Author: Sports Desk

Vinu Mankad Son

મુંબઇ : આઇપીએલની 12મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં રવિચંદ્રન અશ્વિને જોસ બટલરને રન આઉટ કર્યો તે અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ રીતે રનઆઉટ કરવાને ક્રિકેટની ભાષામાં માકંડેડ આઉટ તરીકે ઓળખવામાં આવે છે, સૌથી પહેલા વિનુ માંકડે આ રીતે કોઇ ખેલાડીને આઉટ કર્યો હતો અને ત્યારથી આ રીતે કોઇ ખેલાડી રનઆઉટ કરે તેને માકંડેડ આઉટ કહેવામાં આવે છે. આ મામલે વિનુ માંકડના પુત્ર રાહુલ માંકડે આ રીતે આઉટ કરવાને માકંડેડ કહેવા સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે આ પ્રકારના આઉટ સાથે મારા પિતાનું નામ જોડવું એ કમનસીબી છે. રાહુલ માંકડે કહ્યું હતું કે રનઆઉટ થવાની…

Read More
Agut

મિયામી : સતત 7મીવાર મિયામી ઓપન એટીપી ટાઇટલ જીતવાનું નોવાક જોકોવિચનું સપનુ મંગળવારે રોબર્ટો બાતિસ્તા આગુટે તોડી નાંખ્યું હતું. આગુટે આ મેચમાં પહેલો સેટ ગુમાવ્યા પછી મેચમાં વાપસી કરીને જોકોવિચને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાકું કર્યું હતું. આગુટ પહેલો સેટ 1-6થી હાર્યો હતો, જો કે તે પછી તેણે મેચમાં જે રીતે વાપસી કરીને મેચ જીતી તેનાથી બધા નવાઇ પામ્યા હતા. બીજા સેટ દરમિયાન વરસાદને કારણે રમત થોડો સમય બંધ રહી હતી. અને તે પછી આગુટે જોરદાર વાપસી કરી હતી. અને ંતે તેણે આ મેચ 1-6, 7-5, 6-3થી જીતી લીધી હતી. આગુટે કહ્યું હતું કે ચોક્કસપણે આ વિજય મારા માટેં ખાસ…

Read More
Dhoni 1

ભારતીય ટીમના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે આમ્રપાલી ગ્રુપ સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસે પોતાની બ્રાન્ડીંગ અને માર્કેટીંગના બદલામાં 40 કરોડ રૂપિયાની બાકી રકમની ચુકવણી કરવાની માગ કરી હતી. ધોનીએ આરોપ મુક્યો છે કેં આમ્રપાલીએ તેની સાથે જે સમજૂતી કરી હતી તે અનુસાર રકમની ચુકવણી કરી નથી. એ ઉલ્લેખનીય છે કે 2009માં ધોની આમ્રપાલી ગ્રુપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો. આ ગ્રુપની સાથે ધોની અંદાજે 6 વર્ષ સુધી જોડાયેલો રહ્યો હતો. 2016માં જ્યારે કંપની પર હજારો ગ્રાહકોએ ઠગાઇનો આરોપ મુક્યો હતો. એટલે ધોનીએ તેની સાથેનો પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકેનો સંબંધ તોડી નાંખ્યો હતો,

Read More
Manu Bhakar Saurabh Chaudhary

નવી દિલ્હી : ભારતીય શૂટર મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ તાઇપેઇના તાઓયુઆન ખાતે રમાઇ રહેલી 12મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં બુધવારે 10 મીટર એર પિસ્તોલ મીક્ષ્ડ ટીમ ક્વોલિફિકેશનમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને તે પછી બંનેએ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ બંનેએ તેનાથી એક મહિના પહેલા જ દિલ્હીમાં આઇએસએસએફ વર્લ્ડકપની આજ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ક્વોલિફિકેશનમાં 17 વર્ષિય મનુ અને 16 વર્ષિય સૌરભે મળીને 784 પોઇન્ટ મેળવીને રશિયાની વિતાલીના બાતસરાસકિના અને આર્તમ ચેર્નોસોવ દ્વારા પાંચ દિવસ પહેલા જ યૂરોપિયન ચેમ્પિયનશિપમાં બનાવેલા રેકોર્ડનેં તોડ્યો હતો. ભારતીય જોડીએ પાંચ ટીમોની ફાઇનલમાં 484.8 પોઇન્ટ મેળવીને પહેલો ક્રમ મેળવવા…

Read More
Jadav Birthday 3

ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં દિલ્હીના ફિરોઝ શા કોટલા મેદાન પર મંગળવારે રમાયેલી દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 6 વિકેટે વિજય મેળવ્યો તે પછી કેદાર જાદવનો જન્મદિવસ ઉજવાયો હતો. મેચ જીત્યા પછી કેદાર જાદવની બર્થડે નિમિત્તે લવાયેલી કેક જાદવે કાપી હતી, જો કે કેક કપાયા પછી જાણે કે એ કેક વડે કેદાર જાદવને નવડાવી દેવાયો હોય તેવી હાલતમાં તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ચેન્નઇ સુપર કિંગ્સના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પરથી કેદાર જાદવની બર્થ ડેની ઉજવણીના ફોટાઓ શેર કરવામાં આવ્યા હતા. આ ફોટાઓમાં જોવા મળે છે કે તેની સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, અંબાતી રાયડુ, ડ્વેન બ્રાવો તેમજ ટીમના…

Read More
KXIP vs KKR

કોલકાતા : રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિન માકંડિંગ વિવાદમાં ફસાયો છે ત્યારે આવતીકાલે કિંગ્સ ઇલેવન પંજાબ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે જ્યારે મેદાને પડશે ત્યારે આ અનિચ્છીત વિવાદને પાછïળ મુકીને તેઓ ઇડન ગાર્ડન્સ પર નવેસરથી શરૂઆત કરવાની ઇચ્છા ધરાવતા હશે. બંને ટીમે પોતાની પ્રથમ મેચ જીતી છે ત્યારે આ બંને ટીમ પોતાની વિજયી લય જાળવી રાખવાની ઇચ્છા ધરાવતી હશે. પંજાબને ક્રિસ ગેલ પાસે તો કોલકાતાને આન્દ્રે રસેલ પાસે પહેલી મેચ જેવી જ આક્રમક ઇનિંગની આશા હશે. રાજસ્થાન સામેની મેચમાં ગેલે ધીમી શરૂઆત પછી આક્રમકતા અપનાવી હતી. તે પહેલા કેકેઆર વતી રમી ચુક્યો હોવાથી ઇડન ગાર્ડન્સથી તે માહિતગાર છે અને…

Read More
Mankanded

નવી દિલ્હી : જગજીત સિંહે ગાયેલી ઍક ગઝલના મુખડામાં ઉપર લખાયેલા શબ્દો આવે છે કે બાત નીકલેગી તો દૂર તલક જાયેગી. કઇંક ઍવી રીતે જ સોમવારે રાત્રે કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન દ્વારા રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરને માંકડેડ રનઆઉટ કરવાની ઘટના બીજા દિવસે મંગળવારે પણ ઍટલી જ ચર્ચામાં રહી છે. આ મામલે ક્રિકેટ જગતના માજી દિગ્ગજો સહિતના નિષ્ણાતોમાં પણ મતમતાંતર જોવા મળે છે. આમ જાવા જઇઍ તો અશ્વિને બટલરને આઉટ કર્યો તે આઇસીસીના નિયમ ૪૧.૧૬ હેઠળ યોગ્ય જ છે, જે અનુસાર આવું કરતા પહેલા બેટ્સમેનને ચેતવણી આપવાની પણ જરૂર નથી. આવા સમયે સવાલ માત્ર ગેમ સ્પિરીટનો જ રહે…

Read More
Sachin

નવી દિલ્હી : કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને જાસ બટલરને માકંડેડ રન આઉટ કર્યો તેના કારણે તેની ટીકા થઇ રહી છે, ત્યારે ૭ વર્ષ પહેલા પણ તેણે આવી હરકત કરી હતી, જા કે તે સમયે મેદાન પર હાજર દિગ્ગજ સચિન તેંદુલકરે નિર્ણય બદલાવ્યો હતો. બ્રિસ્બેનમાં કોમનવેલ્થ બેન્ક સિરીઝની શ્રીલંકા સામેની મેચમાં અશ્વિને લાહિરુ થિરિમાનેને માકંડિંગ આઉટ કર્યો હતો. તે સમયે સેહવાગ કાર્યકારી કેપ્ટન હતો અને મેદાન પર સચિન પણ હતો. સચિને સેહવાગ સાથે વાત કરીને થિરિમાને વિરુદ્ધની અપીલ પાછી ખેંચાવડાવી હતી. તે સમયે પણ અશ્વિન નિયમોનુસાર સાચો હતો પણ વાત સ્પોર્ટસમેન સ્પિરીટની હોય ત્યારે સીનિયર ખેલાડીઓની માન્યતા તેનાથી અલગ…

Read More
CSK

નવી દિલ્હી : આઇપીઍલ ૨૦૧૯ની પાંચમી મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી ડેરડેવિલ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે ૨૦ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૧૪૭ રન બનાવ્યા હતા, સીઍસકેઍ ૧૯.૪ અોવરમાં ૪ વિકેટના ભોગે ૧૫૦ રન કરીને છ વિકેટે વિજય મેળવ્યો હતો. ૧૨મી સિઝનમાં ધોનીની ટીમનો આ બીજા વિજય થયો છે. ૧૪૮ રનના લક્ષ્યાંક સામે સીઍસકેઍ ઝડપી શરૂઆત તો કરી પણ ત્રીજી ઓવરમાં રાયડુની વિકેટ ગુમાવી હતી. તે પછી વોટસન અને રૈનાઍ ૪ ઓવરમાં ૫૨ રનની ભાગીદારી કરીને ટીમને વિજયના પંથે મુક્યું હતું. વોટસન અને સુરેશ રૈના આઉટ થયા ત્યારે ટીમનો સ્કોર ૧૦.૨ ઓવરમાં ૯૮ રન હતો અને વિજય માટે ૯.૪ ઓવરમાં…

Read More
Rajeev Shukla

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન રાજીવ શુક્લાએ એવો દાવો કર્યો છે કે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની સહિતના આઇપીએલ કેપ્ટનોની એક બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કોઇ બેટ્સમેનને માંકડિંગ કરવા નહીં આવે. કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન અશ્વિને સોમવારે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જોસ બટલરને માંકડિંગ આઉટ કરીને નવા વિવાદને જન્મ આપ્યો છે. રાજીવ શુક્લાએ કહ્યું હતું કે કેપ્ટનો અને મેચ રેફરીઓની બેઠકમાં એવું નક્કી કરાયું હતું કે આ પ્રકારે કોઇ બેટ્સમેનને આઉટ કરવામાં નહીં આવે. એ બેઠકમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ હાજર હતા. તેમણે…

Read More