Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Gandhinagar PC.Still001

ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ અને ગુજરાત સરકારના ઉપક્રમે ફૂડ રિસર્ચ લેબોરેટરીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્ત ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આજે સવારે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા. ફૂડ રિસર્ચ લેબોરેટરી દેશની એકમાત્ર અને પ્રથમ લેબોરેટરી હોવાનો દાવો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.અદ્યતન ફૂડ રિસર્ચ લેબોરેટરી બનાવવા પાછળ સરકારે 1 કરોડનો ખર્ચ કર્યો છે. લેબોરેટરી બનતા જાહેર વિતરીત થતાં અનાજ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી સરળ બનશે. ફૂડ રિસર્ચ લેબોરેટરી સ્ટેટ ઓફ ધ આર્ટ કક્ષાની બની રહેશે.

Read More
161482 indian army

જમ્મુ – કાશ્મીરમાં સરહદ પરથી પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં ગઇકાલે થયેલા એક બીએસએફ જવાનનો શહીદ થવાનો બદલો ૨૪ કલાકમાં લઇ લીધો. આજે સાંબા સેકટરમાં બીએસએફે પાક વિરૂધ્ધ મોટી કાર્યવાહી કરી સાથે એલઓસી પાર ૩ પાકિસ્તાની ચોકીઓને પણ ઉડાવી. આ ઘટનામાં પાક રેન્જર્સના ૧૫ સૈનિકો ઠાર મરાયા હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાન સામે બીએસએફએ આ સૌથી મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાની છાવણીમાં સોપો પડી ગયો છે. જમ્મુ – કાશ્મીરના સાંબા સેકટરમાં ગઇકાલે પાકે. સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં બીએસએફના જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાન સરહદ પારથી સતત ફાયરીંગ કરી રહ્યું છે. ભારતીય જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. બીએસએફના…

Read More
cm rupani

ગુજરાતમાં જૈન વાણીયા ધંધામાટે જાણીતા છે. એમાય જ્યારે એ રાજકારણના ધંધામાં પડે ત્યારે જોખીજોખીને બોલે અને વર્તે બધુંય ત્રાજવે તોળીને કરે એમાંય વળી રંગુની મૂળીયાવાળા જૈન મુખ્યમંત્રી વિજય રૂપાણી બધાને ત્રાજવે તોળીને કામ કરે છે, પરંતુ રૂપાણીની હાલત અત્યારે ત્રાજવામાં દેડકાં તોલવા જેવી થઈ ગઈ છે. ગુજરાતમાં 99 સીટ પરથી જીતીને અાવ્યા બાદ રૂપાણી માટે બધા અેમએલએ હવે ડાહ્યા ડમરા પાળેલા ડોગી જેવા નથી રહ્યા. એમને કોઈ કહે બેસતો બેસ અને ઉભો થા તો ઉભા થાય હવે બધાં અેમએલએ પાળેલા દેડકાં જેવાં થઈ ગયા છે.પ્રધાનમંડળ બનાવવા તમામ જિલ્લા અને જ્ઞાતિને તોળી તોળીને ત્રાજવામાં મૂકવામાં જાય છે તો બીજા એમ.એલ.એ પલ્લામાંથી…

Read More
solanki970

જાળ નાંખી માછલી પકડવામાં માહિર મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પુરૂષોતમ સોલંકીએ હવે નવી જાળ નાંખી છે. અેમની જાળમાં હવે વિજય રૂપાણી નામની માછલી ફસાઈ ગઈ છે. પુરૂષોતમ સોલંકી કોળી નેતા તરીકે જીણીતા છે છેલ્લા કેટલાય સમયથી ચૂંટાઈને અાવતાં સોલંકીએ પોતાના ભાઈની હાર પછી તલવાર કાઢી છે. હિરા સોલંકીની હાર પછી તલવાર કાઢી છે.હિરા સોલંકીની હાર પછી પુરૂષોતમ સોલંકીએ હવે પોતાનું વર્ચસ્વ વધારવા માટે કોળી સમાજનો સહારો લીધો. કાલે ધરણાં કર્યા કેબીનેટનો બહિષ્કાર કર્યો અને અેમનાં અા ત્રાગાથી રૂપાણી અેવા બઘવાઈ ગયા કે હવે અેમને મનાવવા ઘૂંટણીએ પડી ગયા. કોળી સમાજનું વર્ચસ્વ ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી હોવાને કારણે પુરૂષોતમ સોલંકીએ શક્તિ પ્રદર્શન કરી…

Read More
BJP MLA Jetha Bharwad

ખાતા ફાળવણીને લઈને ભાજપમાં ખેંચતાણ ચાલી રહી હતી. અેક પછી અેક નેતાઓ નારાજ થયાના સમાચાર હતા હવે લગભગ બધાજ વિવાદો શમી ગયા છે.શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડના સમર્થકોએ પ્રધાનમંડળમાં સમાવવાની માંગ કરી છે, પરંતુ હાલ તે માની ગયા છે તેને મનાવવામાં સંગઠનના એક નેતા સફળ થયા છે. જેઠા ભરવાડે પણ ભાજપ મોવડીમંડળથી નારાજ નહીં હોવાનો દાવો કર્યો છે. સૌપ્રથમ નીતિન પટેલ બાદમાં પરસોતમ સોલંકી અને હવે જેઠા ભરવાડ પ્રધાનમંડળમાં સ્થાનને લઈને નારાજ મનાતા હતા. જોકે જેઠા ભરવાડને મનાવવામાં પાર્ટીને સફળતા મળી છે અને તેની સ્પષ્ટતા માટે તેમણે કમલમની મુલાકાત લીધી. જેઠા ભરવાડે કહ્યું કે, હું નારાજ નથી. મારી કોઈ નારાજગી નથી.…

Read More
PARSHOTTAM SOLANKI

સારુ ખાતુ નહીં મળવાથી નારાજ થયેલા પરષોત્તમ સોલંકીની નારાજગી દૂર થઈ ગઈ છે. સીએમ વિજય રૂપાણીએ સારુ ખાતુ આપવાની ખાતરી આપતાં પરષોત્તમ સોલંકી માની ગયા છે. સીએમે તેમને ખાતરી આપી છે કે કોળી સમાજને નારાજ નહીં કરાય. હવે કમુરતા બાદ વિધાનસભા સત્ર પત્યા પછી પ્રધાનોના ખાતામાં ફેરફાર થવાની શક્યતા છે. ત્યારે પરષોત્તમ સોલંકીને સારુ ખાતુ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે કેબિનેટમાં સ્થાન નહીં મળવાથી પરષોત્તમ સોલંકી નારાજ થયા હતા. તેમણે સીએમ સમક્ષ પોતાની નારાજગી ઠાલવી હતી. નારાજ પરષોત્તમ સોલંકી કેબિનેટની બેઠકથી પણ દૂર રહ્યા હતા. જોકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પરષોત્તમ સોલંકીની નારાજગી દૂર કરવાની જવાબદારી સોંપાઈ હતી. ભુપેન્દ્રસિંહ નારાજ…

Read More
5 1028 010418025830

વિશ્વની સૌથી મોંઘી વોડકાની બોટલ ચોરી થઈ છે. આ બોટલને ડેનિશ કૅફે 33 માં રાખવામાં આવી હતી. આ કેફે દુનિયાની સૌથી મોંઘા દારૂ કલેકશનમાં મશહુર છે. કેફે ખર્ચાળ વાઇન વિશ્વમાં 1.3 મિલિયન એટલે કે રૂપિયા 8.25 મિલિયનમાં બનાવવામાં આવી હતી. આ બોટલને રૂસની કંપની Dartz Motorzએ બનાવી હતી. આ બોટલનું નામ russo baltique vodka હતું.તે એટલા માટે વિશિષ્ટ હતી. કે બોટલ સોના અને ચાંદીથી બનાવવામાં આવી હતી. તેમાં મોંઘી ઝવેરાત હતી. કાફેના માલિક બ્રાયન એન્ગબર્ગે, ફેસબુક પર આ બોટલની ચોરી વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે રાત્રે કોઈએ કાફેમાંચોરી કરી અને ગોળીબાર કર્યો હતો.

Read More
gdp groth

ભારતનો ગ્રોસ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ની વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષમાં 7 ટકાથી ઓછો રહેશે.નિષ્ણાતોના મતે વસ્તુ અને સેવા કર (જી.એસ.ટી.) ના અમલીકરણથી અવરોધો અને નોંટબંધીની અસરથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ દર પર અસર થશે.નાણાંકીય વર્ષ 2016-17માં આર્થિક વૃદ્ધિ દર 7.1 ટકા રહ્યો હતો. તો 2015-16માં આર્થિક વૃદ્ધિ દર 8 ટકા ઉચ્ચ સ્તર પર રહ્યો હતો. કેન્દ્રિય કચેરીઓનું કાર્યાલય (સી.એસ.ઓ.)અે શુક્રવારના રોજ રાષ્ટ્રીય આવક 2017-18ના આગળના અંદાજને જાહેર કર્યો છે. એસબીઆઇના સંશોધનના મુખ્ય અર્થશાસ્ત્રી સૌમ્ય કાન્તી ઘોષે કહ્યું, ” જી.ડી.પી. વૃદ્ધિ દર માટે 7 ટકા આંકડાને પાર કરવો ખૂબ જ મુશ્કેલ છે.અા માત્ર ત્યારે જ બની શકે છે જ્યારે આધારને નીચે તરફ…

Read More
Satyadaypng

વડોદરાના વિવિધ વિસ્તારોમાં પાસ નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ લાગ્યા હોર્ડિગ્સ, હોર્ડિગ્સમાં પાસ નેતાની ISIS સાથે કરી સરખામણી, શ્રેય પટેલ નામના યુવાને લગાવ્યા હોર્ડિગ્સ, શ્રેય પટેલે અગાઉ પણ હાર્દિકનો કર્યો છે વિરોધ, વડોદરામાં હાર્દિકની સભા સમયે સ્ટેજ પર ચડી કર્યો હતો વિરોધ મહારાષ્ટ્રની ધટનાને લઇને અલ્પેશ ઠાકોર જશે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના દલિતો સામે કેસ થયા છે, તેમની સામે અત્યાચાર કરનાર સામે પગલાં લેવાતા નથી, કોણ દલિતો સામે અત્યાચાર કરે છે તેની તપાસ પણ થતી નથી અમદાવાદ : S.G હાઇવે પર કર્ણાવતી કલબ નજીક હીટ એન્ડ રન, કારચાલક બે બાઈકને અડફેટે લીધા, 3 ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર, કારચાલક ફરાર રાજકોટ : જસદણની તાલુકા પંચાયત…

Read More
61111166

RBIએ બેન્કોને તેમના ATM રિકેલિબ્રેટ કરવા આદેશ આપ્યો છે. જેથી તેમાં રૂ.૨૦૦ની નોટ ભરી શકાય. નીચા મૂલ્યની નોટનો પુરવઠો વધારવા માટે ૨૦૦ની વધારે નોટ ચલણમાં આવશે. આરબીઆઇના આદેશનું પાલન કરવામાં બેન્કિંગ ઉદ્યોગને એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવે તેવી શકયતા છે. બેડ લોનના કારણે બેન્કોની સ્થિતિ પહેલેથી ખરાબ છે. ત્યારે તેમણે ATMને રિકેલિબ્રેટ કરવા વધારે ખર્ચ કરવો પડશે. એક બેન્કરે કહ્યું કે આરબીઆઇએ બેન્કો અને ATM ઉત્પાદક કંપનીઓને જણાવ્યું છે કે શકય એટલી વહેલી તકે ATMમાંથી રૂ.૨૦૦ની નોટ મળવી જોઇએ. બજારમાં ૨૦૦૦ની નોટ સામે નાની નોટની પણ જરૂર હોવાથી આ ઉપયોગી પગલું છે. આ પ્રોજેકટને સંપૂર્ણ લાગુ કરવામાં પાંચથી છ…

Read More