કવિ: Satya Day News

આ જગતમાં ખરેખર દિનદારી રીતે જીવી શકાય છે કે કેમ? જો તમે ખરેખર અલ્લાહથી ડરતા હો તો અંકલેશ્વરના મહેબુબભાઈ પોસ્ટવાલાની વીડિયો સાંભળશો તો દંગ થઈ જશો. મહેબુબભાઈ પોસ્ટવાલાએ એવું કામ કરી બતાવ્યું જે આજના જમાનામાં ભાગ્યેજ કોઈ કરીને બતાવશે. મેહબુબભાઈ અંકલેશ્વરમાં રહે છે અને તેઓ શ્રીમંત છે. લોકેને સખાવત કરતા રહે છે. દાન-ધર્મ કરી પૂણ્ય હાંસલ કરવાની દાનત સાથે જીવે છે. પરંતુ સાથો સાથે તેમણે અનેક લોકોને આર્થિક મદદ પણ કરી છે. લોકોને કર્જે હસનાહ આપતા રહે છે. આ કર્જે હસનાહ(વ્યાજ રહિત ઉધાર આપવું)ની રકમ અંદાજે પોણા ચાર કરોડ રૂપિયા હોવાનું ખુદ મહેબુબભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયો પરથી જણાઈ…

Read More

ભરૂચના જંબુસરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. નરી આંખે દેખાતી આગની જ્વાળા માત્ર આગ નથી ધ્યાનથી જુઓ તો આ આગમાં એક શખ્સ બળીને ખાખ થઇ ગયો છે, કંપનીમાં કામ કરતા શખ્સનું આગમાં આખું શરીર ભસ્મિભૂત થઇ ગયું છે, માત્ર શરીરનો હાથ અને માથું દેખાઈ રહ્યું છે. ઘટના કંઈક એવી છે કે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવેલ ક્રેશન ફાઉન્ડરી કંપનીમાં કામ કરતો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો આઝાદ કુમાર ધરમસિંહનું કંપનીના બોઈલર(ભટ્ટી)માં પડી જતા મોત થયું હતું. હવે સવાલ એ થાય છે કે આ વ્યક્તિ આગમાં કેવી રીતે પડી ગઈ. આ કોઈની ચીતા નથી બળતી પણ એક જીવિત વ્યક્તિ આગમાં…

Read More

ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની 90 ટકાથી લઈ 35 ટકા સુઘી બેઠકો ખાલી રહી છે. રાજ્યમાં એન્જીનીયરીંગ, ફાર્મસી,એમબીએ- એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જીનીયરીંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની 222667 જેટલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 222667 માંથી માંડ 109724 જેટલી બેઠકો ભરાઈ છે. જ્યારે 1લાખ 12 હજાર 943 બેઠકો ખાલી રહી છે. આમ પ્રોફેશનલ કોર્ષની ઓવર રોલ 49 ટકા બેઠકો જ ભરાઈ છે જ્યારે 51 ટકા બેઠકો ખાલી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને વિભાવરી દવે સદંતર નિષ્ફળ રહ્યાં છે. સરકારી બેઠકોમાં…

Read More

શંકરસિંહ વાઘાલા એનસીપીમાં આવ્યા બાદ એનસીપીની પનોતી શરૂ થઈ છે. એનસીપીના પ્રમુખ જયંત બોસ્કી સામે ગુના નોંધાયા બાદ હવે એક પ્રમુખ પણ એનસીપીએ ગુમાવવા પડ્યા છે. દામનગર પાલિકામાં એનસીપીના પ્રમુખપદે ગોબર નારોલા હોય તેઓ આજથી 2 મહિના પહેલા ઢસા પોલીસને હાથે જુગાર રમતાં ઝડપાયા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેથી ગાંધીનગર ખાતેના પાલિકા કમિશ્‍નરે ગોબર નારોલાને પ્રમુખપદેથી બરતરફ કરી દીધા છે. આમ તો પાલિકાનાં પ્રમુખ હોય એ શહેરનાં પ્રથમ નાગરિક ગણાતાં હોય છે.  શહેરને શરમની લાગણી થતી હોય છે. દામનગર પાલિકામાં પ્રમુખ પદે નારોલા, ઉપપ્રમુખ પદે પરમારની વરણી 29 સપ્ટેમ્બર 2018માં કરાઇ હતી. દામનગરના 6 વોર્ડની 24 બેઠકોવાળી નગરપાલિકામાં પ્રમુખ,…

Read More

મતગણતરી થાય તેની 20 મિનિટ પહેલાં જ પાંચ સભ્યોને તેના હોદ્દા પરથી દૂર કરી લઈને ગુજરાત સરકારે રાજકીય કાવાદાવા કરીને સત્તા ટકાવી રાખવા ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિને લજવી છે. બગસરા પાલિકાનાં પ્રમુખ તરીકે ફરીથી ભાજપનાં રસીલા પાથર એક મતે વિજેતા થયા હતા. કોંગ્રેસના ઉમેદવાર મંજુલા મેરનો 1 મને પરાજય થયો હતો. પ્રમુખ ચંપાબેન બઢીયાનું અવસાન થયા બાદ ચૂંટણી થઈ હતી. કુલ ર8 સભ્યોમાંથી 1નું અવસાન થતાં ખાલી છે. ભાજપનાં 3 અને કોંગ્રેસનાં ર મળી કુલ પાંચ સદસ્‍યોને હોદા પરથી દૂર કરવામાં આવ્‍યા છે. ભાજપનાં ર સદસ્‍ય અને કોંગ્રેસનાં 1 સદસ્‍ય ગેરહાજર રહેતાં કુલ 19 સદસ્‍યો ઉપસ્‍થિત રહૃાા હતા. જેમાં ભાજપનાં ઉમેદવારને…

Read More

રાફેલ ડીલ અંગે કેગનો રિપોર્ટ બુધવારે રાજ્યસભામાં વંચાણે લેવામાં આવ્યો હતો. રિપોર્ટમાં 126 વિમાન ખરીદવાના સોદાને પાછલી યુપીએ સરકાર કરતાં સસ્તો બતાવવામાં આવ્યો છે. સાથે કહેવાયું છે કે પાછલી ડીલમાં ફેરફાર કરવાથી દેશના 2.87 ટકા રૂપિયાની બચત કરવામાં આવી છે. 126 વિમાન ખરીદવા માટે જરૂરિયાત અનુસાર 36 રાફેલ વિમાન ખરીદવાના સોદામાં 2.87 ટકા રકમ બચાવી લેવામાં આવી છે. આની સાથે જ કહેવાયું છે કે પહેલે 18 રાફેલ વિમાનની ડિલીવરીનું શિડયુલ પાંચ મહિનાનું શિડ્યુલ 126 વિમાન ખરીદવાના કરાયેલા સોદાથી સારો છે. રાજ્યસભામાં રજૂ કરાયેલા ભારતીય વાયુ સેનાના કેપિટલ એક્વિઝિશન્સ પર કેગના 16 પાનાના રિપોર્ટમાં રાફેલ સોદા અંગે જાણકારી આપવામાં આવી છે.…

Read More

વિવાદોનાં ઘેરામાં આવેલા રાફેલ લડાકુ વિમાનના સોદાને લઈ કેગનો બહુપ્રતીક્ષિત રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. સંસદના બન્ને ગૃહોમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના નાણા મંત્રી પી.રાધાકૃષ્ણને રાજ્યસભમાં રિપોર્ટને પ્રસ્તુત કર્યો હતો. ત્યાર બાદ આ રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા સંસદમાં રજૂ કરતાં પહેલાં રિપોર્ટને મીડિયામાં લીક કરવાનો આરોપ મૂક્યો હતો.  લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને મલ્લિકાર્જુન ખડગેના આરોપ અંગે કહ્યું કે રિપોર્ટ સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. તમે કોંગ્રેસના નેતા છો અને તમને ખબર હોવી જોઈએ કે રાજ્યકક્ષાના નાણા મંત્રી પી.રાધાકૃષ્ણને રિપોર્ટ રજૂ કરી દીધો છે. આ પૂર્વે ખડગેએ આરોપ મૂક્યો હતો…

Read More

ત્રિપુરામાં વડાપ્રધાન મોદીએ શનિવારે જાહેરસભાને સંબોધન કર્યું ત્યારે ત્યાંના રાજ્યકક્ષાના અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કાંતિ દેવ દ્વારા સાથી મહિલા મંત્રીને ખોરી દાનત સાથે સ્પર્શ કરતાં વિવાદ ગરમાયો છે. વિપક્ષ ડાબેરીઓએ મંત્રીને બરખાસ્ત કરવાની માંગ કરી છે પણ ભાજપે વિપક્ષની માંગ ફગાવી દીધી છે. ડાબેરી મોરચાના સંયોજક બિજન ઘરે પત્રકારોને કહ્યું કે જે સ્ટેજ પર વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિપ્લવ દેવ અને અન્ય લોકો જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા તે સ્ટેજ પર મહિલા મંત્રીને ખોટી રીતે સ્પર્શ કરવામાં આવ્યું. સરકારે તાત્કાલિક કાંતિ દેવને બરખાસ્ત કરી દેવા જોઈએ અને તેમની ધરપકડ કરવામાં આવે. તેમણે કહ્યું કે સ્ટેજ પરનો વીડિયો સોશિયલ મીડિયા અને મીડિયામાં…

Read More

અમદાવાદમાંથી આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.શાહે તેમના ઘર પર ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો ત્યારબાદ કાર્યકરોને સંબોધન કર્યુ હતું. ભાજપે 2019ની લોકસભાની ચુંટણીને લઇ નાગરીક સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. અમિત શાહે સભામાં પ્રચંડ પૂર્ણ બહુમતીથી ફરીવાર નરેન્દ્ર મોદી સરકાર લાવવા કાર્યકર્તાઓ અને જનતાને અપીલ કરી હતી. નરેન્દ્ર મોદી સરકારે એવુ એક પણ કામ કર્યું નથી કે માથુ નીચુ કરવુ પડે, સીના તાનકે જનતા વચ્ચે જવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. અમિત શાહે કહ્યું કે સંગઠન શક્તિને જાગૃત કરવાનો, સંગઠન શક્તિને સંચીત કરવાનો અને સંગઠન શક્તિને વિજયમાં પરિવર્તિત કરવાનો આ કાર્યક્રમ છે. ફીર…

Read More

ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (જીએફએસયુ) ના ડેપ્યુટી ડાયરેક્ટર આર.એન ગુણા જણાવે છે કે, સાઇબર ક્રાઇમ એ ખૂબ મોટી વૈશ્વિક સમસ્યા છે સાયબર ક્રાઈમ નેટવર્કને કારણે આરોપી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુના આચરે છે . ત્યારે વિશ્વભરની સુરક્ષા એજન્સીઓ પણ એકબીજા સાથે સંકલન સાધી ને કામ કરે છે ખૂબ જ જરૂરી છે. મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ , દિલ્હી દ્વારા અધિકારીઓને ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા છે. ગુજરાત એફ.એસ.એલ અને ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે જુદી-જુદી સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અહીં અલગ અલગ લેવા માટે આવે છે. હાલમાં મ્યાનમારના 20  અને બાંગ્લાદેશના 10 ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ટ્રેનિંગ લેવા માટે આવેલા…

Read More