Maruti Ciaz Discontinued: આવતા મહિનાથી નહીં ખરીદી શકાય મારુતિની આ કાર! જાણો કારણ
Maruti Ciaz Discontinued: મારુતિ સુઝુકીની સેડાન કાર સિયાઝની વેચાણ સંખ્યા સતત ઘટી રહી છે. છેલ્લા છ મહિનાથી કંપની આ કારનું વેચાણ વધારવા માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ ગ્રાહકોની રૂચિ ઘટી રહી છે. મારુતિ સિયાઝ હવે કંપનીની સૌથી ઓછી વેચાતી કાર બની ગઈ છે.
સિયાઝનું ઘટતું વેચાણ અને બંધ થવાની શક્યતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મારુતિ સુઝુકી આ કારના ઘટાડાતા વેચાણને કારણે તેને બજારમાંથી હટાવવાનો વિચાર કરી શકે છે. જો કે, કંપનીએ હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર ઘોષણા કરી નથી. એક સમયે સિયાઝએ Honda City અને Hyundai Vernaને કડક ટક્કર આપી હતી, પરંતુ હવે ભારતીય બજારમાં SUVs ની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે Sedan કારોનું બજાર ઘટી રહ્યું છે.
Maruti Ciazની વેચાણ રિપોર્ટ
છેલ્લા કેટલાક મહિનાઓમાં Maruti Ciazની વેચાણ સંખ્યા સતત ઘટી રહી છે.
મહિનો | વેચાણ સંખ્યા |
---|---|
સપ્ટેમ્બર 2024 | 662 યુનિટ |
ઓક્ટોબર 2024 | 659 યુનિટ |
નવેમ્બર 2024 | 597 યુનિટ |
ડિસેમ્બર 2024 | 464 યુનિટ |
જાન્યુઆરી 2025 | 768 યુનિટ |
ફેબ્રુઆરી 2025 | 1097 યુનિટ |
Maruti Ciazની એક્સ-શોરૂમ કિંમત 9.41 લાખથી 11.11 લાખ સુધી છે. હવે આ જ કિંમતમાં કંપની SUV મોડલ્સ ઓફર કરી રહી છે, જેના કારણે ગ્રાહકો Sedan કરતા SUV પસંદ કરી રહ્યા છે.
Maruti Suzuki Ciaz: એન્જિન અને ફીચર્સ
- એન્જિન: 1.5-લીટર પેટ્રોલ ઈન્જિન (104.6 PS પાવર અને 138 NM ટોર્ક)
- માઈલેજ:
- Manual Transmission (MT) – 20.65 kmpl
- Automatic Transmission (AT) – 20.04 kmpl
- ડાઈમેન્શન:
- લંબાઈ – 4,490 મીમી
- પહોળાઈ – 1,730 મીમી
- ઊંચાઈ – 1,480 મીમી
- વ્હીલબેઝ – 2,650 મીમી
સેફ્ટી ફીચર્સ
- ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP)
- હિલ હોલ્ડ આસિસ્ટ
- ડ્યુઅલ એરબેગ્સ
- ISOFIX ચાઈલ્ડ સીટ એન્કરેજ
- રિયર પાર્કિંગ સેન્સર
શું Maruti Ciaz વાસ્તવમાં બંધ થશે?
Sedan કારો સામે ઘટતી માંગને જોતા, Maruti Suzuki Ciazને બંધ કરી શકે છે. જો તમે Ciaz ખરીદવા ઈચ્છો છો, તો કદાચ આ છે છેલ્લો મોકો!