Maruti e Vitara launch: આવતા મહિને થશે લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત!
Maruti e Vitara launch: મારુતિ સુઝુકી તેની પહેલી ઇલેક્ટ્રિક SUV e Vitara આવતા મહિને એટલે કે માર્ચ 2025માં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જોકે કંપની તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ગ્રાહકો તેને ડીલરશીપ સ્તરે 25,000 ની ટોકન રકમ ચૂકવીને બુક કરાવી શકે છે. સત્તાવાર બુકિંગ પણ થોડા દિવસોમાં શરૂ થવાની ધારણા છે. તેની અપેક્ષિત કિંમત 18 થી20 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે હોઈ શકે છે.
e Vitara: શક્તિશાળી બેટરી અને શાનદાર રેન્જ!
નવી e Vitara ને પ્યુર ઈલેક્ટ્રિક પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આમાં બે બેટરી પૅકના વિકલ્પ ઉપલબ્ધ છે:
- 49 kWh બેટરી પૅક – 500 કિમીથી વધુ રેન્જ
- 61 kWh બેટરી પૅક – હજુ વધુ રેન્જ
ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ બેટરી પૅક પસંદ કરી શકે છે. આ કાર ગુજરાત પ્લાન્ટ માં બને છે, જ્યાંથી તેને જાપાન અને યુરોપમાં નિકાસ કરવામાં આવશે. આ NEXA આઉટલેટ્સ મારફતે વેચવામાં આવશે.
e Vitara ના ટોચના ફીચર્સ
સેફ્ટી: 7 એરબેગ, 360-ડિગ્રી કેમેરા, લેવલ-2 ADAS
કલર વિકલ્પ
- સિંગલ-ટોન: નેક્સા બ્લૂ, ગ્રે, સિલ્વર, વ્હાઈટ, રેડ, બ્લેક
- ડ્યુઅલ-ટોન: બ્લૂશ બ્લેક રૂફ સાથે સ્પ્લેન્ડિડ સિલ્વર, ઓપ્યુલન્ટ રેડ, આર્કટિક વ્હાઈટ, લૅન્ડ બ્રીઝ ગ્રીન
ડાયમેન્શન
- લંબાઈ – 4,275mm
- પહોળાઈ – 1,800mm
- ઉંચાઈ – 1,635mm
- વ્હીલબેસ – 2,700mm
- ગ્રાઉન્ડ ક્લીયરન્સ – 180mm
અન્ય ફીચર્સ
- R18 એયરોડાયનામિક એલોય વ્હીલ
- 3D બોનટ ડિઝાઇન
- એક્ટિવ એર વેન્ટ
- ફિક્સ પેનોરામિક સનરૂફ
- 3-પોઈન્ટ મેટ્રિક્સ LED DRL અને રિયર લેમ્પ
- ડ્રાઈવર સીટને 10 અલગ-અલગ રીતે એડજસ્ટ કરી શકાય છે
Hyundai Creta EV સાથે મુકાબલો
Maruti e Vitaraનો સીધું મુકાબલો Hyundai Creta EV સાથે થશે, જેની કિંમત 17.99 લાખથી શરૂ થાય છે. Creta EV માં પણ બે બેટરી પૅકના વિકલ્પ ઉપલબ્ધ છે:
- 51.4 kWh બેટરી – 472 કિમી રેન્જ
- 42 kWh બેટરી – 390 કિમી રેન્જ
Maruti e Vitara તેની વધુ રેન્જ ને શક્તિશાળી સુવિધાઓ તેને બજારમાં મજબૂત હાજરી આપી શકે છે. હવે જોવાનું રહેશે કે ગ્રાહકો લોન્ચ બાદ Maruti e Vitara અને Hyundai Creta EV માંથી કઈ ગાડી વધુ પસંદ કરે છે!