Author: Satya Day News

civil

આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓએ સોમવારે અમદાવાદ ની સીવીલ હોસ્પિટલ કેમ્પસ ની મુલાકાત લીધી હતી. આ ટાણે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા લગભગ ૫૦૦ થી ૭૦૦ કર્મચારીઓએ પોતાની મૂળભૂત માંગો ને લઇ અને હડતાલ કરી હતી. રાજ્યમાં આરોગ્ય વિભાગ સંચાલિત અમદાવાદ, બરોડા, રાજકોટ, ગાંધીનગર, સુરત ,ભાવનગર, જામનગર વગેરે જેવા શહેરોમાં આવેલી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં વર્ગ-૩ અને વર્ગ-૪ની ઘણી જગ્યાઓ પર કર્મચારીઓ આઉટસોર્સ કરવામાં આવે છે. જેનું મહિને દાડે સરકાર કરોડો રૂપિયાનું બિલ ચૂકવે છે. પરંતુ તેમાંથી મોટાભાગની મલાઈ તો આઉટસોર્સિંગ એજન્સીઓ અને સરકારી અધિકારીઓ જ ખાઈ જાય છે, મજૂરોને તો તેમની મહેનત ના પૂરતા પૈસા પણ…

Read More
daman

આજે મોડી રાત્રે  દમણમાં એક કાર ધસમસતી આવીને સીધી બેન્ક ઓફ મહારાષ્ટ્રનું શટર તોડી ઘૂસી ગઈ હતી અને ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો બેન્કની અંદર અને બહાર એકત્ર થઈ જવા પામ્યા હતા. વિગતો મુજબ દમણના મેઈન રોડ પર આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રની શાખામાં સ્વીફ્ટ કાર નંબર ડીડી-03 કે-2638 સીધું શટર અને જાળીઓનો ખુરદો બોલાવતી ધસી આવી હતી અને બેન્કમાં કાઉન્ટર સુધી પહોંચી ગઈ હતી. કારમાંથી બે વ્યક્તિ બહાર નીકળી હતી અને કારને બેન્કના કાઉન્ટર સુધી આડેધડ હંકારીને અટકાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને બેન્કના અધિકારીઓ પણ બેન્ક પર દોડી આવ્યા હતા. કારમાંથી બે…

Read More
vijya mallya

યૂકેના હોમ સેક્રેટરી સાજીર જાવીદે ભારતના ભાગેડુ બિઝનેસમેન અને યૂકેમાં લપાયેલા વિજય માલ્યાના ભારત પ્રત્યાપર્ણનો આદેશ કર્યો છે. હવે વિજય માલ્યાને ભારત સોંપવાનો માર્ગ મોકળો થઈ રહ્યો હોવાનું જણાઈ આવી રહ્યું છે. માલ્યાની વિરુદ્વમાં મની લોન્ડરીંગનો કેસ છે. લીકર માફીયા તરીકે પ્રખ્યાત અને વૈભવી લાઈફ સ્ટાઈલ ભોગવનારા માલ્યી વિરુદ્વમાં ભારત સરકારે અપીલ કરી પ્રત્યાર્પણની માંગ કરી હતી. માલ્યાની પાસે 14 દિવસ છે. આ 14 દિવસમાં માલ્યાએ હોમ સેક્રેટરીના આદેશની વિરુદ્વ કોર્ટમાં અપીલ કરવાની રહેશે. વેસ્ટમિન્સટર મેજિસ્ટ્રેટની લંડન ખાતે આવેલી કોર્ટમાં 10 ડિસેમ્બર-2018 63 વર્ષીય ભારતમાંથી ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણ કરવાની અપીલ પર સુનાવણી હાથ ધરવાનું શરૂ કર્યું હતું. સાજીદ…

Read More
rahul

ગુજરાત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોમાં પ્રદેશ નેતાગીરીને લઈ ચાલી રહેલા અસંતોષના વંટોળને થાળે પાડવા માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હરકતમાં આવી ગયા છે. ઉંઝાના ધારાસભ્ય આશા પટેલે કોંગ્રેસ છોડી દીધી છે. ગુજરાતમાં કોંગ્રેસની આ સ્થિતિને લઈ રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રભારી અંગે વિચારણા શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીની ઈચ્છા હવે અનુભવી નેતાના હાથમાં ગુજરાતની કમાન સોંપવાની છે. એવા નેતાના હાથમાં ગુજરાત સોંપવાની ઈચ્છા છે જે ધારાસભ્યો અને પાર્ટીના અન્ય કાર્યકરો સાથે તાલમેલ અને સંકલન રાખીને કાર્ય કરી શકે. રાહુલ ગાંધી આ મહિને ગુજરાત આવી રહ્યા છે. દરમિયાનમાં ભાજપ દ્વારા કોંગ્રેસમાં હજી વધુ તોડફોડ…

Read More
asha patel

ગુજરાત કોંગ્રેસને છોડી ભાજપની નજીક આવેલા મહેસાણની ઉંઝા વિધાનસભાના ધારાસભ્ય આશા પટેલની ઘર વાપસી માટે કોંગ્રેસ ઓફર પર ઓફર કરી રહી છે. જ્યારે સત્તારુઢ ભાજપ તેમને મહેસાણા લોકસભાની ટીકીટ આપવા માટે તલપાપડ છે. હવે આશા પટેલ ભાજપ અને કોંગ્રેસ માટે આબરુનો પ્રશ્ન બનીને ઉભરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા બાદ આશા પટેલે ઉંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. એક તરફ આશા પટેલને ભાજપ મહેસાણા લોકસભા લડાવવા માંગી રહ્યો છે તો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ચેતવણી બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ આશા પટેલને કોંગ્રેસમાં ધર વાપસી કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ અને ધારાસભ્યો ઉપરાંત પાટીદાર…

Read More
reahma

ભાજપના મહિલા આગેવાન રેશ્મા પટેલે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને સીબીઆઈ વિવાદમાં ઝંપલાવ્યું અને સોશિયલ મીડિયામાં લખ્યું છે કે આજે દેશ જોઈ રહ્યો છે કે જે 70 વર્ષમાં ન થયું તે હવે જોવા મળી રહ્યું છે. રેશ્મા પટેલે લખ્યું ખે કાલે રાતથી પ.બંગાળાં સીબીઆઈ વર્સીસ સ્ટેટ પોલીસનું ચિત્ર ઉભૂં થયું છે. મમતા બેનરજી પર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે કે આ દીદીની દાદાગીરી છે કે ગાંધીગીરી છે. આ બધી વાતો જોતાં ભારત દેશના જાગૃત નાગરિક અને ભારતીય જનતા પાર્ટીના સક્રીય સભ્ય હોવાના નાતે આ મુદ્દે ચૂપ રહી શકાય એમ નથી. હું માત્ર એટલું જ બતાવવા માંગુ છું કે જે…

Read More
banaskantha

બનાસકાંઠામાં દેથળી ગામે એક સાથે ચાર યુવતીઓએ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. ચારેય યુવતીઓના મૃતદેહને શોધવાની કામગીરી ચાલી રહી છે. મહત્વની બાબત એ છે કે ચાર પૈકી ત્રણ યવુતીઓ પરિણીત હતી અને એક યુવતી અપરિણીત હતી. ઘટનાની વાત વાયુવગે પ્રસરી જતા ગામલોકો અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હોવાની માહિતી સાંપડી રહી છે. પ્રારંભિક વિગતો મુજબ બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામે એક સાથા ચાર યુવતીઓએ કેનાલમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવતીઓમાં ત્રણ પરણિત અને એક યુવતી અપરણિત હોવાનું બહાર આવ્યું છે. કેનાલ પાસેથી ચપ્પલ અને સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં લખ્યું…

Read More
FSL

આરોપીઓ પર ગાળિયો કસવા માટે પોલીસ ઘણા  પ્રયત્ન કરે છે, ગુનો ઉકેલવા સીસીટીવી  ફૂટેજ મહત્વની ભૂમિકા ભજવે છે. કેમેરાના ફૂટેજને લીધે આરોપી પકડાય પણ છે. પરંતુ ખરાબ રિઝોલ્યુશન ને કારણે તેને ઓળખી શકાતો નથી. આવા સંજોગોમાં શંકાસ્પદ આરોપી પોલીસ સકંજામાં આબાદ છટકી જાય છે. જો કે ગાંધીનગર ખાતે આવેલી ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ દ્વારા ગેઇટ પેટર્ન ટેકનોલોજી દ્વારા વ્યકતીની ચાલવા , ઉઠવા , બેસવા ની રીતભાત એટલે કે બોડીલેંગ્વેજ ને આધારે પણ ઓળખી કાઢવાની ટેક્નોલોજી વિકસાવી છે. આ અંગે એફ એસ એલ નાં એડિશનલ ડાયરેકટર હિતેશ સંઘવી કહે છે કે ‘દરેક વ્યક્તિની એક ચોક્કસ બોડી લેંગ્વેજ હોય છે, એક રીતે…

Read More
nitin patel 1

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ની મુલાકાતે આવેલા આરોગ્યમંત્રી નીતિન પટેલ કહ્યું કે , ‘તબીબી સારવાર અને સુવિધા ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે જેમાં ખાસ કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ એ સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે ત્યારે નવીન બનેલી 1200 બેડની હોસ્પિટલના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સમય મેળવી હોસ્પિટલ સત્વરેશરૂઆત કરવામાં આવશે.’ સિવિલ હોસ્પિટલ કેમ્પસની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને એડિશનલ ચીફ સેક્રેટરી પુનમચંદ પરમાર , આરોગ્ય કમિશનર જયંતિ રવિએ નવનિર્મિત 1200  બેડની હોસ્પિટલ સહિત અન્ય તબીબી સંસ્થા ઓની મુલાકાત લીધી હતી. પત્રકાર પરિષદને સંબોધતા આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ‘નવીન ૧૨૦૦ ની હોસ્પિટલ લગભગ તૈયાર છે.…

Read More
bjp

લોકસભાની 4 બેઠક માટે એક એવા કૂલ 9 સ્થળે શક્તિ સંમેલનની શરૂઆત થઈ હતી. ભાજપમાં કોરાણે મૂકાયેલા 1995 પહેલાથી કામ કરતાં કાર્યકરો અને નેતાઓની હાજર રાખીને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર તથા સાબરકાંઠા મળીને ચાર લોકસભા બેઠકનું કલ્સ્ટર સંમેલન યોજાયું તેમાં હાજર હતા. અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ જુના નેતાઓ અને કાર્યકરોને બાજુ પર મૂકી દીધા હતા તેઓને હવે ફરીથી લોકસભાની બેઠકમાં સક્રિય કરવામાં આવ્યા છે. મંચ પર પણ કેટલાંક એવા નેતાઓ હતા કે જેઓ ભાજપમાં અગાઉ કોરાણે મુકાયા હતા. હવે લોકસભાની બે મહિના પછી ચૂંટણી આવવાની છે ત્યારે તેમને બોલાવવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં સાંસદ લાલકૃષ્ણ…

Read More