New Maruti Dzire Discount: નવી મારુતિ ડિઝાયર પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ! CSDમાં બચાવો 1.14 લાખ રૂપિયા
New Maruti Dzire Discount: ભારતીય બજારમાં મારુતિ સુઝુકીની કારોને ખુબ પસંદ કરવામાં આવે છે. કંપનીએ ગયા વર્ષે નવી ડિઝાયર સેડાન લોન્ચ કરી હતી, અને હવે તે દેશના સૈનિકો માટે CSD (Canteen Stores Department) મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
New Maruti Dzire Discount: મારુતિ સુઝુકીએ તાજેતરમાં ડિઝાયરની CSD કિંમતો અપડેટ કરી છે, જેનાથી કેન્ટીન મારફતે ખરીદનારા લોકોને મોટી બચત થઈ રહી છે. એક્સ-શોરૂમ કિંમતની તુલનામાં CSD પર આ કાર ઘણી ઓછી કિંમતે મળી રહી છે, કેમ કે અહીં માત્ર 14% GST લેવામાં આવે છે.
CSD અને એક્સ-શોરૂમ કિંમતો વચ્ચેનો તફાવત
વેરિઅન્ટ | એક્સ-શોરૂમ કિંમત | CSD કિંમત | બચત |
---|---|---|---|
LXI (1.2 પેટ્રોલ-મેન્યુઅલ) | 6,83,999 | 6,02,923 | 81,076 |
ZXI Plus (પેટ્રોલ-મેન્યુઅલ) | 9,69,000 | 8,56,498 | 1,12,502 |
ZXI (1.2 CNG-મેન્યુઅલ) | 9,89,000 | 8,74,684 | 1,14,316 |
સૌથી વધુ બચત 1.2L CNG-મેન્યુઅલ ZXI વેરિઅન્ટ પર મળી રહી છે, જ્યાં ગ્રાહકો 1,14,316 સુધી બચાવી શકે છે.
નવી મારુતિ ડિઝાયરના ટોપ ફીચર્સ
- નવી ડિઝાઇન અને વધુ સુંદર લુક
- ફ્રન્ટ અને રિયર માં LED લાઈટ્સ
- 15-ઇંચ ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ
- 9-ઇંચનો મોટો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
- નવી ડિઝાઇન કરાયેલ સ્ટીયરિંગ વ્હીલ
- 5-સ્ટાર સેફ્ટી રેટિંગ (Marutiની પહેલી કાર)
નવી ડિઝાયર સુરક્ષા અને સુવિધાઓના મામલામાં શ્રેષ્ઠ છે. જો તમે CSD હેઠળ તેને ખરીદો, તો તમે તમારા ઘરે મોટી બચત સાથે એક શાનદાર સેડાન રાખી શકો છો!