MG Cyberster: 3.2 સેકન્ડમાં 100 કિમીની ઝડપ! ભારતમાં આવી રહી છે ધમાકેદાર ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર
MG Cyberster: MG મોટર ઈન્ડિયા ખૂબ જ ઝડપમાં પોતાની ખુબજ અપેક્ષિત અને હાઇ-પરફોર્મન્સ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર MG Cyberster ભારતીય બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ કાર ખાસ કરીને તેમના માટે ડિઝાઇન કરવામાં આવી છે જેમને ઝડપ, ફ્યુચરિસ્ટિક ડિઝાઇન અને હાઈ-ટેક ફીચર્સ પસંદ છે.
આ કાર ભારતમાં MG Select ડીલરશીપ નેટવર્ક દ્વારા મર્યાદિત સંખ્યામાં વેચવામાં આવશે.
શક્તિશાળી પરફોર્મન્સ અને અદભૂત ઝડપ
MG Cybersterમાં 77 kWh ની બેટરી આપવામાં આવી છે, જે એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી લગભગ 510 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. તેમાં ડ્યુઅલ ઇલેક્ટ્રિક મોટર નું સેટઅપ મળે છે, જે 510 bhp પાવર અને 725 Nm ટોર્ક જનરેટ કરે છે.
આ કાર માત્ર 3.2 સેકંડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે, જેને કારણે તે ભારતમાં ઉપલબ્ધ સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કારોમાંથી એક બની જાય છે.
ચાર્જિંગ વિકલ્પો
AC ચાર્જરથી: 10% થી 100% ચાર્જ થવામાં લગભગ 12.5 કલાક લાગે છે
150 kW DC ફાસ્ટ ચાર્જરથી: 10% થી 80% ચાર્જ થવામાં ફક્ત 38 મિનિટ લાગે છે
હાઈ-ટેક ઇન્ટીરિયર અને સુવિધાઓ
આનું ઇન્ટીરિયર પણ ખૂબજ પ્રીમિયમ અને ભવિષ્યવાદી છે. તેમાં મળી શકે છે:
7.0 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ
ડ્યુઅલ-ઝોન ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ
BOSE નું 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ
લેવલ-2 ADAS (Advanced Driver Assistance Systems)
ઇલેક્ટ્રિક ફોલ્ડેબલ રૂફ
ટ્રિપલ ડિજિટલ ડિસ્પ્લે
સ્પોર્ટ્સ સીટ્સ
ડિઝાઇન અને કલર વિકલ્પો
MG Cyberster ને ફ્યુચરિસ્ટિક રોડસ્ટર સ્ટાઇલમાં ડિઝાઇન કરવામાં આવી છે, જે રસ્તા પર તેને ભીડથી અલગ બનાવે છે.
આ કાર ચાર શાનદાર રંગોમાં ઉપલબ્ધ રહેશે:
કોસ્મિક સિલ્વર
ઇન્કા યેલો
ઇંગ્લિશ વ્હાઇટ
ડાયનામિક રેડ
ભારતમાં કિંમત શું હશે?
MG Cybersterની અંદાજિત એક્સ-શોરૂમ કિંમત 60 લાખથી 70 લાખ વચ્ચે હોઈ શકે છે. કંપની આ મહિના અંત સુધીમાં તેની ઓફિશિયલ કિંમત જાહેર કરી શકે છે.
ધ્યાન રાખો, આ કાર મર્યાદિત યુનિટ્સમાં જ ઉપલબ્ધ હશે અને ફક્ત MG Select ડીલરશીપ્સમાંથી જ ખરીદી શકાય છે.