દુબઇમાં છેલ્લા 12વર્ષથી મોબાઈલની દુકાનમાં સેલ્સ મેન તરીકે ફરજ બજાવતા આરીફ ધરમપુરીયાના વલસાડના ખાડકીવાડમાં આવેલા મકાનમાં આજે દિલ્હીથી એન.આઈ.ની ટીમ તથા મહારાષ્ટ્ર એટીએસની ટીમ વલસાડ આવતા ચકચાર મચી જવા પામી છે. બશીર ધરમપુરીયાના પુત્રો આરીફ ધરમપુરીયા ભાઈ ઝુબેર ધરમપુરીયાની પુછપરછ કરી હતી. એનઆઈએની ટીમની સાથે વલસાડ પોલીસનો કાફલો પણ હતા. વિગતો મુજબ એનઆઈએ-મહારાષ્ટ્ર એટીએસની ટીમે વલસાડના ખાટકી વાડમાં લગભગ એક કલાક સુધી આરીફ ધરમપુરીયાની ભાઈ ઝુબેરની પુછપરછ કરી હતી. પુછપરછ બાદ એનઆઈએ-મહારાષ્ટ્ર એટીએસની ટીમ રવાના થઈ હતી. એનઆઈએની ટીમ રવાના થયા બાદ આરીફના ભાઈ ઝુબેરે મીડીયા સાથે વાત કરી હતી અને જણાવ્યું કે એનઆઈએ-મહારાષ્ટ્ર એટીએસની ટીમે સોમવારે આરીફને સાથે હાજર…
કવિ: Satya Day News
2019ની લોકસભા ચૂંટણી માટે પ્યાદાઓ ગોઠવાઈ રહ્યા છે. અપ્રિલ- મે મહિનામાં થનારી ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન્ટ શરૂ થઈ ગયું છે. રાજકીય પાર્ટીઓ પોતાના દાવ ગોઠવી રહી છે. યુપીમાં સપા-બસપા અને આરએલડીએ મહાગઠબંધન કરી લીધું છે અને કોંગ્રેસને બાકાત રાખી છે. કોંગ્રેસે કાઉન્ટર ગેમમાં મોટો દાવ રમ્યો છે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાઢરાને યુપીના પૂર્વ વિસ્તારની કમાન સોંપી છે. પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપીની કમાન સોંપાતા ભાજપ જ નહીં પણ અન્ય પક્ષો માટે પણ કઠણાઈ ઉભી થવાની શક્યતા છે. સપા-બસપા જોડાણ પર પણ આની અસર પડશે. લોકો સાથે સીધો સંપર્ક કરે છે પ્રિયંકા 2014ની લોકસભા ચૂંટણીમાં તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ દિકરી પ્રિયંકાને રાહુલ ગાંધી…
2019ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ મોટો નિર્ણય કર્યો છે પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાઢરાને કોંગ્રેસના જનરલ સેક્રેટરી એટલે કે મહાસચિવ બનાવ્યા છે. પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા પહેલી ફેબ્રુઆરીએ પોતાના કાર્યભાર સંભાળશે. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ યુપીની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા કેસી વેણુગોપાલને સંગઠનના મહાસચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિર્ણયના પગલે પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં સીધી એન્ટ્રી થઈ ગઈ છે. લાંબા સયમથી પ્રિયંકાના રાજકારણમાં પ્રવેશની ચર્ચા ચાલી રહી હતી અને કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા પ્રિયંકા ગાંધીને રાજકારણમાં સક્રીય કરવાની માંગ કરવામાં આવી રહી…
સુરતના પોશ એરિયા વેસુમાં સિલ્વર ચોક નજીક રાહુલ રાજ મોલની સામે આવેલા ક્રિસ્ટલ પ્લાઝાના મેઝેનાઈન ફ્લોર પર પડેલો ખાડો હવે જોખમી બની ગયો છે. આ મોતના ખાડાથી સાવધાન થઈ જવાની જરૂર છે. મેઝેનાઈન ફ્લોરમાં બિલ્ડર કે મોલ સંચાલકો દ્વારા ખાડાને પુરવામાં દાખવવામાં આવી રહેલી બેદરકારીના કારણે આવનાર લોકો ખાડામાં પડી રહ્યા છે અને પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવા જ એક બનાવનો સીસી ટીવી ફૂટેજ સામે આવ્યો છે. ક્રિસ્ટલ પ્લાઝામાં કશુંક શોધી રહેલો યુવાન બે-ચાર ડગલા ઉંધો ચાલે છે અને સીધો ખાડામાં પડી જાય છે અને મોલના અંડર ગ્રાઉન્ડ પાર્કીંગમાં પછડાય છે. ક્રિસ્ટલ પ્લાઝાની મેઝેનાઈન ફ્લોરની ગેલેરીમાં પડેલા આ…
NIA દ્વારા આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ મહારાષ્ટ્ર ATSને આતંકી નેટવર્ક ભેદવામાં મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર ATS એ થાણે અને ઔરંગાબાદમાંથી ISISના શંકાસ્પદ નવ શખ્સોની ધરપકડ કરી છે. પ્રજાસત્તાક પર્વ પૂર્વે મહારાષ્ટ્રમાંથી ISISના શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરવામાં આવતા પોલીસ વધુ કેટલાક લોકો સુધી પહોંચવાની તૈયારીમાં છે. ATSને ચોક્કસ ઈનપૂટ મળ્યા હતા કે થાણે અને ઔરંગાબાદના કેટલાક લોકો ISIS સાથે સંકળાયેલા છે. પોલીસે તમામ પર ચાંપતી નજર રાખી હતી. તમામની ગતિવિધિઓ પર પોલીસની બાજ નજર રહેલી હતી. પોલીસે નવે નવ શખ્સોને પકડીને આગળની કાર્યવાહી કરી છે. હજી વધુ ખુલાસા થશે એવી માહિતી જાણવા મળી રહી છે. થાણેના મુંબ્રાના અમૃતનગર, કૌસા,…
ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદનો કંપની ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF)એ ગુજરાતના ત્રણ શહેરોમાં અમૂલ કેમલ મિલ્ક લોન્ચ કર્યું છે. અમદાવાદ સહિત ત્રણ શહેરોમાં દૂધ મળશે. અમૂલે કેમલ મિલ્કનું વેચાણ અડધા લીટરના 50 રૂપિયા રાખ્યા છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર અને કચ્છમાં કેમલ મિલ્કનું વેચાણ કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં દેશના અન્ય ભાગોમાં પણ કેમલ મિલ્કનું વેચાણ શરૂ કરવામાં આવશે. ભારતમાં સર્વ પ્રથમવાર કેમલ મિલ્કનું લોન્ચીંગ જણાવી દઈએ કે દેશ આઝાદ થયો તે પૂર્વેથી ખેડુત શક્તિનું અમૂલ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અમૂલ હવે ગુજરાતમાં પ્રચલિત નામ છે. દરેક ભારતીયે અમૂલના ઉત્પાદનોનો સ્વાદ ચાખેલો છે. દેશઅને દુનિયામાં સૌથી ઝડપથી વિકસિત થઈ…
EVM હેકીંગને લઈ ઉભા થયેલા ભારે વિવાદમાં ચૂંટણી પંચ એક્શનમાં આવી ગયું છે. લંડનના હેકર દ્વારા સનસનાટીપૂર્ણ 2014ની ચૂંટણીમાં EVMને હેક કરવા રાજકીય પક્ષો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું બહાર આવતા ચૂંટણી પંચે દિલ્હી પોલીસને તપાસ કરવાના આદેશ આપ્યા છે. ચૂંટણીએ પંચે દિલ્હી પોલીસને પત્ર લખીને આ મામલે FIR નોંધી સમગ્ર કેસની તપાસ હાથ ધરવાની માંગણી કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, લંડનમાં યોજાયેલા કાર્યક્રમમાં સૈયદ શુજા દ્વારા કરવામાં આવેલા દાવાઓની તપાસ કરવામાં આવે. શુજાએ દાવો કર્યો હતો કે, ભારતમાં ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા EVM હેક કરવામાં આવી શકે છે. ચૂંટણી પંચે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, કેટલાક મીડિયા અહેવાલ મારફતે એ…
સુરતના સચીન જેવા ધમધમતા વિસ્તારમાં ચાર મંદિરોમાં થયેલી શ્રેણીબદ્વ ચોરીથી ખળભળાટ વ્યાપી ગયો છે. સચીનના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં આવેલા મંદિરોમાં એક સામટી ચોરીની ઘટનાએ પોલીસને દોડતી કરી દીધી છે. ચોરની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સચીન હાઉસીંગ બોર્ડમાં માત્ર 300 મીટરની અંદર આવેલા ચાર મંદિરોમાં ચોરી થઈ છે. મોઢા પર રૂમાલ બાંધીને આવેલા તસ્કરોએ સિલસિલાવાર રીતે મંદિરોની દાન પેટીને નિશાના પર લીધી હતી. જગન્ન્નાથ,ખોડીયાર મંદિર,જલારામ મંદિર સહિત ભોળાનાથ મંદિરોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. તસ્કરો દાન પેટી ઉંચકી ગયા હતા પરંતુ દાન પેટીઓમાંથી કશું નહીં મળતા તસ્કરોએ દાન પેટીઓને અવાવરૂ જગ્યાએ મૂકીને નાસી છૂટ્યા હતા. પોલીસને હાથ લાગેલા સીસીટીવી…
સુરતના ભટાર વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદે મકાન તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવતા ભારે બખેડો થયો હતો. ગેરકાયદે મકાન બાંધનાર પરિવારે ભાજપના કોર્પોરેટર મુકેશ પટેલ પર આક્ષેપ કર્યા છે અને આખાય વિવાદના પરિણામે મહિલા બેભાન થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ ભટારની આદિજાતિ ભારતી સોસાયટીમાં સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ ગેરકાયદે મકાન તોડવા ગયા હતા. પાલિકાના અધિકારીઓ અને મકાન ધરાવનાર પરિવાર વચ્ચે ચકમક ઝરી હતી અને આ બખેડામાં મકાન માલિકની પત્ની જશુબેન રાજુભાઈ રાઠોડ સ્થળ પર બેભાન થઈ જવા પામ્યા હતા. જશુબેન બેભાન થતા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મકાન માલિક રાજુભાઈ રાઠોડે…
ન જાણ્યું જાનકી નાથે, કાલ શું થવાનું છે એ કહેવતને વાસ્તવિક જીવનમાં અનેક રીતે વણી લેવામાં આવે છે. આવી જ રીતની ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં બની હતી. કન્સ્ટ્રક્શન સાઈટ નજીકથી પસાર થઈ રહેલા યુવાન પર અચાનક સળિયો પડતા તે બેભાન થઈ હતો. વિગતો મુજબ 17મી જાન્યુઆરીના રોજ સરથાણા રોડ પર રહેતો જગદીશસિંગ રાજપૂત સરથાણા ખાતે ચાલી રહેલા બાંધકામ નજીકથી મિત્રોની સાથે જઈ રહ્યો હતો. બે મિત્રો આગળ ચાલી રહ્યા હતા અને જગદીશ દોડતો-દોડતો બન્ને મિત્રોની વચ્ચે વાતચીત કરતા ચાલવા લાગ્યો હતો. ત્રણેય મિત્રો ચાલતા-ચાલતા કન્સ્ટ્રક્શન સાઈટ પાસેથી પસાર થઈ રહ્યા ત્યાં તો વચ્ચે ચાલી રહેલા જગદીશના માથા પર સળિયો વાગ્યો…