Maruti Fronx: કેટલા ડાઉન પેમેન્ટ પર મળશે Maruti Fronx? જાણો EMI અને ફીચર્સ!
Maruti Fronx: Maruti Suzuki Fronx ભારતીય બજારમાં ખૂબ જ લોકપ્રિય કોમ્પેક્ટ SUV બની ગઈ છે. તેની બજેટ-ફ્રેન્ડલી કિંમત અને શાનદાર પ્રદર્શન લોકોને ખૂબ ગમ્યું છે. જો તમે પણ આ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું કે તમે તેને EMI પર કેવી રીતે ખરીદી શકો અને તેમાં શું-શું ખાસ ફીચર્સ છે.
Maruti Fronx ખરીદવા માટે કેટલી ડાઉન પેમેન્ટ આપવી પડશે?
Maruti Suzuki Fronxનું સૌથી વધુ વેચાતું વેરિઅન્ટ Alpha Turbo (Petrol) છે, જેની ઓન-રોડ કિંમત 13.13 લાખ છે.
જો તમે આ મોડલ માટે 2 લાખની ડાઉન પેમેન્ટ કરો છો, તો બાકી રકમ પર 9.8% વ્યાજ દર સાથે 5 વર્ષ સુધી આશરે 23,500 EMI ભરવી પડશે.
નોટ: શહેર અને ડીલરશીપ અનુસાર કારની ઓન-રોડ કિંમત બદલાઈ શકે છે.
Maruti Fronxના શાનદાર ફીચર્સ
ઈન્ટિરિયર અને ટેક્નોલોજી:
- ડ્યુઅલ-ટોન ઈન્ટિરિયર
- હેડ-અપ ડિસ્પ્લે
- 360-ડિગ્રી કેમેરા
- 9-ઇંચ ARKAMYS સ્માર્ટપ્લે પ્રો પ્લસ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ
- વાયરલેસ મોબાઇલ ચાર્જિંગ
સેફ્ટી ફીચર્સ:
- સ્માર્ટવોચ કનેક્ટિવિટી – જેના દ્વારા તમે ગાડીની લાઈવ અપડેટ દૂર બેઠા મેળવી શકો
- Android અને iOS સપોર્ટ
- રીમોટ ઓપરેશન દ્વારા વાહન ટ્રેકિંગ
- Delta+ (O) વેરિઅન્ટમાં હવે 6 એરબેગનો ફીચર ઉમેરાયો છે
જો તમે સ્ટાઈલિશ, સુરક્ષિત અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ SUV ખરીદવા ઈચ્છો છો, તો Maruti Suzuki Fronx એક શ્રેષ્ઠ વિકલ્પ છે. હવે તેને EMI પર ખરીદવું અને પણ સરળ બની ગયું છે!