OLA First Electric Bike: 200 કિમીની રેંજ સાથે OLA ની પહેલી ઈલેક્ટ્રિક બાઈક આ દિવસે થશે લોન્ચ
OLA First Electric Bike: OLA Roadster X એ એન્ટ્રી-લેવલ ઈલેક્ટ્રિક બાઈક તરીકે લોન્ચ કરવામાં આવશે. તેમાં 2.5 kWh, 3.5 kWh અને 4.5 kWh બેટરી પેક ઉપલબ્ધ હશે. OLA ઇલેક્ટ્રિકે તાજેતરમાં ભારતમાં તેના S1 સ્કૂટર નું નવી રેંજ રજૂ કરી હતી. હવે ગ્રાહકોની વધતી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને કંપની પોતાની પહેલી ઇલેક્ટ્રિક બાઈક લોન્ચ કરવા જઇ રહી છે. આ નવી બાઈકનું નામ “Roadster X” છે, જેને 5 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવશે. ટેસટીંગ દરમિયાન આ બાઈકને પહેલા જ જોવામાં આવી હતી અને આના કેટલાક ફીચર્સ અને કિંમતો વિશે માહિતી બહાર આવી છે.
બેટરી, રેંજ અને કિંમત
Roadster X એ એન્ટ્રી-લેવલ બાઈક તરીકે રજૂ કરવામાં આવશે. તેમાં 2.5 kWh, 3.5 kWh અને 4.5 kWh બેટરી પેક મળશે. રિપોર્ટ્સ અનુસાર, Roadster X ના ટોપ વેરિઅન્ટની રેંજ 200 કિમી સુધી થઈ શકે છે. જાણકારી અનુસાર, OLA આ બાઈકને 75,000 રૂપિયા (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમત સાથે લોન્ચ કરી શકે છે, જે ઓગસ્ટ મહિનામાં એક કાર્યક્રમ દરમ્યાન જાહેર કરવામાં આવી હતી. હવે આ બાઈકના લોન્ચની રાહ જોવાઇ રહી છે.
Something special for the launch! pic.twitter.com/xxjF40aY7t
— Bhavish Aggarwal (@bhash) February 3, 2025
OLA Roadster X ના ફીચર્સ
આ નવી OLA બાઈકમાં ઘણા ઉપયોગી ફીચર્સ આપવામાં આવી શકે છે. સુરક્ષાની દ્રષ્ટિએ તેમાં CBS અને ડિસ્ક બ્રેક જેવા ફીચર્સ હોઈ શકે છે. સાથે સાથે, બાઈકમાં OLA મેપ ટર્ન બાય ટર્ન નેવિગેશન, OTA અપડેટ્સ, ડિજિટલ કી લૉક જેવા ફીચર્સનો સમાવેશ થાય છે. આ સિવાય, બાઈકમાં નોર્મલ, ઈકો અને સ્પોર્ટ્સ મોડ્સ મળશે અને તેમાં સિંગલ સીટ હશે. OLA ના ફાઉન્ડર અને CEO ભાવિષ અગ્રવાલે આ નવી બાઈકના કેટલાક વિડિઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. હવે આ બાઈક ગ્રાહકોને કેટલી પસંદ આવે છે તે જોવા મળશે.
જે લોકો દરરોજ ઓફિસ જવા માટે બાઈકનો ઉપયોગ કરે છે, તેમના માટે આ બાઈક એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે OLAનો અગાઉનો રેકોર્ડ ખાસ પ્રખ્યાત નથી, જ્યાં ખરાબ પ્રોડક્ટ અને સર્વિસની ફરિયાદો આવી હતી. તો જો આ બાઈક OLA ના અસમર્થતા ના ઇતિહાસને બદલવા માં સફળ થશે તો તે જોવા યોગ્ય હશે.