Maruti Eeco 7-સીટર કારનું ધમાકેદાર વેચાણ! જાણો માઇલેજ અને ફીચર્સ
Maruti Eeco: મારુતિ સુઝુકી ઇકોનું જબરદસ્ત વેચાણ થયું છે. ફેબ્રુઆરી મહિનામાં, Eeco ના 11,493 યુનિટ વેચાયા હતા, જ્યારે જાન્યુઆરીમાં 11,250 યુનિટ વેચાયા હતા. વર્ષના બીજા મહિનામાં આ કારના વેચાણમાં થોડો વધારો થયો છે.
Maruti Eeco: ઈકોની એક્સ-શોરૂમ કિંમત 5.44 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કાર 5 અને 7-સીટર વિકલ્પમાં ઉપલબ્ધ છે અને તે પેટ્રોલ અને CNG બન્ને ફ્યુઅલ વિકલ્પોમાં ખરીદી શકાય છે.
શાનદાર માઇલેજ
મારુતિ સુઝુકી ઈકોમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 80.76 PS ની પાવર અને 104.4 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ ઈંજિન પેટ્રોલ અને CNG બન્ને વિકલ્પમાં ઉપલબ્ધ છે.
- પેટ્રોલ મોડ: 20 kmpl
- CNG મોડ: 27 km/kg
આ એન્જિન સામાન્ય કામગીરી આપે છે અને નાના બિઝનેસ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
સેફ્ટી ફીચર્સ
આ કારમાં 2 એરબેગ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ચાઈલ્ડ લૉક અને રિવર્સ પાર્કિંગ સેન્સર જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. જોકે, બિલ્ડ ક્વાલિટી બહુ મજબૂત નથી.
- એડલ્ટ સેફ્ટી રેટિંગ: 0 સ્ટાર
- ચાઈલ્ડ સેફ્ટી રેટિંગ: 2 સ્ટાર
જો તમે ઓછી કિંમતે 7-સીટર કાર ખરીદવા ઈચ્છો છો, તો મારુતિ ઈકો તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. આ કાર શહેર અને હાઈવે બન્ને માટે યોગ્ય છે. ઈકો 13 વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે.