Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

rajkot suicide case

રામેશ્વર પાર્કમાં ત્રણ મહિના અગાઉ વૃધ્ધાના આપઘાત કેશમાં નવો વળાંક અાવ્યો છે.વૃદ્ધાએ આપઘાત નહીં પરંતુ તેનાં પ્રોફેસર પુત્ર સંદિપ નથવાણીએ ચોથા માળેથી ફેંકી હત્યા નિપજાવી હોવાનું આવ્યું સામે. અા સમગ્ર મામલો ત્યારે અાવ્યો સામે જ્યારે નનામી અરજી અને સીસીટીવી ફુટેજના આધારે થયો પર્દાફાશ. જામનગરથી સારવાર અર્થે રાજકોટ આવેલ માતાની સેવા ચાકરીથી કંટાળી પુત્રએ ભરેલું અા હીચકારી પગલું.યુનિવર્સીટી પોલીસે હત્યારા પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી.આરોપી પુત્ર ગવર્મેન્ટ કોલેજમા છે પ્રોફેસર અને મૃતક માતા પણ હતા નિવૃત શિક્ષિકા. સમગ્ર ઘટના સમાજ સામે લાલ બતી સમાન છે. અાજના સમયમાં સ્વાર્થ અેટલો વધ્યો છે કે અાપણા ઘરમાં રહેલા અાપણા…

Read More
LPG Gas

નવા વર્ષ પર તેલની કંપનીઓ તરફથી રસોઇનાં ગેસનો ઉપયોગ કરનાર ગ્રાહકોને માટે રાહતનાં સમાચાર આવ્યાં છે. રસોઇ ગેસનાં સિલિન્ડરની કિંમતોમાં સાડા ચાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ૧લી જાન્યુઆરીથી આ નવા ભાવ લાગુ થઇ ગયાં છે. સરકારે ૧૪.૨ કિલોવાળા બિન રાહતમય સિલેન્ડરની કિંમત રૂ.૮૨૨.૫૦થી ઘટાડી રૂ.૮૧૮.૦૦ કરી દીધી અકિલા છે. આ પ્રકારે ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલેન્ડરની કિંમત પણ રૂ.૧૪૫૧થી ઘટી રૂ.૧૪૫૭ સુધી કરી દેવામાં આવી છે. આ પ્રકારે કોમર્શિયલ સિલેન્ડરની કિંમતોમાં ૪ રૂપિયા અને ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં સાડા ચાર રૂપિયા સુધીનો ઘટાડો કરી દેવાયો છે. જાન્યુઆરીમાં પ્રતિ સિલિન્ડર કેશ સબસિડી રૂ.૩૨૦ મળશે. ડિસેમ્બર ૨૦૧૭માં આ ભાવ રૂ. ૩૨૫.૬૧ હતો.…

Read More
umar jignesh

ભીમા-કોરેગાંવ ખાતે ભડકેલી હિંસાના મામલે મહારાષ્ટ્ર પોલીસે પૂના ખાતે જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ગુનો દાખલ કર્યો છે. ઉશ્કેરણીજનક ભાષણો કરીને સમાજના બે સમૂહો વચ્ચે હિંસા ભડકાવાના પ્રયાસ મામલે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ પર આરોપ છે કે ભીમા-કોરેગાંવ ખાતે યોજાયેલી રેલી પહેલાં તારીખ 31મી ડિસેમ્બરના રોજ પૂના સ્થિત શનિવારવાડા ખાતે ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવ્યાં હતાં. જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 153 (એ), 505 અને 117 હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read More

થોડા સમય પહેલા સરકારે એવો વિશ્વાસ અપાવ્યો હતો કે આધારકાર્ડ બિલકુલ સુરક્ષિત છે. UIDAI દ્રારા પણ કહેવામાં આવ્યું છે કે આધારકાર્ડની જાણકારી સુરક્ષિત છે. જો તમે એવુ વિચારતા હોવ કે આધરકાર્ડ સુરક્ષિત છે તો એ ખોટુ છે. તમે 500 રૂપિયા આપીને ફક્ત 10 મિનીટમાં કરોડો લોકોના આધારકાર્ડની માહીતી મેળવી શકો છો. આ વાત થોડી વિચિત્ર છે.પણ માહિતી દ્રારા આવું જાણવા મળ્યુ છે. ધ ઇંગ્લીશ અખબાર ધ ટ્રિબ્યુનએ તપાસ કરી છે કે જેમાં આ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી છે. ટ્રીબ્યુન મુજબ, તેમણે માત્ર રૂ. 500 મા વોટ્સપ ગ્રૂપની આ સેવા ખરીદી હતી અને આશરે 100 મિલિયન બેઝ કાર્ડ્સની ઍક્સેસ મેળવી…

Read More
cerote

શિયાળાની સિઝનમાં ખાવાપીવા પર વિશેષ ધ્યાન રાખવું પડે છે શિયાળાની મોસમમાં લોકો મોટા ભાગે ભાજી લીલા પાંદડાવાળા શાક અને ગાજર જેવા તાજા શાકભાજીને પસંદ કરે છે, જે હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે. અા સિવાય શિયાળાની સિઝનમાં રોજ અેક કાચુ ગાજર કે તેનું જ્યુસનું સેવન કરવાથી ઘણા હેલ્થ પ્રોબ્લમ દૂર કરી શકાય છે. કેરીટ્રોનોઇડ, પોટેશિયમ, વિટામિન્સ એ અને ઇ ગુણધર્મોથી સમૃદ્ધ ગાજરનું સેવન કેન્સર અને હૃદયની બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે. અા સિવાય શિયાળાની સિઝનમાં રોજ અેક કાચુ ગાજર કે તેનું જ્યુસનું સેવન કરવાથી ઇમ્યુનીટી પાવરમાં પણ વધારો થાય છે. તમે ગાજરને શાકભાજી, સલાડ, જ્યુસ અથવા સૂપ કોઈપણ રીતે…

Read More
2018 1image

ભારતીય રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં 10 રૂપિયાની નવી નોટ રજૂ કરશે આ નવી નોટ મહાત્મા ગાંધી સીરિઝની જ હશે. આ નવી નોટને ચોકોલેટ બ્રાઉન કલર બેઝમાં તૈયાર કરવામાં આવી છે. આ નોટો પર કોણાર્ક સૂર્ય મંદિરનું ચિત્ર હશે.સૂત્રોના આધારે આરબીઆઈ દસ રૂપિયાના દરની 1 બિલિયન નોટ પહેલેથી જ છાપી ચુક્યુ છે. જણાવી દઈઅે કે દસ રૂપિયાની નોટોની ડિઝાઇનમાં વર્ષ 2005માં પરિવર્તન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આરબીઆઈ 200 અને 50 ની નવી નોટો જારી કરી હતી.આ નોટો પણ મહાત્મા ગાંધી સીરિઝની જ છે સરકારે વર્ષ 2016માં નવેમ્બર મહિનામાં 500 અને એક હજાર રૂપિયાની જૂની નોટો બંધ કરવાની જાહેરાત…

Read More
56061686 70a8 11e7 a1e4 b67c25a49489

દેશની રાજધાની નવી દિલ્હીને ક્રાઈમ કેપિટલ પણ કહેવામાં આવે છે.. કારણકે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિત ઘણી નબળી છે. પરંતુ જો ટ્રાફિકના નિયમોની વાત કરીએ તો, અહીંના ૯૫ ટકા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. ગુજરાતને દેશનું સૌથી સુરક્ષિત રાજય ગણવામાં આવે છે, પરંતુ અહીંના ૮૩ ટકા લોકો ટ્રાફિકના નિયમોને ગણતા જ નથી. દિલ્હી ઈન્ટીગ્રેટેડ મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ(ડીઆઇએમટીએસ)ના એક સર્વેમાં આ બાબત સામે આવી છે. ડીઆઇએમટીએસ એક અર્બન ટ્રાન્સપોર્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ કંપની છે. ૨૦૧૬માં ગુજરાતમાં ૮૧૩૬ લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા, જેમાંથી મોટાભાગના હેલ્મેટ અને સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાને કારણે અકસ્માતનો ભોગ બન્યા છે. ચાર મોટા શહેરોની…

Read More
sachin tendulkar pm modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ક્રિકેટરથી રાજકારણમાં આવેલા સચિન તેંડુલકર સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર સૌથી વધુ ચર્ચામાં રહેલા સાંસદ બન્યા. ફેસબુક દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, મોદી લોકસભા સદસ્ય અને સચિન રાજ્યસભાના સાંસદ સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા, ફેસબુકની આ રેંકિંગ વર્ષ 2017માં રિએક્શન, શેર અને ટીપ્પણી પર આધારિત છે આ યાદીમાં આરકે સિન્હા, અમિત શાહ, અસદઉદ્દીન ઓવૈસી અને ભગવંત માનના નામ સામેલ છે. ટોચના કાર્યાલયોમાં વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ.) ત્યાર બાદ રામ નાથ કોવિંદ બીજા સ્થાને રહ્યા.મંત્રાલયમાં વિદેશ મંત્રાલય ટોચ પર રહ્યું પી.એમ.ઓ. ઇન્ડિયાને 137.4 કરોડ ફોલોઅર્સ અને 138.2 કરોડ લાઇક્સ મળ્યા. તો રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના પેજ પર…

Read More
Satyadaypng

સુરત કોર્ટમાં તારીખ હોવાથી હાર્દિક પટેલ સુરત પહોંચ્યો, હાર્દિક પટેલનું નિવેદન ભાજપમાં ઘણા સિનિયર ધારાસભ્ય છે, 50-60 MLAને એક એક ખાતું આપી દો, જેથી કોઈને નારાજગી રહે નહીં ગાંધીનગર : આજે કમલમ ખાતે ભાજપની બેઠક યોજાશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને યોજાશે બેઠક જૂનાગઢ: મહારાષ્ટ્રના કોરેગાવની ઘટનાના પડઘા, જૂનાગઢનું વંથલી શહેર સજ્જડ બંધ ,દલિત સંગઠન દ્વારા અપાયું છે બંધનું એલાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સુરત બંધનું એલાન મોકુફ રાખવામાં આવ્યું છે, શાંતિપૂર્ણ વાતાવરણ છે અને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી: ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા રાજકોટ: ધોરાજીમાં અજાણ્યા શખ્સો દ્વારા ST બસ સળગાવવાનો મામલો, ધોરાજીથી ઉપડતી…

Read More