Duplicate Driving Licence: શું તમારું Driving Licence ખોવાઈ ગયું છે? હવે મળશે ડુપ્લિકેટ લાઇસન્સ સરળતાથી!
Duplicate Driving Licence: જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો ગભરાવાની જરૂર નથી. તમે કેટલાક સરળ પગલાં અનુસરીને સરળતાથી ડુપ્લિકેટ લાઇસન્સ મેળવી શકો છો.
1. એફઆઈઆર (FIR) નોંધાવો
સૌ પ્રથમ, તમારે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ જવા કે ચોરાઈ જવા બદલ FIR નોંધાવવી જોઈએ. તમારે આની એક નકલ તમારી પાસે રાખવી જોઈએ, તે પછીથી ઉપયોગી થશે.
2. ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરો
FIR પછી તમે ડુપ્લિકેટ DL માટે અરજી કરી શકો છો:
ઓનલાઈન:
Parivahan.gov.in પોર્ટલ પર જાઓ
“Driving License Services” પસંદ કરો
“Apply for Duplicate DL” પર ક્લિક કરો
તમારું રાજ્ય પસંદ કરો અને જરૂરી માહિતી ભરો
ઑફલાઇન:
નજીકની RTO ઑફિસની મુલાકાત લો, ફોર્મ ભરો અને દસ્તાવેજો સબમિટ કરો.
3. જરૂરી દસ્તાવેજો સબમિટ કરો
આ દસ્તાવેજોની જરૂર પડશે:
એફઆઈઆર (FIR)ની નકલ
આધાર કાર્ડ / પાન કાર્ડ
પાસપોર્ટ સાઇઝ ફોટો
જુનુ DL નંબર (જો ઉપલબ્ધ હોય)
ફી: 200 થી 500 (રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે)
4. RTO ઓફિસમાં દસ્તાવેજો સબમિટ કરો
ઓનલાઈન અરજી કર્યા પછી, દસ્તાવેજો તમારા નજીકના RTO માં સબમિટ કરો. ચકાસણી પ્રક્રિયા ત્યાં પૂર્ણ થશે.
5. ડુપ્લિકેટ DL મેળવો
વેરિફિકેશન થયા બાદ:
તમારું ડુપ્લિકેટ લાઇસન્સ પોસ્ટ મારફતે તમારું ઘરે મોકલવામાં આવશે
અથવાતમે તેને ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો
મહત્વપૂર્ણ ટિપ્સ
Digilocker અને M-Parivahan મોબાઇલ એપ્લિકેશનમાં તમારું લાઇસન્સ ડિજિટલ ફોર્મમાં સાચવી રાખો – તેનો ઉપયોગ પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તરીકે કરી શકાય છે.
- મુસાફરી કરતી વખતે કે વાહન ચલાવતી વખતે ડિજિટલ લાઇસન્સ તમારી સાથે રાખો.