સામાન્ય રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં યુવા- યુવતીઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતી હોય છે .
પરંતુ , આજે અહીં સુરતની પ્રસિદ્ધ ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ આઈડીટી દ્વારા એક નવા અને અનોખા વિચાર સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે એક અનોખા અને તદ્દન નવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત આઈડીટીના વિદ્યાર્થીઓ અને અગ્રવાલ યુવા સંગઠનના સભ્ય યુવાઓએ સાથે મળીને સુરતના નવા એટલેકે ફર્સ્ટ ટાઈમ વોટર ( સૌ પ્રથમ વાર મતદાન કરવા માટે અધિકૃત ) યુવાનો અને યુવતીઓને ગુલાબનું ફૂલ આપીને રાષ્ટ્ર પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા મતદાન કરવા માટે અપીલ કરી હતી. સાથે સાથે પોતાની જવાબદારી નિભાવવાનો અનુરોધ કર્યો હતો અને આમ કરીને રાષ્ટ્ર પ્રત્યે પોતાનો પ્રેમ અને લોકશાહી પ્રત્યેની પોતાની કર્તવ્યનિષ્ઠા અને જવાબદારી નિભાવવાની અમૂલ્ય તક ઝડપી લેવાનો અનુરોધ કર્યો હતો.