Maruti Fronx: 28km માઈલેજ, 6 એરબેગ્સ, જાણો નવી કિંમતો અને ફીચર્સ
Maruti Fronx: જો તમે Maruti Suzuki Fronx ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. કંપનીએ પોતાની આ સ્ટાઇલિશ SUV ની કિંમતોમાં વધારો કરી દીધો છે. હવે તમે આ કાર ખરીદવા માટે વધુ રકમ ચૂકવવી પડશે. આવો જાણીએ નવી કિંમતો અને ખાસિયતો વિશે…
Maruti Fronx હવે મોંઘી થઈ!
Maruti Suzuki એ Fronx ના અલગ-અલગ વેરિઅન્ટ્સની કિંમતોમાં ₹500 થી ₹5500 સુધીનો વધારો કર્યો છે. નવી કિંમતો તત્કાલ અમલમાં આવી ગઈ છે, અને Nexa વેબસાઈટ પર પણ અપડેટ કરી દેવાઈ છે.
કયા વેરિઅન્ટની કેટલી કિંમત વધી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Fronx Delta 1.2 AGS, Delta Plus 1.2 AGS અને Delta Plus (O) 1.2 AGS વેરિઅન્ટ્સની કિંમતોમાં 5500 નો વધારો થયો છે. જ્યારે અન્ય બધા વેરિઅન્ટ્સમાં 500 નો વધારો જોવા મળ્યો છે.
- હવે Fronx ની એક્સ-શોરૂમ કિંમત 7.52 લાખથી શરૂ થઈ 9.43 લાખ સુધી જશે.
એન્જિન અને પાવર
- 1.0L પેટ્રોલ એન્જિન – સ્માર્ટ હાઇબ્રિડ ટેકનોલોજી સાથે
- 1.2L K-Series Dual Jet, Dual VVT પેટ્રોલ ઇન્જિન – 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ AGS ગિયરબોક્સ
- CNG વેરિઅન્ટ – 28.51 km/kg નું માઈલેજ
- Start-Stop ટેકનોલોજી
- બૂટ સ્પેસ: 308 લિટર
ડાયમેન્શન અને સુરક્ષા સુવિધાઓ
- લંબાઈ: 3995 mm
- પહોળાઈ: 1765 mm
- ઊંચાઈ: 1550 mm
- સેફ્ટી: 6 એરબેગ્સ, ABS, EBD
જો તમે Maruti Fronx ખરીદવાનું વિચારી રહ્યા હતા, તો હવે તમને માટે આ કાર થોડી મોંઘી થઈ ગઈ છે.