Maruti Suzuki
મારુતિની કાર અને એસયુવી જેની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં અલ્ટો K10, S-Presso, Celerio, Wagon R, Dezire, Ignis, Baleno અને Frontexનો સમાવેશ થાય છે.
Maruti Cars Price Cut: મારુતિ સુઝુકીએ તેની AMT કારની કિંમતમાં રૂ. 5,000નો ઘટાડો કર્યો છે. આ કાપ Nexa અને Arena ડીલરશીપ દ્વારા વેચાતી કાર પર અસરકારક છે, જેમાં Baleno, FrontX, Wagon R, Dzire, Alto K10 અને અન્ય મોડલનો સમાવેશ થાય છે.
ભાવ કેમ ઘટ્યા?
મારુતિ સુઝુકીના જણાવ્યા અનુસાર, એરેના ગ્રાહકોમાંથી માત્ર 10 ટકા ઓટોમેટિક કાર પસંદ કરે છે, જ્યારે નેક્સાના ખરીદદારો માટે આ સંખ્યા 20 ટકાથી વધુ છે. તેના AMT મોડલ્સને વધુ પ્રમોટ કરવા માટે, મારુતિએ તાજેતરમાં લૉન્ચ કરેલી સ્વિફ્ટ સિવાય સમગ્ર AGS રેન્જની કિંમતોમાં રૂ. 5,000 સુધીનો ઘટાડો કર્યો છે. મારુતિ તેના AMT ગિયરબોક્સને ‘AGS’ એટલે કે ઓટો ગિયર શિફ્ટ કહે છે.
કંપનીએ શું કહ્યું?
મારુતિએ ગયા વર્ષે લગભગ 1.32 લાખ AGS કારનું વેચાણ કર્યું હતું. કંપનીનું કહેવું છે કે આ કિંમત અપડેટ બાદ તેને નાણાકીય વર્ષમાં વેચાણમાં 15-20 ટકાનો વધારો થવાની આશા છે. મારુતિ સુઝુકીના સેલ્સ અને માર્કેટિંગ હેડ પાર્થો બેનર્જીએ જણાવ્યું હતું કે, “અમે વધુ એન્ટ્રી-લેવલ ગ્રાહકોને ઓટોમેટિક વેરિઅન્ટમાં અપગ્રેડ કરવા ઈચ્છીએ છીએ.”
કઈ કારનો સમાવેશ થાય છે?
મારુતિની કાર અને એસયુવી જેની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં અલ્ટો K10, S-Presso, Celerio, Wagon R, Dezire, Ignis, Baleno અને Frontexનો સમાવેશ થાય છે. જ્યારે Brezza, Ertiga, Ciaz અને XL6 જેવા મોડલ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઓફર કરવામાં આવે છે, અને તેથી તેમની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. તમામ નવી કિંમતો 1 જૂન, 2024થી લાગુ થશે. મારુતિની AMT રેન્જની કિંમતો અગાઉ Alto K10 VXI ઓટોમેટિક માટે રૂ. 5.56 લાખથી શરૂ થઈ હતી. પરંતુ હવે મારુતિની AMT રેન્જની પ્રારંભિક કિંમત 5.51 લાખ રૂપિયાથી શરૂ થશે.
કંપની લિમિટેડ એડિશન લાવશે
વધુમાં, મારુતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે તે ત્રણ મોડલ લોન્ચ કરશે; અલ્ટો K10, S-Presso અને Celerio માટે નવું ડ્રીમ એડિશન વેરિઅન્ટ લોન્ચ કરશે – જેની કિંમત 4.99 લાખ રૂપિયા હશે. આનો અર્થ એ થયો કે નવા વેરિઅન્ટ સાથે સેલેરિયોની કિંમતમાં રૂ. 38,000નો ઘટાડો થશે, કારણ કે એન્ટ્રી-લેવલ LXIની કિંમત હાલમાં રૂ. 5.37 લાખ છે. આ લિમિટેડ ડ્રીમ એડિશન મોડલ્સ જૂન મહિનામાં જ ઉપલબ્ધ થશે.