આતંકવાદને લઈ ભારત તરફથી કડકાઈ દર્શાવવામાં આવતા પાકિસ્તાને જૈશે મહોમ્મદના આતંકી મસુદ અઝહરના ભાઈ મૂફ્તી અબ્દુલ રઉફની ધરપકડ કરી છે. આ ઉપરાંત પાકિસ્તાને પ્રતિબંધિત સંગઠનોનાં અન્ય 44 લોકોને પણ પકડી લીધા છે. UNSCમાં મસુદ અઝહર પર પ્રતિબંધ મૂકવાની અંતિમ તારીખ 13મી માર્ચ છે. ભારત તમામ પંદર સભ્યોના સંપર્કમાં છે જેમાં ચીન પણ સામેલ છે અને ભારત આ અંગે આ વખતે ખૂબ જ આશાન્વિંત છે. બાલાકોટ હુમલા બાદ ભારતે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર વધુમાં વધુ દબાણ આણવાની કોશીશ કરી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે પાકિસ્તાન મધ્યસ્થા માટે તમામ દેશો પાસે ગયો પરંતુ ક્યાંય પણ તેની દાળ ગળી નથી. ભારતે કહ્યું…
કવિ: Satya Day News
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના ધારાસભ્ય પદ છિનવી લેવાના નિર્ણયને કોંગ્રેસે કોર્ટમાં પડકારવાની તૈયારી શરૂ કરી દીધી છે. જે પ્રકારે સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આનન-ફાનનમાં નીચલી કોર્ટના આદેશને લઈ ધારાસભ્ય વિરુદ્વ કાર્યવાહી કરતા છંછેડાયેલી કોંગ્રેસ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહી છે. પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે સ્પીકર દ્વારા લેવાયેલા ભગવાન બારડના ધારાસભ્ય પદ અંગેના નિર્ણયને કોંગ્રેસ હાઈકોર્ટમાં ચેલેન્જ કરશે. નીચલી અદાલતનો નિર્ણય હતો અને તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમા અપીલ કરી શકાય એમ છે અને કોંગ્રેસના ધારાસભ્ય માટે કોંગ્રેસ કાયદાકીય લડત આપવા સુસજ્જ થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ ટેલિફોન…
ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે, ત્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. જોકે ધારાસભ્યને વડી અદાલતમાં જઈને અપીલ કરવાની મંજૂરી આપી શકાય તેમ હતી તેમ છતાં તેમ કરવાનું પગલું ભરાયું નથી. જ્યારે ભાજપના જ ધારાસભ્ય બાબુ બોખિરીયાને અદાલતે સજા કરી ત્યારે તેમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું ન હતું. તેઓ તો જેલવાસ પણ ભોગવી આવ્યા હતા. ભાજપના ધારાસભ્ય બાબુ બોખિયરીયાના ગુના કેવા છે ? કૃષિ પ્રધાન વખતે જંગલની ખનિજ જમીનનો કેસ ભાજપના સૌરાષ્ટ્રના નેતા અને ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન બાબુ બોખીરીયા અને તેમના…
પીઓકે સ્થિત બાલાકોટમાં જૈશે મહોમ્મદના અડ્ડાઓ પર ભારતીય વાયુસેના દ્વારા એરસ્ટ્રાઈક અંગે મહત્વનો ખુલાસો થયો છે. નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(NTRO)એ દાવો કર્યો છે કે વાયુસેનાના હુમલા પૂર્વે જૈશના કેમ્પની આસપાસ 300 કરતાં પણ વધુ મોબાઈલ ફોન ચાલુ જોવા મળ્યા હતા. ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનનાં ખૈબર-પખ્તુન પ્રાંતમાં ટારગેટ નક્કી કરવા માટે NTROને જવાબદારી સોંપવામાં આવી હતી. NTROએ સર્વેલન્સ શરૂ કર્યું હતું. આ દરમિયાનમાં સૂચના મળી હતી કે આતંકીઓ બાલાકોટમાં સંતાયેલા છે.આ સૂચનાના પગલે અને બાલાકોટમાં એક્ટિવ મોબાઈલ ફોનના કારણે ભારતીય વાયુસેનાએ આતંકી અડ્ડાઓ પર 1000 કિલો બોમ્બ ફેંક્યા હતા. આ કાર્યવાહી બાદ ભારતે દાવો કર્યો કે આતંકી અડ્ડાઓને તબાહ કરવામાં આવ્યા…
અમદાવાદ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટના ઉધ્ધાટન દરમિયાન બે નેતાઓના અલગ અલગ ફોટો કેમેરામાં કૈદ થયા છે. આમ તો આખાય કાર્યક્રમ દરમિયાન બન્ને નેતાઓ એક જ વખત વાત કરતા જોવા મળ્યા અને જ્યાં જરૂર પડી ત્યાં બન્ને એક બીજાથી વિરુદ્વ દિશામાં મોઢું કરીને ઉભેલા જોવા મળ્યા હતા. અમદાવાદ મેટ્રો ટ્રેનના ઉધ્ધાટનની નિમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ કાપી નાંખવામાં આવ્યા બાદ આશ્ચર્ચજનક રીતે નીતિન પટેલ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. નીતિન પટેલની ધરાર હાજરીથી જ્ઞાતવ્ય થાય છે કે નીતિન પટેલ પોતાની બાદબાકીને આસાની લઈ રહ્યા નથી અને સરકાર હોય કે સીએમ હોય નીતિન પટેલની અવગણના કરી શકાતી નથી. નિમંત્રણ પત્રિકામાંથી નામનો છેડ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેરીટેજ સિટી અમદાવાદને આજે મેટ્રો ટ્રેનની ગિફટ આપી હતી. એપેરલ પાર્કથી વસ્ત્રાલ સુધી મુસાફરી પણ કરી હતી. આ સાથે જ અમદાવાદની કાયાપલટ થવા પામી છે. વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યાપાલ ઓપી કોહલી પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મેટ્રો ટ્રેનનો 31મી જાન્યુઆરીએ ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. એપેરલ પાર્ક ખાતે કરવામાં આવ્યો 900 મીટરનો ટ્રાયલ રન કરાયો હતો. અમદાવાદીઓનું સ્વપ્નું સાકાર થયું છે. વિગતો મુજબ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 અંતર્ગત પ્રથમ ટ્રેન પહેલી જાન્યુઆરીએ અમદાવાદ આવી હતી અને હાલ તેનું ટ્રાયલ તથા અન્ય પાસાઓની કામગીરી એપેરલ પાર્ક ડેપો ખાતે…
જસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશના મંદિરનું ખાતમુહુર્ત કરતા વડાપ્રધાન મોદીએ આધ્યાત્મિક ચેતના અંગે કહ્યું કે આજે વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો છે. પોતાના સંબોધનમાં તેમણે છગનબાપાને યાદ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ઉમિયા ધામ ખાતે કડવા પાટીદારોને સંબોધ કર્યું હતું અને કહ્યું હતું કે 2019માં પણ હું જ પાછો આવવાનો છું, ચિંતા ન કરતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિશ્વભરમાં આજે યોગની બોલબાલા છે. ઋષિ-મૂનિઓ અને સંતો-મહંતો દ્વારા યોગ તો પૂરાતનકાળથી ચાલી આવી રહ્યો હતો મેં તો માત્ર વિશ્વને રસ્તો બતાવ્યો છે. આજે વિશ્વે યોગનું મહત્વ સમજ્યું છે. આધ્યાત્મિક ચેતનાનાં સંચારના કારણે જ આજે વિશ્વ ઉમિયા ધામનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે.…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજના મહાશિવ રાત્રીના અવસરે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા વિશ્વ ઉમિયા ઘામના મંદિરની આધારશીલા મૂકી હતી. આ ઉપરાંત અનેક પ્રોજેક્ટનું ઉધ્ધાટન પણ કર્યું. જામનગર-બાંદ્રા વચ્ચે ચાલનારી હમસફર એક્સપ્રેસને લીલીઝંડી પણ બતાવી હતી. જામનગર ખાતે લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુજરાત હંમેશ ગુરુ પરંપરા સાથે ચાલ્યું આવ્યું છે. હવે આ પરંપરાને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ સાથે સાંકળી લેવામાં આવી છે. 750 બેડની હોસ્પિટલના નવા બિલ્ડીંગને ખૂલ્લું મૂક્યું હતું. આ ઉપરાંત સૌની યોજનાનાં વિવિધ પ્રોજેક્ટ સહિત આજી-3થી ખીજડીયા સુધીની 51 કિ.મી સુધીની પાઈપ લાઈનનું ખાતમુહુર્ત કર્યું હતું. તેમણે કહ્યું કે…
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી મૌલાના મસુદ અઝહરના મોતની અટકળો ચાલી રહી છે. મીડિયા રિપોર્ટસમાં જણાવાયું છે કે આતંકી સંગઠન જૈશે મહોમ્મદના ચીફનું લીવરની બિમારીના કારણે મોત નિપજ્યું છે. એવું મનાય છે કે ભારત દ્વારા થયેલી એર સ્ટ્રાઈકમાં મસુદ અઝહર માર્યા ગયો હોવાના બિન સમર્થિત અહેવાલો પણ મળી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે તે ભારતની એર સ્ટ્રાઈકમાં મસુદ અઝહર ગંભીર રીતે ઈજા પામ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું છે. આ તમામ અહેવાલો અંગે હજુ સુધી કોઈ સમર્થન મળી રહ્યું નથી. અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ અઝહર ગંભીર…
ગુજરાત સરકારની રચના ટાણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલેની ખાતા ફાળવણીમાં તેમના રિસામણા ભાજપ માટે ધર્મસંકટ ઉભું કર્યું હતું. આ પ્રકરણમાં ઘી આખરે ખીચડીમાં પડ્યું અને નીતિન પટેલના રિસામણાને મનામણામાં ફેરવી મનગમતું ખાતું આપવામાં આવ્યું. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક વખત નીતિન પટેલની સરેઆમ હાંસી થાય તે રીતે તેમની વિવિધ કાર્યક્રમોમાંથી બાદબાકી કરવામાં આવતી રહી છે. અમદાવાદ ખાતે ચોથી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપવાના છે ત્યારે આમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. આ પહેલી વખત બન્યું નથી કે નીતિન પટેલની બાદબાકી કરવામાં આવી હોય. આ આમંત્રણ પત્રિકામાં વડાપ્રધાન મોદી ઉપરાંત, રાજ્યપાલ, મુખ્ય મંત્રી, કેન્દ્રી…