Mahindra XUV700નું નવું બ્લેક એડિશન લોન્ચ, જાણો શું છે ખાસ?
Mahindra XUV700: મહિન્દ્રાએ પોતાની લોકપ્રિય એસયૂવી XUV700નો નવો Ebony Edition (ઇબોની એડિશન) ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. ટાટા સફારી, ટાટા હેરિયર અને અન્ય એસયૂવીના ડાર્ક એડિશન્સ પછી, મહિન્દ્રાએ પણ તેની XUV700 ને બ્લેક થિમમાં રજૂ કરી છે.
મહિન્દ્રા XUV700 Ebony Edition: શું છે નવું?
સ્ટાઈલિશ એક્સટિરિયર
મહિન્દ્રા XUV700 Ebony Editionમાં સૌથી મોટો ફેરફાર એ છે તેની સ્ટેલ્થ બ્લેક કલર થિમ, જે તેને એક પ્રીમિયમ અને પાવરફુલ લુક આપે છે. આ ઉપરાંત, એસયૂવીમાં બ્રશ્ડ સિલ્વર સ્કિડ પ્લેટ્સ, બ્લેક-ઓન-બ્લેક ગ્રિલ ઇન્સર્ટ્સ, બ્લેકડ-આઉટ ORVMs અને 18 ઇંચના બ્લેક અલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. કાળો અને સિલ્વર રંગનો કોમ્બિનેશન તેને સ્ટાન્ડર્ડ વેર્સનથી અલગ બનાવે છે.
ઇન્ટીરિયર્સમાં બ્લેક થિમ
આ એસયૂવીના ઇન્ટીરિયર્સ પણ સંપૂર્ણપણે બ્લેક થિમમાં તૈયાર કરવામાં આવ્યા છે. કેબિનમાં બ્લેક લેધર અપહોલસ્ટ્રી, બ્લેક ટ્રિમ્સ અને સિલ્વર એક્સેન્ટ્સ આપવામાં આવ્યા છે, જે સેન્ટર કન્સોલ અને ડોર પેનલ્સ પર જોવા મળે છે. લાઇટ ગ્રે રૂફ લાઇનર ડ્યુઅલ-ટોન એફેક્ટને ઉભારે છે અને એસી વેન્ટ્સ પર ડાર્ક ક્રોમ ફિનિશ તેને વધુ ખાસ બનાવે છે.
એન્જિન અને પરફોર્મન્સ
જ્યારે આ સ્પેશિયલ એડિશનમાં ઘણા કોસ્મેટિક અપડેટ્સ કરવામાં આવ્યા છે, પરંતુ એન્જિન અને પરફોર્મન્સમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આનો અર્થ એ છે કે આ એસયૂવી એ જ મેકેનિકલ સેટઅપ સાથે આવે છે, જે સ્ટાન્ડર્ડ XUV700માં આપવામાં આવ્યો છે.
કિંમત
મહિન્દ્રા XUV700 Ebony Edition AX7 અને AX7 L ટ્રિમ્સના 7-સીટર FWD વેર્સનમાં ઉપલબ્ધ છે. AX7 વેરિએન્ટની કી્મત લગભગ 20 લાખથી 22 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી છે, જ્યારે AX7 L વેરિએન્ટની કી્મત લગભગ 23 લાખથી 24 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે રાખવામાં આવી છે.
આ એડિશનને લઈને મહિન્દ્રાના ફેન્સનો ઉત્સાહ નિશ્ચિત રૂપે વધશે, કારણ કે તેમાં શાનદાર લુક અને સુવિધાઓ આપવામાં આવી છે, જ્યારે તેના પરફોર્મન્સમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.