરી લખ્યું કે વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગથી ડરે છે. ભારત વિરુદ્વ ચીન જ્યારે પણ કોઈ હરકત કે એક્શન કરે છે ત્યારે વડાપ્રધાન મોદી કશું પણ બોલતા નથી. રાહુલ ગાંધી ટવિટ કરીને લખ્યું કે વડાપ્રધાન મોદી ગુજરાતમાં જિનપિંગ સાથે…

Read More
chabil

કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યાકેસમાં ભાગતા ફરતાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અમદાવાદમાં સીટ સમક્ષ નાટકીય રીતે હાજર થયો હતો. છબીલ પટેલ પર ભાનુશાળીની હત્યા કરવાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. છબીપલ પટેલની સાથે વાપીની મહિલા મનિષા ગોસ્વામી પણ આરોપી છે. હત્યાના દિવસથી છબીલ પટેલ ગાયબ હતો અને વિદેશમાં ભાગી ગયો હોવાનું પોલીસની તપાસમાં ખૂલવા પામ્યું હતું. છબીલ પટેલ વિદેશ આવતાં જ પોલીસે તેને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી લીધો હતો. એવું કહેવાય છે કે છબીલ પટેલે પોલીસ સમક્ષ સરન્ડર કર્યું છે. ભાનુશાળી હત્યાકેસમાં સીટ દ્વારા પાંચ જેટલા આરોપીઓની ધરપકડ અત્યાર સુધીમાં થઈ ચૂકી છે. ચારેક દિવસ પહેલાં…

Read More
masood 3

ફરી એક વાર ચીને જૈશના ચીફ આતંકી મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાંથી બચાવી લીધો છે. ચીને યુનોમાં પોતાના વિટો પાવરો ઉપયોગ કર્યો છે. મહત્વની વાત એ છે કે યૂકે, ફ્રાન્સ અને જર્મની મસુદ અઝહરની વિરુદ્વમાં પહેલેથી જ હતા. પુલવામા હુમલામાં મસુદને માસ્ટર માઈન્ટ હતો અને હાલ તે પાકિસ્તાનમાં છે. યુનોની સિક્યોરીટી કાઉન્સીલમાં ચોથી વાર ચીને વિટો પાવરનો ઉપયોગ કર્યો છે. નોંધનીય છે કે મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર રોક લગાવવા માટે ચીન પાસે આજે રાત્રે 12.30 વાગ્યા સુધીનો જ સમય હતો. મસુદ અઝહરે પુલવામામાં આતંકી હુમલો કરાવ્યો હતો જેમાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. આ…

Read More
ગલ્ગો

ભારત દ્વારા પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે પણ પાકિસ્તાન દ્વારા પુંછ વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ સીવાય ભારતીય વાયુસેનાએ ભારતની સરહદમાં પાકિસ્તાનના બે યુદ્ધ વિમાન દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે. બોર્ડર નજીક ભારતીય વાયુસેનના રડાર પર ગઇ કાલે રાત્રે 2 પાકિસ્તાની લડાકૂ વિમાનને પકડી પાડવામાં આવ્યા હતા. આ વિમાન બોર્ડર નજીક પૂંછ વિસ્તારમાં આ લડાકૂ વિમાનને ભારતીય વાયુસેનાના રડાર પર જોવા મળ્યા હતા. આ બાબતે સરહદ પર ભારતીય સેનાને અલર્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનના યુદ્ધ વિમાન એટલી ઝડપથી ઉડી રહ્યા હતા કે જેનાથી ક્ષત્રમાં ગોઠવામાં આવેલા સાઉંડ બેરિયર પણ તોડી પાડવામાં આવ્યા હતા.…

Read More
3 1

કચ્છના લખપત તાલુકાના રણ પાસે જૂના ખટિયા ગામે ઉત્ખનન દરમિયાન 250થી વધુ માનવ કંકાલ ધરાવતું 5000 વર્ષ પુરાણું કબ્રસ્તાન મળી આવ્યું છે. ગુજરાતમાં આટલું જૂનું પહેલું મળી આવ્યું છે. કચ્છના ધોળાવીરા પછી વિશ્વની બીજી અતિ પ્રાચીન સાઇટ છે. જે બતાવે છે કે ગુજરાતમાં લોકોને અગ્નિસંસ્કાર કરાતા ન હતા પણ જમીનમાં દાટવામાં આવતાં હતા. જેમાં 26 કબર ખોદી ઓળખી છે. માનવ કંકાલની દિશા પૂર્વ-પશ્ચિમ છે, જેમાં માથું પૂર્વ તરફ છે. બાળકોના કંકાલ પણ છે. આ કબ્રસ્તાન હડપ્પીયન સંસ્કૃતિનું હોવાનું મનાઈ રહ્યું છે. એક કબરમાંથી પુરું હાંડપીંજર મળી આવ્યું છે બાકીની 26માંથી તમામના હાડપિંજર તૂટેલા ફૂટેલા મળી આવ્યા છે. તેનો મતલબ કે…

Read More