Author: Satya Day News

bahnubhai

ભાનુભાઈ વણકરના આત્મ વિલોપન બાદ ગુજરાત સરકારના મુખ્ય સચિવ વતી લેખિત ખાત્રીમાં રાજ્ય સરકાર દ્વારા દલિત કાર્યકર્તાઓ સામે દાખલ થયેલ ફોજદારી કેસ પરત ખેચવાની માંગ કરાઈ હતી. જે પૂરી ન થતાં ગુજરાત સરકારના છ ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે. 15 ફેબ્રુઆરી 2018ના રોજ પાટણ કલેકટર કચેરી ખાતે અનુસુટચિત જાતિના દલિત ભાનુભાઈ વણકર દ્વારા જમીનના પ્રશ્ને જાતે સળઘી જઈને આત્મ વિલોપન કર્યું હતું. 16મીએ તેમનું અવસાન થયું હતું. સરકારે કરેલ અન્યાય સામે તેમના પરિવારજનો અને દલિત સમાજ દ્વારા વિરોધ નોંધાવી મુખ્ય સચિવને સંબોધીને માંગણીઓ રજુ કરવામાં આવી હતી. જે અંગે 18 ફેબ્રુઆરી 2018ના રોજ ગુજરાત સરકાર…

Read More
narayan

(દિલીપ પટેલ દ્વારા): ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલે 10 જાન્યુઆરી 2019માં કેન્દ્રીય રેલ પ્રધાન પર રૂ.200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મુક્યા બાદ તેમના સ્થાને નવી નેતાગીરી ઊભી કરવા માટે દિલ્હીથી નરેન્દ્ર મોદીએ નિર્ણય લઈને કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલને ભાજપમાં લેવા ઝડપ કરી હતી. આમ કેન્દ્રની ભાજપ સરકાર પર ભાજપના જ નેતાએ ભ્રષ્ટાચારના આરોપો મૂકતાં કોંગ્રેસમાંથી નેતાગારી ઉછીની લેવાનું ઓપરેશન હાથ ધરીને આશા પટેલ જે કહે તે શરતો માની લેવામાં આવી હતી. 17 ફેબ્રુઆરી 2019થી ઊંઝા ખાતે રેલ રોકો આંદોલન કરવાની ચીમકી નારણ પટેલે આપી હતી. આખાબોલા નારણ પટેલે મોદી સરકારને પત્ર લખીને આરોપ મૂક્યો હતો કે, ઉંઝાનું જૂનું રેલવે સ્ટેશન…

Read More
kasmir 1

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ જમ્મૂ બંધ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 12 લોકો ઈજા પામ્યા હતા. સંખ્યાબંધ વાહનોને આગ ચાંપવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આર્મીએ સ્થાનિક પોલીસ પ્રશાસનને મદદ કરવા માટે અપીલ કરી છે. જ્યારે પોલીસે કોમી રમખાણોની દહેશતને પગલે સમગ્ર જમ્મૂ સિટીમાં કરફ્યુ લાગી કરી દીધો છે. અધિકારીક રીતે જણાવવામાં આવ્યું છે કે જમ્મૂ સંપૂર્ણ બંધ રહ્યું હતું. રસ્તા પર ટ્રાફીક ન હતું અને દુકાનો પણ બંધ રહી હતી. જમ્મૂમાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શનો થયા હતા. ખાસ કરીને જમ્મૂના જ્વેલ ચોક, પુરાની મંડી, રેહરી, શક્તિનગર, પક્કા ડાંગા, જાનીપુર, ગાંધીનગર અને બખ્શીનગર જેવા વિસ્તારોમાં મોટાપાયા પર પથ્થરમારો અને…

Read More
pulawama 1

જમ્મુ-કાશ્મીર હાઈવે પર પીઓકે નજીકના પુલવામા જિલ્લાના લેથપોરા વિસ્તારમાં કાર બોમ્બ ધડાકામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અર્ધલશ્કરી દળના વધુ ચાર જવાનોએ બદમીબાગ, શ્રીનગરમાં આવેલી લશ્કરની 92 બેઝ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આની સાથે શહીદ જવાનોની સંખ્યા 48 પર પહોંચી ગઈ છે. જમ્મૂ-કાશ્મીરના પૂલવામામાં ગુરુવારે CRPF જવાનોનાં કાફલા પર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. જ્યારે 40થી વધુ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત પૈકી વધુ ચાર જવાનોએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા શહીદ જવાનોનો આંક 48 પર પહોંચી ગયો છે. ઈજાગ્રસ્તો પૈકી 15 જવાનોની સ્થિતિ ગંભીર છે. જ્યારે ત્રણ જવાનો હજુ પણ…

Read More
modi

પુલવામા આતંકવાદી હુમલા અંગે પાડોશી દેશ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે આવા હુમલા કરીને ભારતને કમજોર કરી શકશે નહી. હુમલાના ગુનેગારોએ આકરી કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે તિરંગામાં લપેટાયેલા સીઆરપીએફના જવાનોના પાર્થિવ શરીરની રાહ જોઈ રહેલા પરિવારજનોની પીડા અને દેશભરમાંથી જઘન્ય હુમલા વિશે લોકોની લાગણીમાં આવેલા ઉછાળને સમજું છું. સુરક્ષા દળોને આગળની કાર્યવાહી કરવા માટે છુટ્ટોદોર આપી દેવામાં આવ્યો છે. સમય, સ્થળ અને કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે આતંકી સંગઠનો અને તેમના આકાઓએ જે હેવાનિયત બતાવી છે તેની તેમને આકરી કિંમત ચૂકવવી પડશે. હુમલાના કારણે દેશમાં આક્રોશ…

Read More
rajpath

વસ્ત્રાપુર પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના ઘાટલોડિયામાં રહતા અમિત પટેલ એસ જી હાઇવે ખાતે આવેલી નામાંકિત રાજપથ ક્લબના મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની ક્લબમાં જ કામ કરતા એક ક્લાર્કે ખોટી રીતે દસ્તાવેજો તૈયાર કરી ખોટા રેકોર્ડ ઉભા કરી અને ગેરકાયદેસર રીતે 20 જેટલા લોકોને કલબની મેમ્બરશીપ વેચીને 1.65 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદ મુજબ રાજપથ ક્લબમાં હાલ 14000 કરતાં પણ વધુ મેમ્બરો છે. છેલ્લા કેટલાક વર્ષથી કામ કરતો હિતેશ દેસાઈ કે જે મકરબા રોડ વેજલપુર ખાતે રહે છે. તે વર્ષ 2012માં ક્લાર્ક તરીકે જોડાયો હતો. વર્ષ 2015માં તેને હ્યુમન રિસોર્સ…

Read More
11

ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપને સરખી બેઠકો મળી હતી. તેથી ભાજપ દ્વારા તોડફોડની રાજનીતિ કરવામાં આવી હતી. કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાઇને આવેલા પ્રવિણ પટેલ બળવો કરીને ભાજપમાં જોડાઇ જતાં તેમને મેયર પદ સોંપવામાં આવ્યું હતું. ફરી એક વખત ભાજપના મેયર બનાવવા માટે ખેલ શરૂ થયા છે. અગાઉ પણ બે વખત ભાજપે ગાંધીનગર શહેરની સત્તા મેળવવા માટે પક્ષાંતર કરાવ્યું હતું. ગાંધીનગરના મેયરે રાજીનામું આપી દીધું છે. ગુજરાતનું રાજકારણ કઈ તરફ જઈ રહ્યું છે તે, રાજીનામું આપવા પાછળના કારણો છતા કરે છે. ગુજરાતનો કોઈ નાગરિક શરમ અનુભવે એવા ખેલ પાટનગરમાં ખેલવામાં આવ્યા છે. પ્રવિણ પટેલનો પક્ષપલટો 7 મે 2016માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની…

Read More
pulawama

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 44 જવાનોએ શહીદી વહોરી છે ત્યારે દેશભરમાં આતંકવાદી હુમલાને લઈને જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ આ હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે લોકોમાં ભારોભાર લાગણી જોવા મળી રહી છે જેને લઇને ગુજરાત અને અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદના મણિનગર ઘોડાસર વિસ્તારમાં  આવકાર હોલ સામે આવેલા ગુરુનાનક ચંદ્રકેતુ પંડયા અંગ્રેજી સ્કુલ (GNC) ના વિદ્યાર્થીઓએ ગુલાબની પાંદડીઓથી શ્રધ્ધાંજલિનુ ફોર્મેશન બનાવીને કેન્ડલથી પ્રગટાવી વિશેષ ભાવાંજલિ આપી. સામાજિક કાર્યકર હર્ષદ પટેલે કહ્યું છે કે ‘આ પ્રકારે કાયરતા પૂર્ણ હુમલો નિંદનીય છે. આ તત્વોને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. શાસક પક્ષ કે…

Read More
surat 4

સામાન્ય રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં યુવા- યુવતીઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતી હોય છે . પરંતુ , આજે અહીં સુરતની પ્રસિદ્ધ ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ આઈડીટી દ્વારા એક નવા અને અનોખા વિચાર સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે એક અનોખા અને તદ્દન નવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત આઈડીટીના વિદ્યાર્થીઓ અને અગ્રવાલ યુવા સંગઠનના સભ્ય યુવાઓએ સાથે મળીને સુરતના નવા એટલેકે ફર્સ્ટ ટાઈમ વોટર ( સૌ પ્રથમ વાર મતદાન કરવા માટે અધિકૃત ) યુવાનો અને યુવતીઓને ગુલાબનું ફૂલ આપીને રાષ્ટ્ર પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા મતદાન કરવા માટે અપીલ કરી હતી. સાથે સાથે પોતાની જવાબદારી નિભાવવાનો અનુરોધ કર્યો હતો અને આમ…

Read More
bjp 4

જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફની બસ પર કાર બોમ્બનો આત્મઘાતી હુમલો થયો અને તેમાં 44 જેટલા જવાનો શહીદ થયા ત્યાર સમગ્ર દેશમાં ઘટનાને પગલે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પંરતુ સુરતમાં ભાજપના યુવા નેતા મોનિલ ઠાકરે આતંકી હુમલાના વિરોધમાં રેલી કાઢી હતી. સુરતના યુવા ભાજપ દ્વારા રેલી કાઢવામાં આવી અને જવાનોને શ્રદ્વાંજિલ આપવામાં આવી પરંતુ સાથો સાથ રેલીમાં નમો અગેઈનની ટી-શર્ટ દ્વારા નરેન્દ્ર મોદીનો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો. ભાજપના દરેક કાર્યકરો નમો અગેઈનની  ટી-શર્ટ પહેરી હતી. આ રેલીમાં કોલેજના યુવાઓએ મોટી સંખ્યામાં આમંત્રિત કરાયા હતા.રેલીના બેનરમાં 14 ફેબ્રુઆરી ને બ્લેક…

Read More