Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

dt2

વિશ્વની સાત અજાયબીઓમાંથી એક તાજ મહેલ દુનિયાભરના લોકો માટે  આકર્ષણનું કેન્દ્ર છે. તાજ મહેલ વિષે કહેવામાં આવે છે કે, તાજ મહેલ બની ગયા પછી શાહજહાંએ તે કારીગરોના હાથ કપાવી નાંખ્યા હતા જેથી દુનિયાભરમાં તાજ મહેલ જેવી પ્રતિકૃતિ ન બની શકે. જો કે ઈતિહાસમાં આ વાતના કોઈ પુરાવા નથી અને અનેક ઈતિહાસકારોએ આ વાતને ખોટી સાબિત કરી છે. જો તાજ મહેલની પ્રતિકૃતિની વાત કરીએ તો ભારતમાં અનેક સ્થળોએ તાજમહેલની પ્રતિકૃતિ જોવા મળશે. રાજસ્થાનના કોટા શહેરમાં સેવન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ નામનો એક પાર્ક છે, જ્યાં દુનિયાભરની 7 અજાયબીઓની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે અહીં તાજ મહેલની પ્રતિકૃતિ પણ…

Read More
sunny deol

દશકાઓ સુધી બોલિવુડ પર રાજ કરનારા દેઓલ પરિવારની નવી પેઢી પણ હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. સની દેઓલને તેના પિતા ધરમેન્દ્રએ બોલિવુડમાં લોન્ચ કર્યો હતો. સની દેઓલ તેના પુત્ર કરણ દેઓલને બોલિવુડમાં લોન્ચ કરવા જઈ રહ્યો છે. સની એક ફિલ્મનું ડાયરેક્શન કરી રહ્યો છે જેમાં કરણ લીડ રોલમાં છે. આ ફિલ્મનું નામ છે ‘પલ પલ દિલ કે પાસ’. કરણનું અસલી નામ રાજવીર દેઓલ છે. પણ બોલિવુડમાં તે કરણના જ નામથી કામ કરવા માંગે છે. દેઓલ પરિવારની આ ત્રીજી પેઢી બોલિવુડમાં પદાર્પણ કરવા જઈ રહી છે. સનીએ જણાવ્યું કે, “મારા પિતાએ મને લોન્ચ કર્યો અને હવે હું મારા પુત્રને લોન્ચ…

Read More
61295296

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરદાર પટેલ શ્રીની  142મી  જન્મ જયંતિ  નીમીતે સવારે  ૯-3૦ કલાકે સરદારશ્રી ની પ્રતિમા ખાતે સરદાર વંદના તેમજ સરદાર પટેલ   શ્રી ને પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જે.ડી. પરમાર , જનરલ મેનેજર , સરદાર પટેલ શ્રી પરની નાટ્યક્રુતિ ટીમના કલાકારો  તથા ટ્રસ્ટના અધિકારી, કર્મચારી, સાથે તીર્થ પુરોહિતો,દર્શનાર્થીઓ  વિગેરે જોડાયા હતા. 13મી નવેમ્બરના સરદાર શ્રી એ શ્રી સોમનાથ ખાતે નુતન દેવાલયના ઝીર્ણોધ્ધાર કરવાના સંકલ્પની નાટ્ય સ્વરૂપની ઝાખી કરવામાં આવેલી. આ નાટ્ય સ્વરૂપની ઝાખી નિહાળી સૌ ધન્ય બન્યા હતા. શ્રી સોમનાથમાં  સરદાર ચોક ખાતે જય સોમનાથ ,જય સરદાર નો…

Read More
Qualcomm Snapdragon

ભારત દેશભરમાં 4 G નેટવર્કનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે વિકસિત દેશો 5 G તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. દુનિયાભરના વિકસિત દેશો વહેલીતકે 5 G લાવવાનો અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો ઉપયોગ વધારવાના પ્રયત્નો કરી રહ્યા છે. બની શકે કે 2020 સુધી મોબાઈલ નેટવર્ક્સની પાંચમા જનરેશનની ટેક્નોલોજી એટલે કે 5 G દુનિયાભરમાં ઉપયોગમાં લેવાતી થઈ જશે. 5 Gની ચર્ચા તો લાંબા સમયથી ચાલી રહી છે પણ આખરે 5 G સ્માર્ટફોનની એક ઝલક જોવા મળી છે. ચિપમેકર કંપની ક્વૉલકોમે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે, તેમની પ્રોટોટાઈપ ડિવાઈસ તૈયાર છે. આ ડિવાઈસ રેફરન્સ ડિઝાઈન છે, જેનો ઉપયોગ ટેસ્ટિંગ માટે…

Read More
64456 hdgtpcdikv 1501421602

અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં બાળકોના થયેલા મૃત્યુને લઈને કોંગ્રેસે આજે પત્રકાર પરીષદ કરી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલે આરોગ્યને લઈને રાજ્ય સરકારની કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યાં. સગર્ભા મહિલાની ટ્રીટમેન્ટના ખામી હોવાથી લઈ આશાવર્કર, આંગણવાડી બહેનો સાથે અન્યાય થતો હોવાનું શક્તિસિંહે જણાવ્યું. સગર્ભા મહીલાને યોગ્ય સમયે ટેબ્લેટ અને ટ્રીટમેન્ટ મળે તેની તકેદારી રાજ્ય સરકાર રાખતી ના હોવાનું જણાવી બાળકોના થયેલા મૃત્યુ પાછળ રાજ્ય સરકારની ગુનાહીત બેદરકારી હોવાનું જણાવ્યું. રજુ થયેલા સરકારી આંકડાઓ પર પણ પ્રશ્નો ઉભા કરતા બાળમૃત્યુદર ઓછો હોવાની જણાવતી ગુજરાત સરકાર બાળમૃત્યુદરમાં મોખરે હોવાનો આક્ષેપ શક્તિસિંહે કર્યો. ગોહીલે હાઈકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં કમિટી રચી આ અંગે તપાસ કરવાની પણ માંગ…

Read More
WhatsApp Image 2017 10 31 at 12.04.43 PM

રીના બ્રહ્મભટ્ટ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પાર્ટીઓ વચ્ચે સિયાસી જંગ  બરાબર જામ્યો  છે. બને પાર્ટીઓ માટે આ ચૂંટણી જીતવીએ પ્રતિષ્ઠાના જંગ  સમાન છે. ભાજપ માટે આ ચૂંટણી પરંપરાગત ગઢ જાળવી રાખવાની કવાયત છે. તો કોંગ્રેસ માટે નવસર્જન પામવાની તક છે. તેવામાં બંને પાર્ટીઓ દરેક પ્રકાર ની સિયાસી ચાલ ઉતરી મતો અંકે કરવા ચાલ પાર ચાલ ઉતારી રહ્યા છે. જો કે, ચૂંટણી જીતવા ચૂંટણીમાં દરેક પ્રકારની ચાલ ચાલવી એ રાજકીય મજબૂરી હોય છે. તેમજ એમાં મતોના રાજકારણને પણ સમજવું પડે છે કે, ક્યુ પરિબળ કે કયી જ્ઞાતિ કે ક્યુ ફેક્ટર મતોનું વિભાજન કરી શકશે.. ખેર આ વખતની ચૂંટણી અનેક પ્રકારની…

Read More
Taapsee Pannu

“જુડવા-2″ની સફળતા બાદ તાપસી પન્નું હાલમાં તેની આગામી ફિલ્મ “મુલ્ક” ના શૂટિંગમાં વ્યસ્ત છે. અનુભવ સિન્હાની આ ફિલ્મ એક થ્રિલર ફિલ્મ છે ફિલ્મમાં ઋષિ કપૂર આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય તાપસી હાલ હોકી ખેલાડી સંદીપ સિંહની બાયોપીક માટે ટ્રેંનિક લઈ રહી છે. પૂર્વ ભરતીય હોકીના ખેલાડી તાપસીને ટ્રેનિંગ આપી રહ્યા છે. આ ફિલ્મમાં દિલજિત દોસાંજ તેની સાથે મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે. તાપસીનું કહેવું છે કે મારા પપ્પા દિલ્હી યુનિવર્સીટી તરફથી હોકી રમતા હતા આમ હોકીતો મારા DNAમાં છે. હું નાનપણથી તેમને હોકી રમતા જોતી રહી છું આમ છતાં મેં ક્યારેય આજ સુધી હોકી સ્ટીકને હાથમાં પકડી…

Read More
shahid kapoor imtiaz ali

તાજેતરમાં જ ઈમ્તિયાઝ અલીની સુપરહિટ ફિલ્મ જબ વી મેટને 10 વર્ષ પૂરા થયા છે ત્યારે ફરી એકવાર શાહિદ અને ઈમ્તિયાઝ સાથે કામ કરે તેમ લાગી રહ્યું છે. આવતા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરુ થાય તેવી શક્યતા છે. આગામી ફિલ્મનું શૂટિંગ એપ્રિલ મહિનામાં શરુ થશે અને ભારત સિવાય વિદેશમાં પણ શૂટિંગ કરવામાં આવશે. શાહિદ કપૂર અત્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સાથે શાહિદ કપૂર પણ મેઈન કેરેક્ટરમાં છે. આ સિવાય ટોઈલેટ-એક પ્રેમ કથાના ડિરેક્ટર સાથે તે બત્તી ગુલ મીટર શરુ ફિલ્મ શરુ કરવાનો છે. શાહિદ કપૂરે જબ વી…

Read More
WhatsApp Image 2017 10 31 at 12.04.43 PM

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે. દેશના મહાન લોહપુરુષની જન્મ જયંતિ નિમિતે સમગ્ર દેશમાં કાર્યક્રમો યોજાયા હતા ત્યારે અમદાવાદમાં પણ સરદારને શ્રદ્ધા સુમન અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના ભાજપ પ્રમુખ અને નિકોલના ધારસભ્ય જગદીશ પંચાલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અતી ઉસ્તાહ કહો કે ભાન ભૂલી જવું નિકોલના ધારસભ્ય જગદીશ પંચાલે સરદારની પ્રતિમાને હાર-તોરા કર્યા હતા. જગદીશ પંચાલે પગના જૂતા ઉતાર્યા વગર હાર પહેરાવ્યો હતો. સરદારની પ્રતિમાનું અપમાન કર્યું હતું જોવાનું એ છે કે આવી ઘટનાઓ ખુબજ ગંભીર છે, આટલી મહાન હસ્તીનું આવું અપમાન નિંદનીય છે.

Read More
indira-gandhi-14

ભારતના પહેલા અને એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની આજે 33મી પૂણ્યતિથિ છે, ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિલ્હીમાં આવેલા શક્તિ સ્થળ  ખાતે ઈન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોંગ્રેસે  Tweet  કર્યું  કે, ભારત અને ભારતના લોકો માટે ઇન્દિરા ગાંધી યાદગાર છે, તે એક એવા નેતા હતા જેમનો દ્દઢ વિશ્વાસ અદ્વિતીય હતો. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ Tweet  કરીને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પુણ્યતિથિના પ્રસંગે શ્રદ્ઘાંજલિ આપી. ઇન્દિરા ગાંધી સક્રિય રાજનીતિમાં પોતાના પિતા જવાહરલાલ નેહરૂના નિધન પછી આવ્યા હતા. તેમણે પ્રથમ વખત પ્રધાનમંત્રી લાલ બહાદુર…

Read More