KTM 390 DUKE ની કિંમતમાં મોટો ઘટાડો! હવે 18,000 રૂપિયા થઈ સસ્તી, જાણો નવી કિંમત
KTM 390 DUKE: બાઈક પ્રેમીઓ માટે મોટી ખુશખબર! KTMએ પોતાની પ્રીમિયમ અને હાઈ-પરફોર્મન્સ બાઈક 390 DUKE ની કિંમતમાં 18,000 રૂપિયા નો ઘટાડો કર્યો છે. જો તમે આ બાઈક ખરીદવાની વિચારણા કરી રહ્યાં છો, તો તમારા માટે આ એક ઉત્તમ તક સાબિત થઈ શકે છે. હવે આ બાઈક ખરીદવા માટે વધુ ખર્ચ કરવાની જરૂર નહીં પડે. ચાલો જાણીએ તેની નવી કિંમત અને ખાસ ફીચર્સ વિશે.
એન્જિન અને પાવર
પરફોર્મન્સના દ્રષ્ટિએ KTM 390 DUKE માં 399cc LC4c એન્જિન આપવામાં આવ્યું છે, જે 46 PSની પાવર અને 39Nmનું ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ ગિયરબોક્સ છે, જે સ્લિપ અને અસિસ્ટ ક્લચ સાથે આવે છે. આ એન્જિન કોઈપણ હવામાનમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે અને રાઈડ દરમિયાન બાઈક અંડરપાવર લાગતી નથી.
સેફ્ટી અને ફીચર્સ
સેફ્ટી માટે આ બાઈકમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) સાથે Cornering ABSની સુવિધા આપવામાં આવી છે. ઉપરાંત, બાઈકમાં ફ્રન્ટ અને રીઅર ડિસ્ક બ્રેક, USD ફ્રન્ટ ફોર્ક, રીઅર મોનોશોક, અને 17-ઇંચના વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
આ બાઈકમાં નવી 5-ઇંચની TFT ડિસ્પ્લે, રી-ડિઝાઇન કરેલા ગ્રાફિક્સ, અને રેન, સ્ટ્રીટ અને ટ્રેક મોડ્સ જેવા એડવાન્સ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
KTM 390 DUKE ની નવી કિંમત
KTM એ 390 DUKE ની એક્સ-શોરૂમ કિંમત 3.13 લાખ થી ઘટાડીને 2.95 લાખ કરી છે. નવી કિંમત તાત્કાલિક અમલમાં આવી ગઈ છે, અને ગ્રાહકો પોતાના નજીકના KTM ડીલરશીપ પરથી આ બાઈક ખરીદી શકે છે.
જો તમે એક પાવરફુલ અને એડવાન્સ ફીચર્સથી ભરપૂર સ્પોર્ટ્સ બાઈક શોધી રહ્યા છો, તો KTM 390 DUKE આ નવી કિંમત સાથે એક શાનદાર વિકલ્પ બની શકે છે!