Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

kangana ranaut

સીમરન બાદ કંગના રનૌત તેની આગામી ફિલ્મ મણીકર્ણિકા- ધ ક્વીન ઓફ ઝાંસીના શુટીંગમાં વ્યસ્ત છે. જયપુરમાં હાલ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મના સેટ પરથી કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. જેમાં કંગના મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. કંગના આ ફિલ્મમાં રોયલ પાત્ર નિભાવે છે. કંગના આ ફોટાઓમાં પાઘડી અને હાથમાં તલવાર ઉઠાવી એક દમ યોદ્ધા માફક લાગી રહી છે. આમ પણ કંગના તેની ફિલ્મમાં જાન રેડી દે છે. પોતાની અભિનય ક્ષમતાથી અવારનવાર બધાને મંત્ર મુગ્ધ કરી દે છે. જોવાનું એ છે આ ફિલ્મમાં તેનો કેટલો જાદુ ચાલશે આ ફોટામાં કંગના સફેદ અને ગોલ્ડન કલરના રજવાડી પોશાકમાં એક દમ…

Read More
597726 bigthumbnail

રીના બ્રહ્મભટ્ટ આ વખતની ચુંટણી કઈક હટકે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ હશે? એ સસ્પેન્સ હજુ અકબંધ છે. કોંગ્રેસે પણ હજુ આ મામલે પોતાના પત્તા  ખોલ્યા નથી. અને લોકો પણ આ મામલે ચુપચાપ ખેલ જોવાના મૂડમાં છે. અને આની પાછળ પણ એક ગણિત તે હોય છે કે, વિરોધ પક્ષ ઉમેદવારોની જોડ-તોડ ના કરે કે પછી ઉમેદવારના મત તોડે તેવો ઉમેદવાર ઉભો રાખે કે પછી અપક્ષ ઉતારી મતોનું વિભાજન કરવામાં આવે ખેર આ તથ્ય સામે એક વાત એ પણ છે કે બીજેપી પાસે હાલ એવો કોઈ મજબુત ચહેરો નથી કે, જે મોદીની જેમ લોકોને આકર્ષી શકે. બાકી અત્યાર સુધીની તમામ…

Read More
Balvant Signh

મેહુલ ભટ્ટ દ્વારા રાજકારણમાં ગમે ત્યારે તખ્તો પલટાતો રહે છે, પવન પોતાની દિશા બદલે તેના કરતા પણ વધુ ઝડપથી રાજકારણમાં દિશા બદલાતી હોય છે, અને દિશા બદલાવાની સાથે જ સમગ્ર દશા પણ બદલાતી હોય છે. રાજ્યસભાની ચુંટણીમાં જો બળવંતસિંહના પાસા પોબારા પડ્યા હોત તો તેમની ઈચ્છા મુજબ તેઓ આજે રાજ્ય સભાના સભ્ય બની ચુક્યા હોત. પરંતુ ગણિત સહેજ ખોટું પડવાના કારણે તેઓ એક ઉદ્યોગપતિને છાજે તે પ્રકારે જીઆઈડીસીમાં ચેરમેનપદે જરૂર બિરાજમાન થઇ ચુક્યા છે. પરંતુ ભારતીય  જનતા પાર્ટી પણ હવે તેમને આ શિરપાવ આપવા બદલ તેમની પાસેથી કોઇપણ ભોગે સિદ્ધપુર વિધાનસભાની વિધાનસભાની સીટ જીતવાની અપેક્ષા રાખી રહી છે. સિદ્ધપુર વિધાનસભાની…

Read More
kadvi hava 123

નીલ માધવ પાંડાની નવી ફિલ્મ ‘કડવી હવા’નું ટ્રેલર લોન્ચ થયું છે. સોશિયલ ડ્રામા આધારિત આ ફિલ્મમાં જલવાયુ પરિવર્તનને કારણે થનારા ભંયકર નુકસાનને કારણે લોકોને ચેતવણી આપવાની કોશિશ કરવામાં આવી છે. આ ફિલ્મ 24 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.આ ફિલ્મ સારો મેસેજ આપે છે. આ ફિલ્મમાં સંજય મિશ્રા અને રણવીર શૌરી મુખ્ય ભૂમિકામાં છે. સંજય મિશ્રા આ ફિલ્મમાં એક અંધ વૃદ્ધનો રોલ કરી રહ્યા છે, જે રણમાં રહે છે. રણવીર શૌરી ફિલ્મમાં ઓડિશાનો રહેવાસી છે. ટ્રેલરમાં જોવા મળે છે કે જળવાયુના પરિવર્તનને કારણે કેવી રીતે સીઝન બદલાઈ છે અને તેની અસર ખેતી પર પડે છે. આ ફિલ્મને દ્રશ્યમ ફિલ્મસ દ્વારા બનાવવામાં…

Read More

ઐશ્વર્યા રાયનો આજે ૪૪મો જન્મ દિવસ છે. તેના પ્રશંસકો આ દિવસનું આતુરતાથી રાહ જોતા હોય તે સ્વાભાવિક છે. થોડા દિવસ પહેલા ઐશના પિતાનું નિધન થયું હતું આથી તે શોકમાં છે અને આ વર્ષે તેનો જન્મ દિવસ બહુ ધામધુમથી નહી મનાવે। ઐસ તેના પિતાની ખુબજ નજીક હતી તે તેના પપાની લાડકવાઈ હતો તેના પિતાના નિધનથી તે ખુબજ અપસેટ થઈ ગઈ છે. તેમની યાદમાં હાલતો તે કોઈ કાર્યક્રમ કે મોટી ઉજવણીમાં ભાગ લેવા માંગતી નથી ગયા જન્મદિવસે અભિષેકે વિદેશમાં તેનો જન્મ દિવસ ખુબજ ધૂમધામથી  ઉજવ્યો હતો આ વર્ષે પણ અભિષેક તેના જન્મ દિવસ પર કોઈ કચાસ રાખવા માંગતો ણ હતો પરંતુ એસની…

Read More
lpg cylinder

દેશની જનતાને વધુ એક લપડાક મોંઘવારીની લપેટમાં હવે રોજ બરોજની જિંદગી સાથે સંકળાયેલી ચીઝ વસ્તુઓના ભાવ આસમાનને સ્પર્શી રહ્યા છે. તેલ કંપનીઓએ સબસીડી વગરના ગેસ સીલીન્ડર પર ૯૪નો તો સબસીડીવાળા સીલીન્ડર પર ૪રુપિયા ૫૬ પૈસાનો વધારો કરાયો છે. છેલ્લા ચાર મહિનાથી ગેસ સીલીન્ડરની કીમત પર દર મહીને 4 રૂપિયાનો વધારો કરાયો હતો. આમ ગેસની કીમતમાં ૭૫૧નો વધારો થયો છે. આ ભાવ વધારાની સૌથી વધુ અસર ગરીબ અને મધ્યમવર્ગ પર પડશે કમર તોડ મોઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે. એક સાથે આટલો મોટો ભાવ વધારો પહેલી વખત થઈ રહ્યો છે. ભાવ વધારો ૧ નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે ગરીબ અને…

Read More
home

મોંઘવારીએ માજા મૂકી છે જ્યાં જુઓ ત્યાં ભાવ વધારો થઇ રહ્યો છે. હવે ભાડેથી રહેતા લોકો માટે ખરાબ સમાચાર છે. એક શહેર કે બીજા નાનકડા ગામડાથી આવીને બીજા શહેરમાં આવીને વસનાર લોકો મુશ્કેલીથી જીવન જીવતા હોય છે આવે સમયે તેઓ ભાડાનાં ઘરમાં રહે તે સ્વાભાવિક છે. પોતાનું ઘરનું ઘર બનાવવું તેતો આજના સમયમાં જાણે કે કોઈ સ્વપ્ન બની ગયું છે. હવે આવે સમયે મકાન ભાડામાં ૫% જેટલો વધારો થાય તો ખુબજ મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે. એક અહેવાલ મુજબ અમદાવાદ સહિતના દેશના ૮ મોટા શહેરોમાં ચાલુ વર્ષના ત્રિમાસિક ગાળામાં એટલેકે જુલાઈ -સપ્ટેમ્બર મહિનામાં મકાન ભાડામાં તોતિંગ વધારો જીકાયો છે. દેશના…

Read More

વોટ્સએપ પર થોડા દિવસ પહેલા એક નવું ફીચર એડ કરવામાં આવ્યું  વોટ્સએપ પર બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને મોકલવાનો મેસેજ ભૂલથી મમ્મી-પપ્પામાંથી કોઈને મોકલી આપ્યો. અથવા ફેન્ડ્સ ગ્રુપમાં મોકલવાનો જોક ફેમિલી ગ્રુપમાં મોકલાઈ ગયો તો હવે ગભરાવાની જરુર નથી 5 મિનિટની અંદર આ મેસેજ તમે ડિલિટ કરી શકો છો. જો આ સાંભળીને તમને લાગતું હોય કે વોટ્સએપનું આ નવું ફીચર મજાનું છે તો તમારે આ પણ જણી લેવાની જરુર છે. આ ફીચર સાથે એક સમસ્યા છે. જો તેમે કોઈ મેસેજ ભૂલથી મોકલ્યા બાદ તેને ડિલિટ કરો છો તો રિસીવરના ચેટ બોક્સમાં એવું લખાઈને આવે છે કે ‘This message was deleted’ અને આ…

Read More
download

રીના બ્રહ્મભટ્ટ પાટીદાર અનામત  આંદોલન બાદ સ્થિતિમાં તેવો બદલાવ આવ્યો કે,  રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાઈ ગયા. અને જાતિવાદ ચરમ સીમા એ પહોંચ્યો.  અને રાજકીય સ્થિતિ અને પ્રભાવ જોઈને અન્ય   જ્ઞાતિઓ   પોતે રહી જશે..ના ડરથી ઠેર- ઠેર અનામતની માંગ કરવા લાગી. જેને  આજે હાલત તે છે કે, પાટીદારમાં  કેટલાક લોકો પોતે જ રાજકીય ગ્રુપ બનાવવાના ફિરાકમાં છે. ત્યારે અહીં તે નોંધવું જરૂરી છે કે, અનામતની  માંગણીઓ બાદ ઓબીસી અને દલિતો ની  એવી ધરી  રચાઇ કે  આ મતબેન્કને કેશ કરવા ભાજપ અને કોંગ્રેસ એમ બંનેમાં સતત હોડ અને કાવતરા ચાલી રહ્યા છે. અને આ તમામ કશમકશ વચ્ચે કોંગ્રેસ  એની પરંપરાગત લઘુમતી કોમને…

Read More

સમગ્રદેશમા શાકભાજીનાં ભાવ ભડકે બળે છે. શિયાળાની શરૂઆત થઇ ચુકી છે. આમ તો આવા સમયે ભાવ ઘટતા હોય છે. હાલ શાકભાજીનાં પુરવઠામાં 4 % ઘટાડો નોંધાયો હતો, પુરવઠો ઓછો મળતા ભાવમાં ઉછાળો થયો હતો. ભાવમાં 12% જેટલો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું તહેવારોની સીઝનમાં શાકભાજીની માંગ વધતા ભાવ વધ્યા હતા. ઓક્ટોબરમાં શાકભાજીની આવકમાં 33 ટકા ઘટાડો નોંધાતા રિટેઇલ બજારોમાં શાકના ભાવ 9% જેવા વધ્યા હતા. એસોચેમના ઇકોનોમિક રીસર્ચ બ્યુરોએ માહિતી આપી હતી કે અમદાવાદમાં શાકભાજીનાં પુરવઠો સપ્ટેમ્બરમાં 67,400 મેટ્રિક ટનની સરખામણીમાં 45 હજાર  મેટ્રિક ટન થયો હતો આમ પુરવઠો ઓછો થતા ભાવમાં વધારો થયો હતો. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કારેલા,…

Read More