કવિ: Satya Day News

વલસાડના કર્મશીલ કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા સી.આર.ખરસાણને ઈ-મેઘ-અર્લી વોર્નીગ સિસ્ટમ પ્રોજેક્ટ માટેના એવોર્ડ આપવા પસંદગી કરવામાં આવી છે. કલેક્ટર ખરસાણ દ્વારા આ પ્રોજેક્ટ અંગે કરવામાં આવેલી નોંધનીય કામગીરીને જ્યૂરી દ્વારા બિરદાવવામાં આવી છે. પ્રથમ ઈન્ડીયન એક્સપ્રેસ એક્સલન્સ ઈન ગવર્નન્સ એવોર્ડ માટે ઈન્ક્લૂઝીવ કેટેગરીમાં ઈ-મેઘ-અર્લી વોર્નીગ સિસ્ટમ પ્રોજેક્ટ સિસ્ટમ માટે વલસાડના કલેક્ટર સી.આર.ખરસાણની પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ પાછલા બે વર્ષ દરમિયાન કરવામાં આવેલી અનુકરણીય કામગીરી બદલ દેશભરના જિલ્લા કલેક્ટરોની સમીક્ષા કરી આપવામાં આવે છે. ખાસ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને આ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ એવોર્ડ માટે 250 કરતાં પણ વધુ અરજીઓ આવી હતી.…

Read More

વિશ્વભરમાં આજે વેલેન્ટાઈન ડે ની ઉજવણી થઈ રહી છે.  અલબત્ત દેશભરમાં  ઘણી જગ્યાઓ સહિત ગુજરાતમાં પણ હિન્દુ સંગઠનો દ્વ્રારા પાશ્ચાત્ય સંસ્કૃતિ ના આંધળા અનુસરણ નો વિરોધ કરવામાં આવ્યો છે. જોકે પોલીસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યકરો ની અટકાયત કરી છઅમદાવાદમાં પણ આજે હિન્દૂ સંગઠન બજરંગ દળ દ્વારા વેલેન્ટાઈન ડે જેવા પાશ્ચાત્ય સંસ્ક્રુતિના અનુકરણ અને લવ જેહાદના નામે યુવાધન ગેરમાર્ગે ન દોરાય એ માટે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. બજરંગ દળના સંયોજક જ્વલિત મહેતા અને કાર્યકરો એ શહેરની જુદી જુદી કોલેજો અને જાહેર સ્થળો ઉપર યુવાનો અને યુવતીઓને પત્રિકાઓ વહેંચી વેલેન્ટાઈન ડે થી અળગા રહી…

Read More

આવતીકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ઘરમપુર ખાતે રાહુલ ગાંધી જાહેરસભાને સંબોધન કરશે તો સાથો સાથ લોકોની સમસ્યાઓ જાણવાનો પણ પ્રયાસ કરવાના છે. ગુજરાતભરના 25 ખેડુત આગેવાનોને રાહુલ ગાંધીએ સમય ફાળવ્યો છે. ગુજરાતને ખેડુતો તેમની પડતી મુશ્કેલીઓ બાબતે રાહુલ ગાંધીને રજૂઆત કરવાના છે. સુરતના ખેડુત આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ખેડુતોની સ્થિતિ હાલ ખબૂ જ કફોડી બની ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને જમીનો લઈ લેવામાં આવી રહી છે. બૂલેટ ટ્રેન, રેલવે કોરિડોર અને ભારત માલા પ્રોજેકટ, એક્સપ્રેસ વે બનાવવામાં દક્ષિણ ગુજરાતના ખેડુતોની પારવાર જમીન સંપાદન કરવામાં આવી રહી…

Read More

સીંગદાણાની નિકાસમાં પણ ગુજરાતની મગફળી પ્રથમ પસંદગી છે. પરંતુ અફલાટોકસીન (ફુગ)નું પ્રમાણ નિકાસમાં અવરોધક છે. આ ફૂગ દાણામાં હોય તો દાણો કડવો લાગે છે. જેને ઝેરી માનવામાં આવે છે. બીજું સરકારી નીતિના કારણે પણ ગુજરાતમાં મગફળીના દાણાની નિકાસ વધવાના બદલે ઘટી રહી છે. સીંગમાંથી મશીન દ્વારા દાણા કાઢી લીધા બાદ જેમાં ખરાબ અને તુટેલા દાણા વિણસા માટે ગુજરાતમાં 1.20 લાખ લોકોને રોજગારી મળે છે. તેથી સીંગ દાણાં સાફ કરનારાઓ બેકાર બની રહ્યા છે. જો ભાજપની કેન્દ્ર સરકાર તુરંત પગલાં નહીં ભરે તો ગુજરાતનો પ્રતિષ્ઠિત સીંગગાણા ઉદ્યોગ મરી જશે. તે માટે ભાજપ સરકારના ગુજરાતના કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા જવાબદાર છે. 10…

Read More

મહીસાગર જિલ્લાના લુણાવાડા ગઢ ગામના સંત પાર્કમાંથી પસાર થતા પ્રાથમિક શિક્ષકને વાઘ દેખાતા તેનો વિડીયો તેમણે જાહેર કર્યો હતો.  તેથી મહીસાગર જિલ્લામાં વાઘ ફરતો હોવાની ચર્ચાને પુષ્ટિ મળી છે. વાઘ જોવા મળ્યો હતો તે વિસ્તારમાં વાઘના પંજાના નિશાન અને વાયરલ તસ્વીરના આધારે સમગ્ર જિલ્લા અને ત્રણ તાલુકાના અંદાજીત 45 ગામમાં 400થી વધુ કર્મચારીઓની અલગ અલગ ટુકડી બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વનવિભાગે તેની પુષ્ટિ માટે, સંભવિત સ્થાનો, જંગલ વિસ્તાર અને પાણી પીવાના સ્થાનો પર ફોરેસ્ટના કર્મચારી તૈનાત કરી નાઈટ વિઝન કેમેરા લગાવી દીધા હતા. 27 વર્ષ પછી વાઘ દેખાયો ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયો હતો પણ 27 વર્ષ પછી…

Read More

ગુજરાતમાં કડક દારૂબંધી નો અમલ તો છે જ, અલબત્ત ઘણાં અસામાજિક તત્વો ચૂંટણી માં દારૂનો ઉપયોગ સ્વસ્થ ચૂંટણીના વાતાવરણને ડહોળવા માટે કરતા હોય છે. પણ ચૂંટણી દરમિયાન આવા તત્વોને ઝબ્બે કરવા અમે એક્શન પ્લાન બનાવી રહ્યાં છીએ એમ, અમદાવાદના પોલીસ કમિશનર એ.કે.સિંગએ જણાવ્યું છે. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મંગળવારે અમદાવાદ કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મળેલી બેઠકમાં કલેકટરે દારૂબંધીના અમલ સંદર્ભે પોલીસને દારૂ વેચતા તત્વોને પકડી પાડવા તાકીદ કરી હતી. પોલીસ કમિશનર આ અંગે વધુમાં જણાવ્યું છે દરેક ચૂંટણી વખતે કોઈપણ અસામાજિક તત્વો કોઈપણ પ્રકારે સ્થિતિ નહીં તે જોવાની પોલીસની ફરજ છે. ચૂંટણીમાં ખાસ કરીને બુથ ઉપર સ્થિતિ ડહોળવા માટે…

Read More

મહીસાગર જંગલમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ હોવા પુરાવા મળતા જંગલખાતું હવે દોડતું થયું છે. જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા વાઘને કે વાઘના કારણે કોઈ પણ નાગરિકને નુકસાન ન થાય તે માટે સઘન જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે જંગલખાતાના જુદા જુદા ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે મીટીંગ યોજી હતી. તેમને વાઘના રહેવાના, પાણી પીવાના સ્થળોની આસપાસ જે કેમેરા ગોઠવ્યા હતા તેના સ્થળોમાં પણ હવે ફેરફાર કર્યો હોવાનું પણ સૂત્રો જણાવે છે. જંગલ ખાતાના અધિકારીઓ અને મહિસાગર ના જંગલો ની આસપાસ આવેલા ગામડા ના આગેવાનો સરપંચો અને પ્રમુખો ને ભેગા કરી અને તેમને સુરક્ષા અંગેના સૂચનો આપ્યા હતા આ માટેની…

Read More

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અનુસંધાને અમદાવાદ જિલ્લા કલેકલટર ડો વિક્રાંત પાંડેએ મંગળવારે સાંજે જિલ્લામાં 88 નાયબ મામલતદારોની બદલીના આદેશ આપ્યા છે. કલેકલટરે મંગળવારે સાંજે આપેલા આદેશ અનુસાર નાયબ મામલતદાર કેતકી પરીખ, એચ આર મિત્રા, ભારતી બેન પુરાણી, બી પી ચાવડા, ટી ડી શાહ અને વી બી પારેખ એ ખર્ચ નિયંત્રણ સેલ ઉપરાંત કલેકટરની સીધી સૂચના મુજબ ની કાર્યવાહી કરવાની રહેશે. તદુપરાંત નાયબ મામલતદાર  બી વી ચાવડા, ટી ડી શાહ અને વી બી પારેખએ ખર્ચ નિયંત્રણ સેલ ઉપરાંત હાલની કામગીરી પણ કરવાની રહેશે.

Read More

અમદાવાદના ચાંદખેડા ખાતે ભાજપ યુવા મોરચામાં સમાવેશ અંગે મંગળવારે એક દલિત યુવાનને માર મારતાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આમને સામને ફરિયાદ નોંધાઈ છે. અલબત આના પગલે ચાંદખેડા ભાજપ યુવા મોરચામાં ચાલતી આંતરિક ખટપટ  સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ચાંદખેડા માં સત્યમેવ હોસપીટલ પાસે ડભોડિયા પાન પાર્લર ચલાવતાં ગૌરાંગ આસોડિયા મંગળવારે તેમના પાર્લર પર હતા ત્યારે ચાંદખેડા ભાજપ યુવા મોરચાના મહામંત્રી કમલેશ ગોસ્વામી , મનોજ બબબર ,વિનોદ વ્યાસ , સહિત કુલ ચાર જણા આવ્યા હતા. અને યુવા મોરચા માં તમારો સમાવેશ નહીં થાય તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી હતી અને મામલો ઉગ્ર બનતાં મારામારી પણ થઈ હતી. આ અંગે ગૌરાંગ…

Read More

ગુજરાતના મહેસુલમંત્રી કૌશિક પટેલની તબિયત અચાનક લથડતા તેમને સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હાલ તેઓ તબીબોના નિરીક્ષણ હેઠળ છે. પ્રાપ્ત માહિતી મુજબ મહેસુલમંત્રી કૌશિક ભાઈ પટેલ છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત અસ્વસ્થ હતી. પરંતુ વધુ તબિયત બગડતાં તેમને શહેર ની સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડોક્ટરો એ તેમની સારવાર શરૂ કરી દીધી હોવાનું સૂત્રો જણાવે છે. પ્રાથમિક તપાસમાં તેમને ન્યુમોનિયાની અસર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે.

Read More