Kia Discount: Kia Seltos પર 2.21 લાખ સુધીનો ડિસ્કાઉન્ટ, 31 ડિસેમ્બર સુધીનો સમય
Kia Discount: Kia Seltos પર 2.21 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે આ ઑફરનો લાભ 31 ડિસેમ્બર સુધી મેળવી શકો છો. Kia Seltosની એક્સ-શોરૂમ કિંમત 10.89 લાખ રૂપિયાથી 20.45 લાખ રૂપિયા સુધીની છે.
કિંમત અને વિશેષતાઓ
Kia Seltosની એક્સ-શોરૂમ કિંમત 10.89 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ વાહનમાં 10.25 ઇંચની ડિજિટલ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, 8-સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ, પાવર સ્ટીયરિંગ, સનરૂફ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને ADAS જેવી ઘણી અદ્યતન સુવિધાઓ છે. તેમાં 433 લિટરની બૂટ સ્પેસ છે, જે 5 લોકો માટે પૂરતી છે. વાહનમાં 18 ઈંચના ગ્લોસી બ્લેક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
સુરક્ષા સુવિધાઓ
તેમાં 6 એરબેગ્સ, 3 પોઈન્ટ સીટ બેલ્ટ, એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ (ABS), બ્રેક ફોર્સ આસિસ્ટ અને ઓલ વ્હીલ ડિસ્ક બ્રેક્સ જેવી સુરક્ષા સુવિધાઓ છે. આ સિવાય, ADAS 2.0 થી સજ્જ નવા સેલ્ટોસમાં 17 એડપ્ટિવ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ પણ આપવામાં આવી છે.
એન્જિન વિકલ્પ અને પાવર
સેલ્ટોસમાં 1.5L પેટ્રોલ એન્જિન છે, જે 114.41 bhpનો પાવર અને 250 nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 7-સ્પીડ DCT અને મેન્યુઅલ ગિયરબોક્સનો વિકલ્પ છે. આ સાથે 1.5 લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે, જે 19.1 kmplની માઈલેજ આપે છે.
ભારતમાં, તે Hyundai Creta, Maruti Grand Vitara અને Honda Elevate સાથે સ્પર્ધા કરે છે.