Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

aadhar card

રેલવે ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે બુકિંગ માટે આધાર આપતા નંબરની જરૂર નથી, લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં રેલ રાજ્ય મંત્રી રાજેન ગોહેન જણાવે છે કે ટિકિટ બુકિંગ માટે આધાર નંબરને ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવને મંજૂરી મળી નથી. જો કે, વરિષ્ઠ નાગરિકોની સિક્યોરિટીઝ ટિકિટ બુકિંગ માટે જાન્યુઆરી 2017થી આધાર ચકાસણી સ્વૈચ્છિક ધોરણે શરૂ કરવામાં આવી છે.મંત્રીએ જણાવ્યું હતું કે, બુકિંગ માટે આધાર અને મોબાઇલ નંબરને લિંક કરવાની યોજના મુસાફરોને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરાવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રતિ મુસાફરે વર્તમાન ટિકિટ બુકિંગની માસિક સીમા વધારીને 12 કરી છે.

Read More
DSqC6lYVwAAJuz9

મુંબઈમાં પબની ઘટનાને હજી સુધી લોકો ભૂલી શક્યા નથી, ત્યારે વધુ એક ઈમારતમાં આગ લાગવાથી 4 લોકોના મોત થયા છે. ગુરુવારે મોડી રાત્રે મુંબઈના મરોલ વિસ્તારમાં એક રહેવાસી બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં 4 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. જોકે, આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ગત રાત્રે મુંબઈના મરોલ વિસ્તારની મૈમૂન મંજિલ નામની એક રહેવાસી ઈમારતના ત્રીજા માળે આગ લાગી હતી. ઘટના મોડી રાત્રે અંદાજે દોઢ વાગે બની હતી. ફાયરબ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક અહી દોડાવાઈ હતી અને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. બિલ્ડિંગમાં કુલિંગનું કામ ચાલુ કરીને અન્ય રહેવાસીઓને સલામત રીતે બહાર કઢાયા…

Read More
12662524 10153769945575490 5857394846050078653 n

અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી અને હિમવર્ષાથી ૧૧ લોકોના મોત થયા છે. આવતા દિવસોમાં હજુ ખરાબ સ્થિતિ ઉભી થશે. બરફના તોફાનની ચેતવણી આપવામાં આવી છે. એક નિષ્ણાંતે જણાવ્યુ છે કે ઇસ્ટ કોસ્ટના કેટલાક વિસ્તારોમાં મંગળ ગ્રહથી પણ વધુ ઠંડી પડી શકે છે. કેટલાક રાજયોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. જયોર્જીયા અને કેલીફોર્નીયાના કેટલાક વિસ્તારોમાં ઠંડી અને હિમપાત વધુ છે અનેક જગ્યાએ તળાવો અને ફાઉન્ટેન બરફમાં ફેરવાઇ ગયા છે. નેશનલ વેધર સર્વિસના કહેવા મુજબ આવતા ર૪ થી ૪૮ કલાકમાં સ્થિતિ વધુ બગડી શકે છે. અહી બોંબ સાઇકલોનની વોર્નીંગ આપવામાં આવી છે એટલે કે ખતરનાક બરફનું તોફાન અમેરિકામાં આવશે. સીએનએનના કહેવા મુજબ…

Read More
cold weather

સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનું જોર યથાવત છે. ભારે પવનો ફૂંકાતા લોકો ઠૂંઠવાઇ ગયા છે. કડકડતી ઠંડીમાં લોકો બહાર નીકળતા વિચારે છે. ઠંડા પવનના સુસવાટાથી ઠંડી વધારે લાગે છે. નોંધનીય છે કે ભારે ઠંડીના કારણે હિલ સ્ટેશન આબુ પણ ઠંડુંગાર થઇ ગયું છે. આબુમાં 0 ડિગ્રીએ પારો પહોંચ્યો. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સાંજના સમયમાં ધીમે ધીમે વધતી જતી પવનની ગતિ રાતના સમયે થોડીભારે થઇને વહેલી સવારે અતિભારેમાં ફેરવાઇ જાય છે. જેના કારણે ઠંડી સાથે ભારે પવનનું મિશ્રણ થતાં સ્થાનિકો થથરી રહ્યા છે. લોકોઅે દુરની મુસાફરી કરવી બંધ કરી છે, રાત્રે રસ્તાઓ સુમસામ થઈ જાય છે જે…

Read More
patidar sammit

ગાંધીનગરમાં આવતીકાલથી શરૂ થનાર ત્રણ દિવસ માટેના ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમીટ કાર્યક્રમનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ કરશે. ૩ર જેટલા દેશોમાંથી ૧૦,૦૦૦ જેટલા પાટીદાર ઉદ્યોગપતિઓ આ ઇવેન્ટમાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં રોજ ૩ લાખ લોકો ઉપસ્થિત રહે તેવી શકયતા છે. એકઝીબીશનમાં પ૦૦ જેટલા સ્ટોલ નાખવામાં આવ્યા છે. આ ઇવેન્ટમાં અનેક રાજકીય, બીઝનેસ અને મોટા ગજાના નેતાઓ-ઉદ્યોગપતિઓ હાજર રહેવાના છે. જેમાં સુઝલોનના ફાઉન્ડર તુલસી તંતી, જાયડસ કેડીલાના સીએમડી અને ચેરમેન પંકજ પટેલ, અમેરિકા સ્થિત બીઝનેસમેન કિરણ પટેલ, ડો.વિઠ્ઠલ ધડુક, બાલાજી વેફર્સના ફાઉન્ડર અને ડાયરેકટર ચંદુભાઇ વિરાણી, શ્રીરામકૃષ્ણ એકસપોર્ટના ચેરમેન ગોવિંદભાઇ ધોળકીયા, ગણપત યુનિ.ના ગણપત પટેલ વગેરે હાજર…

Read More
ranveer deepika story 647 022517095933

હાલમાં દીપિકા અને રણવીર વેકેશન માણી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર આ 5 જાન્યુઆરીએ પોતાની 32માં જન્મદિવસે દીપિકા રણવીર સાથે સગાઇ કરશે. થોડાક દિવસ પહેલા રણવીરે દીપિકાના માતા-પિતા સાથે જોવા મળ્યો હતો. બની શકે છે બંને પરિવારોએ મળીને સગાઇનું પ્લાનિંગ કર્યું હોય. રણવીર અને દીપિકાનો પ્રેમ આમ પણ બી ટાઉનમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Read More
WhatsApp Image 2018 01 03 at 6.39.36 PM

વાત કરીએ અૈશ્વર્યા રાય બચ્ચનની તો તેમની દરેક નાનીમાં નાની ખબર પણ મીડિયામાં ગોસિપનો ભાગ બની જાય છે. આરાધ્યા અૈશ્વર્યા રાય બચ્ચનની દીકરી હોવાનો દાવો કરતા કહ્યુ  કે આરાધ્યા અૈશ્વર્યાની એકમાત્ર દિકરી નથી. સંગીતે મીડિયા સામે દાવો કરતા જણાવ્યુ કે તેનો જન્મ અૈશ્વર્યાના મિસ વર્લ્ડ બનતા પહેલા જ વર્ષ 1988માં આઇવીએફ ટેક્નિકથી લંડનમાં થયો હતો. તેના જણાવ્યા અનુસાર તે પોતાના નાના અને નાની સાથે શરૂઆતના બે વર્ષ સુધી જ રહ્યો હતો અને ત્યારબાદ તે ચોડાવરમમાં રહેવા લાગ્યો. આ ઉપરાંત સંગીતે એક બીજો ચોંકાવનારો દાવો કર્યો છે કે અૈશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક એકબીજાથી અલગ રહે છે. તેણે મીડિયાની સામે 27 વર્ષોથી અલગ રહ્યા હોવાની વાત…

Read More
5995dbed2700003600d4f882

અમેરિકન સરકારના આ નિર્ણયથી અમેરિકામાં હજારો ઈન્ડિયન એમ્પ્લોઈઝની H-1B વીઝા એક્સટેન્ડ કરવામાં નહીં આવે કારણકે સ્થાઈ નિવાસની અનુમતિ આપવાવાળું ગ્રીન કાર્ડની એપ્લિકેશન હજી પેન્ડિંગ છે. આ નવા કાયદાથી પ્રભાવિત થનારા ભારતીયોમાં મોટી સંખ્યામાં IT સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓ છે. હાલના નિયમો પર નજર કરીએ તો ગ્રીન કાર્ડ બાકી રહેવામાં હજી 2થી3 વર્ષ માટે H-1B વિઝાની માન્યતા વધારવાની અનુમતિ મળેલી છે. જો નવા રૂલ પર અમલ કરવામાં આવશે તો H-1B ધારક 50,000થી 75,000 ભારતીયોએ અમેરિકા છોડીને ભારત પાછું આવવું પડી શકે છે. સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીની સંસ્થા નેસ્કૉમ વીઝા સંબંધી મુદ્દાઓ પર અમેરિકાની સંસદ અને સરકાર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી ચુકી છે.…

Read More
hinsa.Still002

મહારાષ્ટ્રમાં જાતીવાદને લઈને ફાટી નીકળેલી હિંસાઅે ધીમે ધીમે જોર પકડ્યું છે. મુંબઈ, પુણે અને હવે ગુજરાતમાં પણ અા હિંસા ફેલાઈ રહી છે ત્યારે ગાંધીજીના ગુજરાતમાં અને મુંબઈમાં અાજે જે દૅશ્યો સામે અાવ્યા તે જોઈને ભલભલાનું કાળજુ કંપી જાય. જીહા અાજે મહારાષ્ટ્રના મુંબઈથી અેક વીડિયો સામે અાવ્યો છે જેમાં અેક માસુમ બાળક જે હજુ ઉગીને ઉભો થયો છે ત્યાં જ તેના હાથમાં રહેલા પથ્થરો તેની અાંખોમા રહેલું ઝનુુન અને મારી-ફાડી નાકવાની વાતો અાપણા સમાજના પ્રતિબિંબને ઉજાગર કરે છે. અા વીડિયો જોતા વિચારતા કરી મુકે તેવી અેક વાત છે કે શું ખરેખર અાપણે નિર્દોષતા ગુમાવી દીધી છે.બચપનમાં અાવી ઘાતકી વિચારતા અને અભિગમ…

Read More
1 1514971334

પૂણેના ભીમા કોરેગાંવ ઘટનાના પગલે મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર બંધની અસરના કારણે સુરતથી મહારાષ્ટ્ર જતી 31 બસના રૂટ કેન્સલ કરવામાં આવ્યાં છે. જેથી સુરતમાં પણ પેસેન્જરની હાલત કફોડી થઈ હતી. દરમિયાન ઉધના સ્ટેશન ખાતે લોકો રસ્તા પર ઉતર્યા હતા. અને ચક્કાજામની સ્થિતિ ઉદભવી હતી. ઉધના સ્ટેશન પર બે ટ્રેન પણ અટકાવી દેવામાં આવી હતી. દરમિયાન ઉધના ખાતે આવેલા ભાજપના કાર્યાલય પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. સાથે જ આવતીકાલે સુરત બંધનું સમતા સૈનિક દળ દ્વારા એલાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની હીંસામાં આજે સુરતમાં ઉધના રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં દેખાવો યોજ્યા હતાં. ત્યારે આજે મહારાષ્ટ્ર બંધ બાદ આવતીકાલે ચોથી…

Read More