BS7 Emission Norms: ડીઝલ વાહનો પર પ્રતિબંધ નહીં, પણ નિયમો થશે વધુ કડક
BS7 Emission Norms: દેશમાં વાહનો માટે BS7 (ભારત સ્ટેજ-7) ઉત્સર્જન ધોરણો ટૂંક સમયમાં લાગુ થવા જઈ રહ્યા છે. દરમિયાન, એવી ચર્ચા ચાલી રહી છે કે શું BS7 લાગુ થવાથી ડીઝલ વાહનો સંપૂર્ણપણે બંધ થઈ જશે? ચાલો જાણીએ આ સમાચારનું સંપૂર્ણ સત્ય.
શું છે BS7 નોર્મ્સ?
હાલમાં ભારતમાં વેચાતી તમામ નવી ગાડીઓ BS6 નોર્મ્સ પર આધારિત છે. આ નિયમો વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે બનાવવામાં આવ્યા હતા. હવે સરકાર વધુ કડક નોર્મ્સ લાવવામાં વિચારી રહી છે અને BS7 નોર્મ્સને 2026 કે 2027 થી અમલમાં લાવવામાં આવી શકે છે. BS7 હેઠળ વાહનોથી બહાર પડતા નુકસાનકારક વાયુઓ પર વધુ કડક નિયંત્રણ રહેશે.
ડીઝલ ગાડીઓ પર શું થશે અસર?
BS7 લાગુ થતા ડીઝલ એન્જિન ધરાવતી કારોને પણ પેટ્રોલ જેવી સાફ અને કમ પ્રદૂષણકર્તા બનાવવી પડશે. તેમાં Selective Catalytic Reduction (SCR), Diesel Particulate Filter (DPF) અને AdBlue ડોઝિંગ સિસ્ટમ જેવી ટેક્નોલોજી લગાવવી પડશે, જેથી નાઇટ્રોજન ઑક્સાઇડ (NOx)નું ઉત્સર્જન 60 mg/km સુધી ઘટાડીને પર્યાવરણને બચાવી શકાય. આ ટેક્નોલોજી ગાડીઓના કિંમતે અંદાજે ₹2 થી ₹2.5 લાખ સુધી વધારો કરી શકે છે.
કોમર્શિયલ વાહનો exempt?
હા, BS7 નો અમલ મુખ્યત્વે કાર, બાઇક અને ખાનગી વાહનો માટે રહેશે. ટ્રક, ટ્રેક્ટર, બસ અને કન્સ્ટ્રક્શન વહીકલ્સ જેવા ભારે વાહનોને હાલમાં આ નિયમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. મહિન્દ્રા અને ટાટા જેવી કંપનીઓ ડીઝલ વાહનોનું નિકાસ પણ કરે છે, તેથી ડીઝલનો સંપૂર્ણ ત્યાગ હજી શક્ય નથી.
શું ડીઝલ વાહનો પર પ્રતિબંધ આવશે?
હાલ સુધી સરકાર તરફથી ડીઝલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે સરકાર ધીમે ધીમે ઇલેક્ટ્રિક વાહનો (EVs) તરફ ધ્યાને આપી રહી છે અને ડીઝલ વાહનોની સંખ્યામાં ઘટાડો લાવવાનું લક્ષ્ય ધરાવે છે.
તેથી, શહેરી વિસ્તારોમાં EVsનું વપરાશ વધી શકે છે, પરંતુ ગ્રામિણ વિસ્તારોમાં અને જ્યાં વિજળીની સુવિધા પૂરતી નથી, ત્યાં હજી પણ ડીઝલ વાહનોની જરૂર રહેશે. આ ઉપરાંત ખેતી અને પરિવહન ક્ષેત્રમાં ડીઝલ માટે સબસિડી અને ટેક્સની સુવિધાઓ ચાલુ છે.
એથેનૉલ અને ક્લિન ફ્યુઅલ્સ તરફ વળાણ
સરકાર હાલ એથેનૉલ મિશ્રિત ઈંધણ અને અન્ય ક્લીન ફ્યુઅલ્સ જેવા કે બાયો-ડીઝલ અને સિંથેટિક ફ્યુઅલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વિદેશોમાં પણ ઘણી કંપનીઓ હાઇબ્રિડ ડીઝલ અને પર્યાવરણમૈત્રીક ટેક્નોલોજી પર કામ કરી રહી છે.