કવિ: Satya Day News

ગુજરાતના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારની હાજરીમાં એનસીપીમાં સામેલ થવાની જાહેરાત કરી હતી. શરદ પવારે શંકરસિંહને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિમણૂંક આપવાની પણ ઘોષણા કરી હતી. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે લોકશાહી ભયમાં છે અને દેશની સ્વતંત્ર એજન્સી પર તરાપ મારવામાં આવી રહી છે. બંધારણમાં એક જ દિવસમાં સુધારો કરવામાં આવ્યો અને દેશને તેની જાણ પાછળથી કરવામાં આવે છે. દેશની લોકશાહીને બચાવવા માટે સક્રીય થવું પડ્યું છે. આરબીઆઈ, ચૂંટણી પંચ, સીવીસી, સીબીઆઈ સીએજી, સુપ્રીમ કોર્ટ એમ બધી જ એજન્સીઓનું ગળું ટૂંપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપને દિલ્હી અને ગુજરાતમાંથી સત્તામાંથી દુર કરવા માટે…

Read More

વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હંગામો થયો હતો. વલસાડ નગરપાલિકામાં ભાજપના પ્રમુખની સામે ભાજપના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો. ખાસ કરીને નગરપાલિકાની ટીપી કમિટીના ચેરમેન હેતલ પટેલ તથા સદસ્યા નિમિષા ટંડેલ દ્વારા ટીપીની મીટીંગનો એજન્ડા મળતો ન હોવાની બૂમરાણ મચાવી દેતાં સામાન્ય સભામાં ભાજપ વર્સીસ ભાજપનો માહોલ સર્જોયો હતો. સામાન્ય સભાની શરૂઆત થતાં પૂર્વે જ ભાજપની બન્ને મહિલા કોર્પોરેટરો એજન્ડાની નકલના મામલે સવાલ ઉભા કર્યા હતા અને ચીફ ઓફીસર સામે આરોપોનો મારો ચલાવ્યો હતો. એજન્ડાની નકલ મળતી ન હોવાની ફરીયાદ કરવામાં આવતાં જ ભાજપના અન્ય કોર્પોરેટરો પણ બન્ને મહિલા કોર્પોરેટરોની રજૂઆતમાં જોડાયા હતા. ચીફ ઓફીસર દ્વારા ભાજપના કોર્પોરેટરો દ્વારા થઈ રહેલા…

Read More

શિવસેના અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વારંવાર તણખા ઝર્યા કરે છે પરંતુ ચૂંટણી નજીક આવતા ભાજપ અને શિવસેના ફરીવાર જોડાણની દિશામાં આગળ વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે શિવસેનાની તમામ માંગો સ્વીકારી લીધી છે અને મહારાષ્ટ્રની લોકસભા સીટોને ફિફ્ટી-ફિફ્ટી વહેંચણી કરી લેવા પર સમજૂતી સધાઈ હોવાની માહિતી મળી રહી છે. મતલબ કે મહારાષ્ટ્રની 48 સીટ પૈકી બન્ને પાર્ટી 24-24 સીટ પર ચૂંટણી લડશે. શિવસેના-ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે જોડાણની પ્રબળ સંભાવના ઉભી થઈ છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને મેજિક ફિગર સુધી પહોંચવા માટે બન્ને પાર્ટીઓએ જોડાણને આખરી ઓપ આપી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.…

Read More

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં કેન્દ્રની મોદી સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં પીટીશન દાખલ કરી કહ્યું છે કે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર હિન્દુ પક્ષકારોને જે જમીન આપવામાં આવી છે તે રામજન્મભૂમિ ન્યાસને સોંપવામાં આવે અને બિનવિવાદિત જમીનને ભારત સરકારને સોંપવામાં આવે. આજે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થવાની હતી પરંતુ જસ્ટીસ બોબડે હાજર નહીં રહેતા સુનાવણી ટાળી દેવામાં આવી છે. મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અયોધ્યામાં હિન્દુ પક્ષકારોને જમીનનો જે ભાગ આપવામાં આવ્યો છે તે રામજન્મભૂમિ ન્યાસને આપી દેવામાં આવે. જ્યારે 2.77 એકર જમીનનો કેટલોક ભાગ સરકારને પરત આપી દેવામાં આવે. નોંધનીય છે કે અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન…

Read More

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મિનિમમ રોજગાર ગેરંટી સ્કીમનું વચન આપીને એવા લોકોને કોંગ્રેસ તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે કે જેઓ દિવસભર કામ કરીને સાંજ ટાણે પોતાની જાતને છેતરાયેલી સમજે છે. મોદી સરકાર વિચાર કરે તે પહેલાં જ રાહુલ ગાંધીએ વધુ એક મોટો દાવ રમીને મોદી સરકારને બેકફૂટ પર ધકેલી દીધી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમે એક ઐતિહાસિક નિર્ણય કરવા જઈ રહ્યા છીએ. જે દુનિયાની કોઈ સરકારે કર્યો નથી. 2019ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ દેશના દરેક ગરીબને કોંગ્રેસની સરકાર ઓછા ઓછી આવક (એટલે મિનિમમ ઈન્કમ ગેરંટી) સ્કીમ લાગુ કરશે. દરેક વ્યક્તિના બેન્ક ખાતમાં મિનિમમ આવક આવે તે માટે કોંગ્રેસ સરકાર…

Read More

કોંગ્રેસના મહામંત્રી અને મધ્યપ્રદેશના પ્રભારી દીપક બાબરીયા પણ કોંગ્રેસીઓથી નારાજ થઈ ગયા છે. તેઓ એક કાર્યક્રમમાં ભાવુક થઈ ગયા હતા અને પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. બાબરીયાએ કહ્યું કે હું એક વર્ષથી અપમાનિત થઈ રહ્યો છું. ટીકીટ વેચવાના આરોપ લાગ્યા. મને ગુંડાઓ મોકલીને મારવામાં આવ્યો. બાબરીયાએ મધ્યપ્રદેશ પછાત જાતિના સંમેલનને સંબોધતા પોતાની વ્યથા રજુ કરી હતી. આ કાર્યક્રમમાં બાબરીયા પોતાની વેદના રજૂ કરતા અટ્કયા ન હતા. વિદિશા વિધાનસભાની ટીકીટને લઈ ઘારાસભ્ય શશાંક ભાર્ગવ દ્વારા આરોપ મૂકવાના અનુસંધાને બાબરીયાએ ખુલાસો કરતા કહ્યું કે તેઓ ગુજરાત પરત ફરવા માંગતા હતા પરંતુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને લોકસભા ચૂંટણી સુધી મધ્યપ્રદેશમાં રોકાઈ જવાનું કહ્યું…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી જાન્યુઆરીએ દાંડી ખાતે ગાંધી સ્મારક પર મીઠા સત્યાગ્રહમાં ભાગ લેનારા સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાનું અનાવરણ કરવા જવાના છે. દાંડીમાં તે વખતે મહાત્મા ગાંધીની એક તસવીર ખૂબ પ્રચલિત બની હતી. એ તસવીરમાં મહાત્મા ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધી તેમની લાઠી પકડીને ચાલી રહ્યા છે. આજે તો મહાત્મા ગાંધી કે તેમના પૌત્ર કનુભાઈ ગાંધી તો રહ્યા નથી પણ કનુભાઈ ગાંધીના જીવન સિંગીની ડો.શિવા લક્ષ્મી ગાંધી સુરતના ભીમરાડમાં રહે છે. ભાજપના કેટલાક નેતાઓ મીઠા સત્યાગ્રહના અવસરે વડાપ્રધાન પાસે મીઠા સત્યાગ્રહમાં મહાત્મા ગાંધી સાથે ભાગ લેનારા 38 સત્યાગ્રહીઓની પ્રતિમાનુ અનાવરણ કરવા જઈ રહ્યા છે ત્યારે ભાજપના આ નેતાઓ કનુભાઈ ગાંધીના જીવન સંગિની…

Read More

2019ની લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીઓમાં તડજોડનું રાજકારણ ચાલી રહ્યું છે. તેવામાં દિલ્હીની રાજગાદી પર બેસવા માટે એક તરફ ગઠબંધનનું રાજકારણ ચાલી રહ્યું છે ત્યાં વળી ત્રણેક રાજ્યને છોડી ભાજપ એકલા હાથે ચૂંટણી લડવા આગળ વધી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને લઈ આ વખતે ભાજપ જ નહીં પણ લોકોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને અમિત શાહની લોકપ્રિયતાને લઈ મોટો સરવે બહાર પાડવામાં આવ્યો છે. ભાજપ, પીએમ મોદી અને અમિત શાહની પરેશાનીમાં વધારો કરનારો સાબિત થાય તેવો આ સરવે રિપોર્ટ છે. સરવે પ્રમાણે ભાજપના પ્રમુખ તરીકે અમિત શાહની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. શું…

Read More

PM પહેલાં જ સુરતના અમરોલી બ્રિજનું ઉદ્વાટન કરી દેવાયું, ભાજપના નેતાઓ તમાશો જોતાં રહ્યા30મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરતના અમરોલી ખાત નિર્માણ થયેલા માનસરોવર બ્રિજનું ઉદ્વાટન કરવામાં આવનાર હતું પરંતુ તે પહેલાં જ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ બ્રિજને ખુલ્લો મૂકી દીધો હતો અને ભાજપની હાલત કફોડી કરી દીધી હતી. આજે સવારે સાત વાગ્યે દિનેશ કાછડીયાએ બ્રિજને ખુલ્લો મૂકીને વાહનો ચાલકોને બ્રિજ પરથી વાહન લઈ જવા માટે પણ પ્રયાસો કર્યા હતા, સુરત કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ કહ્યું કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત ભાજપ શાસકોને બ્રિજને ખુલ્લો મૂકવા માટે વારંવાર રજુઆત કરવામાં આવી હતી કે બ્રિજનું કામ પુરું થઈ ગયું છે…

Read More

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ જયદીપસિંહ રાણાનું કાર અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. જ્યારે કારમાં બેસેલા પરિવારના અન્ય લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. ઈજાગસ્તોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ જયદીપસિંહ ગઈકાલે પોતાની બહેનના સાસરીયામાં લગ્ન પ્રસંગમાંથી માતા-પિતા, કાકી અને ભાઈ સાથે ગયા હતા. લગ્નમાંથી પાછા ફરતી વખતે રાજકોટના કાગદડી ગામ પાસે તેમની કાર સાથે ટ્રકની ટક્કર થઈ હતી. કાર દુર્ઘટનાગ્રસ્ત થતાં ગામ લોકો એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢયા હતા. પરંતુ કમનસીબે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ જયદીપસિંહનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. આજે જ્યારે તેમના અંતિમ સંસ્કાર કરાયા ત્યારે મોટી સંખ્યામાં લોકો અને…

Read More