Maruti Grand Vitara: ફેમિલી માટે આવી રહી છે 7-સીટર SUV, Hyundai Alcazar સાથે થશે જોરદાર મુકાબલો
Maruti Grand Vitara: મારુતિ સુઝુકીની લોકપ્રિય SUV ગ્રાન્ડ વિટારા હવે એક નવા અવતારમાં આવવા જઈ રહી છે. કંપની આ SUVનું 7-સીટર મોડેલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે ખાસ કરીને મોટા પરિવારોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી રહી છે. તાજેતરમાં, આ આવનારી SUV ભારતમાં પરીક્ષણ દરમિયાન જોવા મળી છે, જેનાથી તેના ટૂંક સમયમાં લોન્ચ થવાની આશા વધી ગઈ છે.
ડિઝાઇન અને લુકમાં ફેરફાર
નવી Grand Vitara 7-સીટરનાં એક્સટિરીયર ડિઝાઇનમાં થોડી હલકી ફેરફાર થઈ શકે છે. તેમાં
નવી LED DRL સાથે હેડલાઈટ્સ
કનેક્ટેડ સ્લીક ટેલલાઇટ્સ
નવી ડિઝાઇનનાં ફ્રન્ટ અને રિયર બમ્પર્સ
આવી ડિઝાઇન અપડેટ્સનું સંકેત છે, જે તેને વધુ આકર્ષક અને બોલ્ડ લુક આપશે.
ઇન્ટિરિયર અને ફિચર્સ
7-સીટર Grand Vitara માં
નવો ડેશબોર્ડ
10.25 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
મલ્ટી-કલર એંબિએન્ટ લાઇટિંગ
પેનોરામિક સનરૂફ
વાયરલેસ ફોન ચાર્ચર
વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ
8-વે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ
હેડ-અપ ડિસ્પ્લે (HUD)
જેથી પેમિયમ અને આરામદાયક સવલતોનું અનુભવ થશે.
સેફ્ટી ફિચર્સ
નવી Grand Vitara 7-સીટર માં
6 એરબેગ્સ
એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)
ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)
360-ડિગ્રી કેમેરા
એડવાન્સ્ડ ડ્રાઇવર અસિસ્ટન્સ સિસ્ટમ (ADAS)
આ તમામ સેફ્ટી ફિચર્સ અપેક્ષિત છે.
એન્જિન અને પરફોર્મન્સ
Grand Vitara 7-સીટરમાં વર્તમાન 5-સીટર મોડેલમાં ઉપલબ્ધ એન્જિન વિકલ્પો જેવા જ એન્જિન વિકલ્પો મળવાની અપેક્ષા છે. એનો અર્થ એ કે હાઇબ્રિડ અને પેટ્રોલ વિકલ્પો સાથે, આ SUV શક્તિશાળી પ્રદર્શન આપી શકે છે.
લોન્ચઅને કિંમત
મારુતિ તરફથી આ વિશે સત્તાવાર જાહેરઆત નથી, પરંતુ આSUV 2025ના અંત સુધી ભારતમાં લૉન્ચ થવાની શક્યતા છે. તેની અનુમાનિત કિંમત 12 લાખથી 14 લાખ વચ્ચે હોઈ શકે છે.
આને સીધો મુકાબલો Hyundai Alcazar જેવી લોકપ્રિય 7-સીટર SUV સાથે થશે.