2025 Kawasaki Versys 1100: કાવાસાકીએ ભારતમાં લોન્ચ કરી નવી બાઈક, જાણો આ બાઈકની ખાસિયતો
2025 Kawasaki Versys 1100: 2025 Kawasaki Versys 1100 માં 1100 સીસીનું લિક્વિડ કૂલ્ડ, ઇન-લાઇન, 4 સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 133 bhp ની મહત્તમ પાવર અને 112 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે.
2025 Kawasaki Versys 1100
કાવાસાકીએ ભારતમાં Kawasaki Versys 1100 ના 2025 એડિશન મોડલને લોન્ચ કરી દીધી છે. આ બાઈક તેના જૂના વર્ઝનથી 1 લાખ રૂપિયામાં મોંઘી છે. વૈશ્વિક બજારમાં આ બાઈકને બેસ મોડલ સાથે S અને SE ટ્રિમમાં પણ લોન્ચ કરવામાં આવી છે, પરંતુ ભારતમાં આ બાઈક માત્ર સ્ટાન્ડર્ડ મોડલ અને સિંગલ કલર વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.
2025 Kawasaki Versys 1100: એન્જિન
આ બાઈકમાં 1100 સીસીનું લિક્વિડ કૂલ્ડ, ઇન-લાઇન, 4 સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 9,000 rpm પર 133 bhp ની મહત્તમ પાવર અને 7,600 rpm પર 112 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. બાઈકમાં સ્લિપર અને અસિસ્ટ ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યો છે.
2025 Kawasaki Versys 1100: ફીચર્સ અને સ્પેસિફિકેશન
નવી Versys 1100 માં ઉપલબ્ધ સુવિધાઓ વિશે વાત કરીએ તો, તેમાં ઓલ-LED લાઇટિંગ, એડજસ્ટેબલ વિન્ડસ્ક્રીન, હેન્ડલબાર-માઉન્ટેડ USB-C સોકેટ અને ઇલેક્ટ્રોનિક ક્રુઝ કંટ્રોલનો સમાવેશ થાય છે. વધુમાં, સવારને મદદ કરવા માટે અનેક અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં કાવાસાકી કોર્નર મેનેજમેન્ટ ફંક્શન, ઇનર્શિયલ મેઝરમેન્ટ યુનિટ, ટ્રિપલ-મોડ કાવાસાકી ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક થ્રોટલ વાલ્વ, પાવર મોડ, ઇકો રાઇડિંગ ઇન્ડિકેશન અને કાવાસાકી ઇન્ટેલિજન્ટ એન્ટિ-લોક બ્રેક સિસ્ટમનો સમાવેશ થાય છે.
બ્રેકિંગ સિસ્ટમ અને સસ્પેન્શન
કાવાસાકી એ આ બાઈકના બ્રેકિંગ સિસ્ટમમાં પણ સુધારો કર્યો છે. તેમાં હવે 260 મીમીનો રિયર ડિસ્ક અને 310 મીમીનો ડ્યુઅલ ફ્રન્ટ ડિસ્ક આપવામાં આવ્યો છે. બાઈકના ફ્રન્ટમાં USD ફોર્ક અને રિયરમાં મોનોશોક સસ્પેંશન આપવામાં આવ્યું છે. બાઈકના ઇંધણ ટૅંકની ક્ષમતા 21 લીટરની છે, જ્યારે બાઈકનો curb વજન 235 કિલોગ્રામ નોંધાયો છે.