Bajaj Pulsar NS125 નવા ABS અપડેટ સાથે લોન્ચ, Hero Xtreme 125R ને મળશે ટક્કર!
Bajaj Pulsar NS125: Bajaj Auto એ તેની પોપ્યુલર બાઈક Pulsar NS125 ને નવા અપડેટ સાથે લોન્ચ કરી છે. નવા વેરિઅન્ટમાં હવે સિંગલ ચેનલ ABS (એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ) આપવામાં આવ્યું છે, જેનાથી હવે બાઈક વધુ સલામત બની ગઈ છે. આ બાઈક હવે Hero Xtreme 125R સાથે સીધી સ્પર્ધા કરશે, જે પહેલાથી જ ABS ફીચર સાથે ઉપલબ્ધ છે.
Bajaj Pulsar NS 125 ABS ના ફીચર્સ
ગયા વર્ષે, બજાજે આ બાઈકમાં LED ડેટાઈમ રનિંગ લેમ્પ્સ, નવા હેડલેમ્પ અને પહોળા રિયર ટાયર જેવા અપગ્રેડ કર્યા હતા. હવે તેમાં ફુલ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જેમાં રિયલ-ટાઈમ ફ્યુઅલ કન્સમ્પશન, સ્પીડોમીટર, માઇલેજ અને ગિયર પોઝિશન ઇન્ડિકેટર જેવી સુવિધાઓ છે.
- Bajaj Ride Connect એપ દ્વારા બ્લૂટૂથ કનેક્ટિવિટી સપોર્ટ કરે છે.
- USB ચાર્જિંગ પોર્ટ સાથે આવે છે.
- સાઈડ સ્ટેન્ડ કટ-ઓફ ફીચર પણ ઉમેરવામાં આવ્યું છે.
- નેકેડ સ્ટ્રીટફાઈટર લૂક જેવો જ ડિઝાઈન રાખવામાં આવ્યો છે.
Bajaj Pulsar NS 125 ABS: એન્જિન અને પરફોર્મન્સ
આ બાઈકમાં 124.45cc નું એર-કુલ્ડ, 4-વાલ્વ એન્જિન છે, જે 12bhp પાવર અને 11Nm ટોર્ક જનરેટ કરે છે. તેને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.
- ફ્રન્ટ બ્રેક: 240mm ડિસ્ક બ્રેક
- રિયર બ્રેક: 130mm ડિસ્ક બ્રેક
- ARAI પ્રમાણિત માઇલેજ: 64.75 કિમી/લીટર
Bajaj Pulsar NS 125 ABS: કિંમત અને સ્પર્ધા
આ બાઈકની એક્સ-શોરૂમ કિંમત 1.6 લાખ છે. બજારમાં તે આ બાઈક સાથે સ્પર્ધા કરશે:
- Hero Xtreme 125R – 1 લાખ (એક્સ-શોરૂમ)
- TVS Raider – 1.05 લાખ (એક્સ-શોરૂમ)
Pulsar NS125 ને ABS ફીચર સાથે લોન્ચ કરીને બજાજ એ 125cc સ્પોર્ટી બાઈક સેગમેન્ટમાં તેની પકડ વધુ મજબૂત બનાવી છે. જો તમે સ્ટાઈલિશ અને મજબૂત પરફોર્મન્સ ધરાવતી બાઈક શોધી રહ્યાં છો, તો નવી Pulsar NS125 ABS તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.