MG car price hike 2025: 1 જુલાઈથી MG કાર ખરીદવી મોંઘી થશે! કંપનીએ કિંમતમાં વધારો કર્યો
MG car price hike 2025: JSW MG મોટર ઇન્ડિયાથી કાર ખરીદવી હવે મોંઘી પડશે. કંપનીએ તેના વાહનોના ભાવમાં 1.5% સુધીનો નાનો વધારો કર્યો છે, જે 1 જુલાઈ 2025થી લાગુ થશે. આ ભાવ વધારો મોડેલ અને વેરિઅન્ટ મુજબ બદલાશે.
કંપનીનું કહેવું છે કે વધતા ખર્ચ અને મેક્રોઇકોનોમિક પરિબળોને ધ્યાનમાં રાખીને આ સુધારો કરવામાં આવ્યો છે. જો તમે નવી MG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 30 જૂન સુધી જૂની કિંમતે ખરીદી કરવાની તક છે, ત્યારબાદ ભાવ વધારાના કારણે વધુ ચૂકવણી કરવી પડશે.
Windsor EV: લોકપ્રિય અને ભરોસાપાત્ર ઇલેક્ટ્રિક કાર
MG ની Windsor EV ભારતમાં ખુબ જ લોકપ્રિય બની રહી છે. માત્ર 8 મહિનામાં 27,000 યુનિટ્સથી વધુ વેચાઈ ચૂકી છે અને આ દેશની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર બની ગઈ છે.
Windsor EV બે બેટરી વિકલ્પો સાથે આવે છે:
- 38 kWh બેટરી પેક (રેન્જ: 332 કિમી)
- 52.9 kWh બેટરી પેક (રેન્જ: 449 કિમી)
કારમાં 604 લિટરની બૂટ સ્પેસ છે અને સલામતી માટે 6 એરબેગ્સ, ABS, EBD, 360 ડિગ્રી કેમેરા, રેઈન સેન્સિંગ વાઇપર, LED લાઇટ અને લેવલ 2 ADAS જેવી સુવિધાઓ છે. Windsor Pro EV ની કિંમત 17.49 લાખ (એક્સ-શોરૂમ) છે.
MG તરફથી આગામી ઇલેક્ટ્રિક કાર
MG ટૂંક સમયમાં ભારતમાં બે નવી ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરવા જઈ રહી છે, જેમાં MG M9 અને Cyberster શામેલ છે. MG M9 હાલમાં નોઈડા એક્સપ્રેસવે પર ટેસ્ટિંગ માટે જોવા મળી રહી છે.