MG Windsor બની ભારતની શ્રેષ્ઠ સેલિંગ ઇલેક્ટ્રિક કાર, 4 મહિનામાં બન્યા 15,000 ગ્રાહક
MG Windsor: માત્ર 4 મહિનામાં MG વિન્ડસરના 15,000 યુનિટ વેચાયા છે, અને આ વેચાણના આંકડા સાબિત કરે છે કે ગ્રાહકો આ કારને ટાટા અને મહિન્દ્રાની EV કરતાં વધુ પસંદ કરી રહ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, MG એ તેની નવી ઇલેક્ટ્રિક કાર વિન્ડસર લોન્ચ કરી હતી અને હવે માત્ર 4 મહિનામાં તેણે વેચાણના નવા રેકોર્ડ બનાવ્યા છે. વિન્ડસર તેના સેગમેન્ટમાં સુપરહિટ EV સાબિત થયું છે અને વેચાણની દ્રષ્ટિએ ટાટા મોટર્સને પણ પાછળ છોડી દીધું છે.
કિંમત અને વેરિયન્ટસ
ગયા મહિને MG Windsor EVના કિંમતોમાં વધારો થયો હતો. તેના બેસ વેરિયન્ટસ Excite (38 kWh બેટરી પેક) ની એક્સ-શોરૂમ કિંમત હવે 14 લાખ રૂપિયે થઈ ગઈ છે. જ્યારે, બીજા વેરિયન્ટ Exclusiveની એક્સ-શોરૂમ કિંમત હવે 15 લાખ રૂપિયા થઈ ગઈ છે. Windsor ના ટોચના Essence વર્ઇઅન્ટની એક્સ-શોરૂમ કિંમત હવે 16 લાખ રૂપિયા થઈ ગઈ છે.
સિંગલ ચાર્જમાં 332kmની રેંજ
MG વિન્ડસર EV ટૂંકાથી લાંબા અંતરની મુસાફરી માટે એક ઉત્તમ કાર છે. તેમાં 38kWh બેટરી પેક છે, જે 45kW DC ચાર્જર અને ઝડપી ચાર્જિંગથી સજ્જ છે. તે એક જ ચાર્જમાં 332 કિલોમીટરની રેન્જ આપે છે. તે જ સમયે, ઝડપી ચાર્જિંગની મદદથી, બેટરી માત્ર 55 મિનિટમાં 10% થી 80% સુધી ચાર્જ થઈ જાય છે. વિન્ડસર EV એક ફીચર લોડેડ કાર છે. તેમાં 604 લિટરની મોટી બૂટ સ્પેસ છે. તેની સીટો અત્યંત આરામદાયક છે, અને તમને બીજી કોઈ કારમાં આવી શાનદાર સીટો નહીં મળે.
ફીચર્સ
વિન્ડસર EV માં 15.6-ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે તમારા ડ્રાઇવિંગ અનુભવને વધારે છે. આ સાથે, તેમાં ફુલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, કીલેસ એન્ટ્રી, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને વાયરલેસ ફોન ચાર્જિંગ પોર્ટ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. સલામતી સુવિધાઓમાં એરબેગ્સ, EBD સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. હાલમાં, લાંબા અંતર માટે આનાથી સારી ઇલેક્ટ્રિક કાર કોઈ નથી.