Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Pension Money

નવી દિલ્હી : નાની ઉંમરે જ રોકાણના મોટા ફાયદા થાય છે. આ માટે તમારે એવી સ્કીમ અથવા યોજના પસંદ કરવી જોઈએ કે જે આગામી દિવસોમાં તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરી શકે. આવી સ્થિતિમાં, સરકાર દ્વારા સંચાલિત નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તમારે મહિનામાં વધારે રોકાણ કરવાની પણ જરૂર નથી. આમાં, તમે દર મહિને ફક્ત 5000 રૂપિયા રોકાણ કરીને નિવૃત્તિ પછી 60,000 રૂપિયા માસિક પેન્શન મેળવી શકો છો. સાથે તમને 23 લાખ રૂપિયા મળશે. એનપીએસનો લાભ કોણ લઈ શકે છે 18 થી 60 વર્ષની વચ્ચેની કોઈપણ વયે વેતન નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) સાથે…

Read More
Fauji Calling

મુંબઈ : સૈનિકના જીવનની અનિશ્ચિતતા પર આધારિત ફિલ્મ ‘ફૌજી કોલિંગ’ નું મોશન પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં સમાચાર ઓડિયો સંભળાય છે જેમાં પુલવામા હુમલો હોવાનું જણાવાયું છે. તે જ સમયે, એક નાનકડી છોકરીનો અવાજ સંભળાય છે – જે કહે છે કે હું જાણું છું ભગવાન તારા ઘરે ન તું ન બોલાવે ત્યાં સુધી કોઈ આવી શકતું નથી, પણ હું આવીશ. કાલે સવાર સુધીમાં મારા પિતા ઘરે ન આવે તો. ફિલ્મ ‘ફૌજી કોલિંગ’નું ટ્રેલર ટૂંક સમયમાં જ રિલીઝ કરવામાં આવશે અને ફિલ્મ 2020 માં રિલીઝ થશે. View this post on Instagram #FaujiCalling, the untold story of what really happens…

Read More
Meerabai Chanu

નવી દિલ્હી : ભારતીય વેઇટલિફટર મીરાબાઈ ચાનુએ દોહામાં ચાલી રહેલા કતર ઇન્ટરનેશનલ કપમાં ગોલ્ડ જીત્યો છે. તેણે શુક્રવારે મહિલા 49 કિલો વર્ગમાં સફળતા હાંસલ કરી હતી. ચાનુએ કુલ 194 કિલો વજન ઉઠાવ્યું હતું. જોકે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 201 કિલોગ્રામ છે. ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ઇવેન્ટ હોવાને કારણે, અહીં પ્રાપ્ત કરેલા પોઇન્ટ્સથી ટોક્યો ઓલિમ્પિક્સ રેન્કિંગમાં ફાયદો થશે. 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ચાનુ માત્ર એક ક્લીન લિફ્ટ કરવામાં સફળ રહી હતી. તેણે સ્નેચમાં 83 કિલો અને ક્લિન એન્ડ જર્ક ઇવેન્ટમાં 111 કિલોગ્રામ વજન ઊંચકીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

Read More
Dabangg 3 3

સ્ટારકાસ્ટ: સલમાન ખાન, સોનાક્ષી સિંહા, સઇ માંજરેકર, સુદીપ દિગ્દર્શક: પ્રભુદેવા રેટિંગ: 2.5 સ્ટાર મુંબઈ : સલમાન ખાનની ‘દબંગ 3’ એ મસાલાવાળી ફિલ્મ છે જે એક્શન અને રોમાંસથી ભરેલી છે. દબંગ શ્રેણીની આ ત્રીજી ફિલ્મ છે. આમાં સલમાને એવા બધા પરિબળો અજમાવ્યા છે જે એક ફિલ્મ હિટ બનાવવા માટે જરૂરી છે. આ ‘દબંગ’ની પ્રિકવલ, જેમાં ચુલબુલ પાંડે ઇન્સ્પેક્ટર બનવાની વાર્તા બતાવે છે. એ વાર્તામાં પ્રેમ અને વિલન છે. આ વાર્તામાં સઇ માંજરેકરની એન્ટ્રી થઈ છે. સલમાન આ ફિલ્મથી સઇને લોન્ચ કરી રહ્યો છે. સલમાને કેવી રીતે ધાકડ પાંડેને ચુલબુલ પાંડે બનાવ્યો તે આ ફિલ્મમાં નવું છે પરંતુ વાર્તા એટલી અસરકારક નથી…

Read More
Online Shopping

નવી દિલ્હી : ખરીદી હંમેશાં મહિલાઓ સાથે સંકળાયેલી છે. પરંતુ આ દંતકથાને ભારતીય પુરુષો દ્વારા તોડવામાં આવી છે. એક તાજેતરના અહેવાલ મુજબ, પુરુષો દેશની મહિલાઓ કરતાં વધારે કપડાં ખરીદે છે. ઓનલાઇન શોપિંગ પર સંશોધન, નિલ્સન માર્કેટ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં લગભગ 58 ટકા પુરુષો કપડાં ખરીદે છે. જ્યારે માંડ માંડ 36 ટકા મહિલાઓ કપડાંની ખરીદી કરે છે. કપડા માટે ક્રેઝી પુરુષો ભારતીયોની ઓનલાઇન ખરીદીના આ સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે મહાનગરોના પુરુષો સૌથી વધુ ખરીદી કરે છે. અહીં 29 – 71 ટકા સુધીની ખરીદી કરે છે. આજે પણ દેશમાં ફક્ત 5 ટકા જ કપડાં બાળકો માટે ખરીદવામાં…

Read More
Taimur Ali Khan

મુંબઈ : બોલિવૂડના એક્ટર સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂરના પુત્ર તૈમુર અલી ખાનનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે આજે પણ તૈમૂરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન તૈમૂરનો એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જોરજોરથી રડતો જોવા મળી રહ્યો છે. ખરેખર, તૈમૂરનો આ વીડિયો 4 દિવસ જૂનો છે, જે એક પાર્ટી દરમિયાન બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તૈમૂરની આંખો તેની માતા કરીનાને શોધતી જોવા મળી રહી છે. જ્યારે તૈમૂર તેની માતાને આસપાસ જોતો નથી, ત્યારે તે રડવા લાગે છે. તે વારંવાર એવું કહેતો દેખાય છે કે તેણી (માતા) આવી રહી…

Read More
Facebook 1

નવી દિલ્હી : ફેસબુક ફરી એકવાર વપરાશકર્તાની ગોપનીયતા વિશેના પ્રશ્નોથી ઘેરાયેલું છે. સુરક્ષા સંશોધનકાર બોબ ડાયાચેન્કોએ એક ડેટાબેસ શોધી કાઢ્યો છે જેમાં 26.7 કરોડ ફેસબુક વપરાશકર્તાઓનો ડેટા રાખવામાં આવ્યો છે. ગંભીર સમસ્યા એ છે કે જે સર્વરમાં ડેટા રાખવામાં આવ્યો છે તે સુરક્ષિત નથી અને પાસવર્ડ પણ સુરક્ષિત નથી. રિપોર્ટ અનુસાર આઈડી, ફોન નંબર અને 26.7 કરોડ યુઝર્સના નામ ઓનલાઇન જાહેર થયા છે. આ ડેટાબેઝ એટલો નબળો છે કે તે પાસવર્ડ અને પ્રમાણીકરણ વિના એક્સેસ કરી શકાય છે. સંશોધનકાર માને છે કે ફેસબુકનો આ ડેટા ગેરકાયદેસર સ્ક્રેપિંગ કામગીરી દ્વારા અથવા ફેસબુક API નો ખોટો ઉપયોગ કરીને એકત્રિત કરવામાં આવ્યો છે.…

Read More
Lady Gaga 1

મુંબઈ : સિંગર લેડી ગાગા, જે પોતાના ગીતો અને તેની સ્ટાઇલથી આખી દુનિયા પર રાજ કરે છે, તે કોઈક કારણસર હેડલાઇન્સમાં રહે છે. પરંતુ આ વખતે લેડી ગાગા વિશે જે ઘટસ્ફોટ થયો છે તે સાંભળીને તમે ચોંકી જશો. સ્નાન કરવું એ એક દૈનિક ક્રિયા છે. પરંતુ લેડી ગાગા આ દૈનિક ક્રિયા હાલમાં કરી જ ન રહી હોવાનું સામે આવ્યું છે. હા! લેડી ગાગાને યાદ નથી કે તેણીએ છેલ્લે સ્નાન ક્યારે કર્યું હતું. લેડી ગાગા તેના આગામી આલ્બમને પૂર્ણ કરવા પર એટલી ધ્યાન કેન્દ્રિત કરી હતી કે તે નહાવાનું ભૂલી ગઈ. તેણી આ આલ્બમ “બેડ રોમાંસ” માં એટલી વ્યસ્ત અથવા એટલી…

Read More
Shimron Hetmyer

નવી દિલ્હી : ગુરુવારે આઈપીએલની હરાજીમાં વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન શિમરોન હેટ્માયર (22) બેઝ પ્રાઇસ 50 લાખથી અંદાજે 16 ગણી વધુ કિંમત 7.75 કરોડમાં વેચાયો છે. આ પછી, તે એક મિત્ર સાથે આનંદમાં નાચવા લાગ્યો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ, ફ્રેન્ચાઈઝીએ, જેણે હેટમાયરને ખરીદ્યો હતો, તેણે પણ આ વીડિયો શેર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ પોસ્ટમાં લખ્યું કે, “હાય શિમરોન, દિલ્હી કેપિટલ્સ ટીમમાં સ્વાગત છે. શું તમે અમારા ચાહકો માટે કોઈ સંદેશ શેર કરી શકો છો? ” Us: Hi, Mr. Shimron. Welcome to DC! Can you please share a message for our fans?*1 minute later*@SHetmyer:#IPLAuction2020…

Read More
Kareena Kapoor Kartik Aryan

મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર કરીના કપૂર ખાન આજકાલ તેની આગામી ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે કાર્તિક આર્યન તેની ફિલ્મ’ પતિ પત્ની ઓર વો’ની સફળતા માણી રહ્યો છે. આ વ્યસ્તતા વચ્ચે આ બંને સ્ટાર્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અહીં કાર્તિક આર્યન કરીના કપૂરના શો ‘વોટ વુમન વોન્ટ'(ઇશ્ક)માં અતિથિ તરીકે જોવા મળે છે. હવે આ મનોરંજક વાતચીત ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં કાર્તિકે કથિત ગર્લફ્રેન્ડ સારા અલી ખાનની સાવકી માતા કરીના કપૂર ખાનની સામે કહ્યું છે કે તે સારાને પસાંદ (LIKE) કરે છે. આ શોમાં કરિનાએ કાર્તિકને ડેટિંગ કરવા વિશે ઘણા વધુ…

Read More