Hyundai Aura: હ્યુન્ડાઈની આ કાર GST ફ્રી બની, આ મોડલ પર 1 લાખ રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ મળે છે, જાણો વિગત
Hyundai Aura Price: એક્સ-શોરૂમ કિંમતની તુલનામાં, Auraની CSD કિંમતો અંદાજે રૂ. 82 હજારથી રૂ. 1.38 લાખ ઓછી છે. Hyundai Aura કુલ 7 વેરિયન્ટ અને 6 રંગોમાં ઉપલબ્ધ છે.
કાર નિર્માતા કંપની Hyundaiએ CSD દ્વારા દેશના સૈનિકોને Aura સેડાન ઉપલબ્ધ કરાવી છે. CSD થી કાર ખરીદનારા ગ્રાહકોને Hyundai Aura ખૂબ જ સસ્તા ભાવે મળી રહી છે. Hyundai એ તાજેતરમાં Aura ની CSD કિંમતો અપડેટ કરી છે. અહીં અમે હ્યુન્ડાઈ ઓરા કેન્ટીનના એક્સ-શોરૂમના ભાવની તુલના કરવા જઈ રહ્યા છીએ જેથી બંને વચ્ચેનો તફાવત જાણવા મળે.
એક્સ-શોરૂમ કિંમતની તુલનામાં, Auraની CSD કિંમતો લગભગ 82 હજાર રૂપિયાથી 1.38 લાખ રૂપિયા ઓછી છે. 1.2 પેટ્રોલ-મેન્યુઅલમાં E વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 6 લાખ 48 હજાર 600 રૂપિયા છે. તેની CSD કિંમત 5 લાખ 66 હજાર 834 રૂપિયા છે. આ રીતે બંનેની કિંમતમાં 81 હજાર 766 રૂપિયાનો તફાવત છે. આ સિવાય S વેરિયન્ટની કિંમત 7 લાખ 32 હજાર 700 રૂપિયા અને CSDની કિંમત 6 લાખ 32 હજાર 442 રૂપિયા છે. બંનેની કિંમતોમાં 1 લાખ 258 રૂપિયાનો તફાવત છે.
SX વેરિઅન્ટની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 8 લાખ 9 હજાર 200 રૂપિયા અને CSDની કિંમત 6 લાખ 98 હજાર 727 રૂપિયા છે. આ સાથે, SX (O) વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 8 લાખ 65 હજાર 700 રૂપિયા અને CSDની કિંમત 7 લાખ 59 હજાર 811 રૂપિયા છે. બંનેની કિંમતમાં 1 લાખ 5 હજાર 899 રૂપિયાનો તફાવત છે.
Hyundai Auraમાં આ શાનદાર ફીચર્સ ઉપલબ્ધ છે
Hyundai Auraમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન અને 1.2-લિટર પેટ્રોલ-CNG એન્જિનનો વિકલ્પ છે. તેનું પ્રથમ એન્જિન 82bhp ની શક્તિ અને 114Nm નો ટોર્ક જનરેટ કરે છે, જ્યારે CNG એન્જિન 68bhp ની શક્તિ અને 95Nm નો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પો વિશે વાત કરીએ તો, તેમાં ફાઇવ-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT યુનિટ છે.
Hyundai Aura કુલ 7 વેરિયન્ટ અને 6 રંગોમાં ઉપલબ્ધ છે. Hyundai Auraની ડિઝાઇનની વાત કરીએ તો તેનો આગળનો ભાગ Nios જેવો જ રાખવામાં આવ્યો છે. સમાન કેસ્કેડીંગ ગ્રિલ લગાવવામાં આવી છે, તેની બંને બાજુએ પ્રોજેક્ટર હેડલેમ્પ આપવામાં આવ્યા છે.