Author: Satya Day News

congress

રાજકારણમાં અચાનક ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. મહેસાણાના ઉંઝાના કોંગ્રેસના આશા પટેલે સીધું ધારાસભ્ય પદેથી જ રાજીનામું ધરી દઈને કોંગ્રેસને જોરદાર લાફો માર્યો છે ત્યારે આશા પટેલ માટે ભાજપના દરવાજા ખૂલ્લા થઈ ગયા છે. આશા પટેલ મહેસાણામાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી માહિતી જાણવા મળી રહી છે. આમ તો આશા પટેલે પોતે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે બળાપો કાઢીને રાજીનામું આપી દીધું છે. પરંતુ ખરેખર સ્થાનિક રાજકારણને જોઈએ તો આશા પટેલની મહત્વકાંક્ષા લોકસભાની ચૂંટણી લડવાની હતી. પરંતુ કોંગ્રેસ દ્વારા ટીકીટ મામલે નકારાત્મક સિંગ્નલ મળતા તેમણે કોંગ્રેસ છોડવાના બદલે સીધું ધારાસસભ્ય પદ છોડી દેવાનો જ નિર્ણય કર્યો. એવું કહેવાય છે કે…

Read More
amit 1

ઉંઝાના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય આશા પટેલે ધારાસભ્ય પદેથી જ રાજીનામું આપી દીધું તેમાં ગુજરાત કોંગ્રેસની નેતાગીરીની સરેઆમ નિષ્ફળતા છતી થઈ છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસમાંથી ધારાસભ્યનું રાજીનામું કોંગ્રેસ માટે મોટામાં મોટી નાલેશી ગણી શકાય એમ છે. આ તો આશા પટેલ અચાનક જ રાજકારણમાં આવ્યા હતા અને ઉંઝાની સીટ પર તેઓ ભાજપ વિરોધી મોજા  તથા ભાજપના આંતરિક વિખવાદના કારણે જીત્યા હતા. વર્ષો પછી ઉંઝાની સીટ પર કોંગ્રેસે 19 હજાર જેવી માતબર સરસાઈથી બેઠક જીતી હતી અને ભાજપને માર પડ્યો હતો. પાછલા કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસમાં મોટા પ્રમાણમાં ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. સિનિયર નેતાઓએ અવગણનાનો બૂંગિયો ફૂંક્યો અને…

Read More
amit

કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલે રાજીનામું આપ્યું તેની પાછળના કારણો ઊંઝાથી દિલ્હી સુધી પથરાયેલા છે. આ કારણો અને ઓપરેશન મહત્વના છે. 1 – ભાજપની પાટણ અને મહેસાણા લોકસભા બેઠક નબળી હતી તે જીતવા માટે પક્ષાંતર કરાવ્યું છે. 2 – આશા પટેલના નજીકના રાજકીય નેતા દિનેશ પટેલને ઊંઝા APMCના અધ્યક્ષ બનાવવા માટે ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ ખાતરી આપી પછી દિનેશ પટેલે આ ખેલ પાડવા આશા પટેલને ભાજપ જોડાવા નક્કી કર્યું. આખું ઓપરેશન સિંગાપુરમાં નક્કી થયું હતું. 3 – આશા પટેલ હવે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપમાંથી લડશે અથવા લોકસભાની ટિકિટ આપવામાં આવશે. 4 – ભાજપના મહામંત્રી કે સી પટેલ આશા પટેલને…

Read More
reshma

પાટીદાર અનામત આંદોલનમા્ મહિલા ચહેરો ધરાવતા રેશ્મા પટેલે કોંગ્રેસના ઉંઝાના ધારાસભ્ય આશા પટેલના રાજીનામા અંગે ભાજપ પર હુમલો કર્યો છે. રેશ્મા પટેલે આશા પટેલને રાજીનામું નહીં આપવા અને તાનાશાહીવાળી પાર્ટી ભાજપમાં નહીં જોડાવાની અપીલ કરી ભાજપના લીરેલીરા કર્યા હતા. રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં આશા પટેલને સંબોધીને લખ્યું કે હું આશાબેન ને એટલું ચોક્કસ કઇશ કે તમે તાનાશાહોની મારી ભાજપા પાર્ટીમાં જોડાવા ઇચ્છતા હોય તો રોકાઈ જજો. લોકો ના કામ કરવા ભાજપ નથી માત્ર તાનાશાહો ના કામ અને જીહજૂરી કરવા માંગતા હોય તોજ જોડાજો, કારણકે તમે વિરોધ પક્ષમાં રહી જે લોકોનાં કામ કરી શકશો એ ભાજપામાં નહીં કરી શકો. આશાબેન તમારી આશા…

Read More
asha patel

કોંગ્રેસનાં ઉંઝાના ધારાસભ્ય આશા પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો પાટનગરમાં ચાલી રહી છે કોંગ્રેસના બે ઘારાસભ્યો આશાબેનને મળવા ગયા હોવાનું અને ડેમેજ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. હાલ આશાબેનનો મોબાઈલ બંઘ છે. કોંગ્રેસનાં આગેવાનો આશાબેન નારાજ ન હોવાનું જણાવે છે ત્યારે આશાબેનના સમર્થકો આશા પટેલ કોંગ્રેસની નેતાગીરથી નારાજ થઈ ધારાસભ્ય પદેથી જ રાજીનામું આપી દેતા ભારે ખળભળાટ વ્યાપી ગયો છે. કોંગ્રેસની ડેમેજ કન્ટ્રોલની કોશીશો નિષ્ફળ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત કરી છે કે આશા પટેલનું રાજીનામું સ્વીકારી લેવાયું છે. તેઓ મારા નિવાસસ્થાને…

Read More
ahemad patel

સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલી ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની જીતને પડકારતી અરજીની સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન ચોંકાવનારી ઘટના કોર્ટની સમક્ષ આવી હતી. અહેમદ પટેલની જીતને પડકારતી ચૂંટણીની પીટીશનના મહત્વના પેપર કોર્ટમાંથી ગૂમ થતાં કોર્ટે તપાસના આદેશ કર્યા છે. સાથો સાથ પીટીશન કરનારા ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતનો પણ અદાલતે ઉઘડો લીધો હતો. ગુજરાત હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને સુપરત કરાયેલા ડોક્યુમેન્ટ્સ પૈકીના કેસ સંબંધિત મહત્વના કાગળીયા કોર્ટની ફાઈલમાંથી ગૂમ થયેલા હોવાનું અદાલતના ધ્યાને આવ્યું હતું. અદાલતે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. દસ્તાવેજો સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું પણ કોર્ટને ધ્યાને આવતા ન્યાયિત તપાસના આદેશ…

Read More
kamini

દહેગામના કોંગ્રેસના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ અને પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડે ભરતસિંહ ઠાકોર નામના ખેડુતની હત્યા માટે જિગરને 10 લાખ રૂપિયાની સોપારી આપી હોવાના આક્ષેપ સાથે અરજી કરતા વિવાદ ઘૂમરાયો હતો. આ અંગે મોડી સાંજે કામીનીબા રાઠોડ અને ભૂપેન્દ્રસિંહે કહ્યું કે ખેડુત ભરતસિંહ ઠાકોર દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપો સાવ  ખોટા અને પાયાવિહોણા છે. આ ઉપરાંત જિગર રાઠોડ નામના જે યુવાનને ભરતસિંહ ઠાકોરની હત્યા માટે સોપારી આપવામાં આવી હતી તે જિગરે રાઠોડે એફિડેવિટ રજૂ કરી ભરતસિંહના આક્ષેપોનું ખંડન કર્યું હતું અને એફિડેવિટમાં જણાવ્યું કે ખેડુત દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપો કોઈ વ્યક્તિની રાજકીય કારકિર્દીને હાનિ પહોંચાડવા માટે કરવામાં આવ્યા છે. જિગરે રાઠોડે રજૂ કરેલી…

Read More
goyal

મોદી સરકારે પોતાનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું. બજેટ પર સીધી રીતે ચૂંટણીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. બજેટમાં આવક સંબંધિત જોગવાઈને લઈ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. નાણા મંત્રી પિયુષ ગોયલે બે કલાક સુધી કરેલા બજેટ ભાષણમાં કહ્યું કે માત્રો પાંચ લાખની વાર્ષિક આવક ધરાવતા લોકોને હવે કોઈ આવકવેરો ભરવાની જરૂર રહેશે નહીં. જો આવક પાંચ લાખ કરતાં એક રૂપિયો પણ વધારે હશે તો તેના પર ટેક્સ ભરવાનો રહેશે. આનો મતલબ એ નથી કે આવક મર્યાદા પાંચ લાખ રૂપિયાની કરી દેવામાં આવી છે. નાણા મંત્રી દ્વારા કરાયેલી આવક મર્યાદા અંગેની જાહેરાતને લઈ મૂંઝવણ ફેલાઈ ગઈ છે.  પ્રથમ નજરે…

Read More
kamini1

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ હત્યા માટે સાપારી આપતાં ગાંધીનગર જિલ્લામાં સનસનાટી મચી જવા પામી છે. ગાંધીનગરના દહેગામના રામપુર શાંપાના કોંગ્રેસના કાર્યકર ભરતસિંહ ભીખાજી ઠાકોરએ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને એક અરજી આપીને પોતાને બચાવવા મદદ માંગી છે, તેમને દહેગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામીનીબેન રાઠોડ અને તેમના પતિ લાલભાઇ ઉર્ફે ભૂપેન્દ્રસિંહ પર આરોપ લગાવ્યો છે કે તેઓ હત્યા કરાવવા માંગે છે, મારી ગાડી પર હુમલો થવાની શક્યતા છે અને મારી હત્યા કરવા તેમને 10 લાખ રૂપિયાની સોપારીની થેલી તૈયાર રાખી છે. અરજીમાં લખ્યુ્ છે કે ભરતસિંહે બાહેતી મેટલ કંપનીના પ્રદુષણ સામે ફરિયાદ કરી હતી અને…

Read More
amdavad

ક્રાઈમ બ્રાંચના એસીપી બી વી ગોહીલ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે પીરાણા વિસ્તારના જુના ટોલનાકા અસલાલી ખાતેથી મોહમ્મદ હાશિમની (ઉ.22) ધરપકડ કરી હતી. તેની પાસે તપાસ કરતા એક દેશી પિસ્તોલ મળી આવી હતી જેની કિંમત અંદાજે 5000 રૂપિયા હોવાનું તેણે જણાવ્યું હતું. આ દેશી પિસ્તોલ તેણે યુપીમાં કોઈ વ્યક્તિ પાસેથી પોતાના અંગત ઉપયોગ માટે રૂપિયા પાંચ હજારમાં ખરીદી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તેની વધુ પૂછપરછ કરતા તેને પોલીસે જણાવ્યું હતું કે આ બે માસ પહેલા દાણીલીમડા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢી રમેશભાઈ અંબાલાલ પટેલમાં લૂંટની કોશિશ કરી હતી. જેમાં તેના સાથીદારો મોહમ્મદ કયુમ મોહમ્મદ બશીર, શાહિદ સમુદઅલી, શેહઝાદ મોહમ્મદ અલી,…

Read More