New Maruti Wagon R: 35Km માઈલેજ, હાઇબ્રિડ એન્જિન સાથે આવી રહી છે નવી Maruti Wagon R, કિંમત લીક!
New Maruti Wagon R: મારુતિ સુઝુકી ટૂંક સમયમાં પોતાની લોકપ્રિય હેચબેક Wagon Rનું હાઇબ્રિડ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. જો કે, તે પહેલા જાપાનમાં લોન્ચ કરવામાં આવશે અને પછી ભારતીય બજારમાં રજૂ થશે.
એન્જિન અને પાવર
રિપોર્ટ્સ અનુસાર, નવી Wagon Rમાં ખર્ચ ઘટાડવા અને માઈલેજ વધારવા માટે 660cc નો 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે, જે 54PS પાવર અને 58Nm ટોર્ક જનરેટ કરશે. તેની સાથે 10PS પાવર અને 29Nm ટોર્ક આપતી ઈલેક્ટ્રિક મોટર મળશે. આ કાર AGS (ઓટો ગિયર શિફ્ટ) સાથે આવશે.
ભારતમાં જો આ કાર આવે છે, તો તેમાં 1.2-લીટર, 3-સિલિન્ડર હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન મળવાની શક્યતા છે. Z12E એન્જિન 35 kmpl નું માઈલેજ સાથે ઉત્તમ પરફોર્મન્સ આપશે.
ડિઝાઇન અને ફીચર્સ
- લંબાઈ: 3,395mm, પહોળાઈ: 1,475mm, ઊંચાઈ: 1,650mm
- વ્હીલબેઝ: 2,460mm, કુલ વજન: 850 કિગ્રા
- ફુલ હાઇબ્રિડ પાવરટ્રેન
- રિયર ડોર્સ હવે સ્લાઇડિંગ
- વધુ આરામદાયક સીટ્સ અને એડવાન્સ ફીચર્સ
સેફ્ટી ફીચર્સ
નવી Wagon R હાઇબ્રિડમાં
- એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ (ABS)
- બ્રેક અસીસ્ટ
- 6 સ્ટાન્ડર્ડ એરબેગ્સ જેવા સેફ્ટી ફીચર્સ મળશે.
કિંમત અને લોન્ચિંગ
રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં આની એક્સ-શોરૂમ કિંમત 8 લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે, જ્યારે જાપાનમાં આની કિંમત 10 લાખ રૂપિયા આસપાસ હશે. હજી સુધી મારુતિ સુઝુકી દ્વારા ઓફિશિયલ લોન્ચ તારીખ જાહેર કરવામાં આવી નથી.
ભારતમાં Wagon R સૌથી વધુ વેચાતી કારોમાંથી એક છે, અને તેનો હાઇબ્રિડ વર્ઝન ગ્રાહકો માટે વધુ કિફાયતી અને માઈલેજફ્રેન્ડલી વિકલ્પ બની શકે છે.