MG Comet EV: નાની ઇલેક્ટ્રિક કારનું નવું મોડલ લોન્ચ, કિમત માત્ર 4.99 લાખ, મળશે 8 વર્ષની વોરંટી!
MG Comet EV: જો તમે સસ્તી અને નાની ઇલેક્ટ્રિક કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો 2025 MG Comet EV તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. કંપનીએ તેનો નવો મોડલ લોન્ચ કર્યો છે, જેમાં અનેક નવા અને એડવાન્સ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ કાર હવે 8 વર્ષ અથવા 1.2 લાખ કિમીની બેટરી વોરંટી સાથે આવશે, જેથી તમે લાંબા સમય સુધી ટેન્શન ફ્રી રહીને કાર ચલાવી શકાય.
MG Comet EVની કિંમત અને વેરિઅન્ટ્સ
- કિંમત: 7 લાખથી શરૂ થઈ 9.81 લાખ સુધી (એક્સ-શોરૂમ)
- બેટરી રેન્ટલ પ્રોગ્રામ સાથે કિંમત: 4.99 લાખથી શરૂ થઈ 7.80 લાખ સુધી
વેરિઅન્ટ્સ:
- એક્ઝિક્યુટિવ
- એક્સાઈટ
- એક્સાઈટ ફાસ્ટ ચાર્જ
- એક્સક્લૂઝિવ
- એક્સક્લૂઝિવ ફાસ્ટ ચાર્જ
- બ્લેકસ્ટોર્મ એડિશન (બુકિંગ માત્ર 11,000માં)
નવા અને એડવાન્સ ફીચર્સ
સેફ્ટી અને કમ્ફર્ટ:
- ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ
- ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક
- ક્રિપ મોડ (બ્રેકમાંથી પગ હટાવતા જ કાર ચાલુ થઈ જશે)
- રિયર પાર્કિંગ કેમેરા
- પાવર ફોલ્ડિંગ ORVM (આઉટસાઈડ રિયર વ્યૂ મિરર)
- લેધરેટ સીટ્સ
- 4-સ્પીકર ઓડિયો સિસ્ટમ
બેટરી અને ડ્રાઇવિંગ રેન્જ
- બેટરી પેક: 17.4 kWh
- રેન્જ: એકવાર સંપૂર્ણ ચાર્જિંગ પર 230 કિમી સુધી
વોરંટી અને સર્વિસ પેકેજ
- 3 વર્ષ અથવા 1 લાખ કિમીની સ્ટાન્ડર્ડ વોરંટી
- 3 વર્ષની રોડસાઈડ સહાયતા
- 3 ફ્રી લેબર સર્વિસ
- બેટરી પેક પર 8 વર્ષ અથવા 1.2 લાખ કિમીની વોરંટી
ડિઝાઇન અને કદ
- લંબાઈ: 2974 મિમી (2.97 મીટર)
- પહોળાઈ: 1505 મિમી
- ઊંચાઈ: 1640 મિમી
- વ્હીલબેસ: 2010 મિમી
MG Comet EVનું મિની-હેચબેક ડિઝાઇન તેને શહેરી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બનાવે છે. કારની સામેની ડિઝાઇનમાં મોટા હેડલાઈટ્સ અને સિગ્નેચર ગ્રિલ છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે.
જો તમે નાની, સસ્તી અને મોડર્ન ઇલેક્ટ્રિક કાર શોધી રહ્યા છો, તો MG Comet EV એક ઉત્તમ વિકલ્પ બની શકે છે!