Revolt RV BlazeX: રિવોલ્ટની નવી ઇલેક્ટ્રિક બાઈક લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Revolt RV BlazeX: ભારતીય બજારમાં રિવોલ્ટે તેની નવી ઇલેક્ટ્રિક બાઈક RV BlazeX લોન્ચ કરી છે. આ ઈવી માટે બુકિંગ શરૂ થઈ ગઈ છે અને માર્ચથી તેની ડિલિવરી શરૂ થશે. આ બાઈક ફાસ્ટ ચાર્જિંગ સુવિધા સાથે આવે છે.
Revolt RV BlazeXની કિંમત
રિવોલ્ટે RV BlazeX ને 1.15 લાખ (એક્સ-શોરૂમ) ની કિંમત સાથે લોન્ચ કરી છે. આ બાઈક RV400 અને RV400 BRZ ફ્લેગશિપ મોડલ્સ વચ્ચેનો વિકલ્પ છે.
RV BlazeXની બેટરી અને રેંજ
આ ઈલેક્ટ્રિક બાઈકમાં IP67-રેટેડ 3.24 kWh લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે, જે જરૂર પડે ત્યારે કાઢી શકાય છે. આ બેટરી 4 kW ની પીક પાવર આપે છે. RV BlazeXની ટોપ સ્પીડ 85 kmph છે અને એક વખત સંપૂર્ણ ચાર્જ પછી 150 કિમી સુધી ચાલી શકે છે.
ચાર્જિંગ સમય
- ફાસ્ટ ચાર્જિંગ: 80 મિનિટમાં 80% સુધી ચાર્જ
- સ્ટાન્ડર્ડ ચાર્જિંગ: 3.5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ
RV BlazeXના વેરિઅન્ટ અને ફીચર્સ
આ બાઈકનું ડિઝાઈન RV1 મોડલથી પ્રેરિત છે, પણ તેમાં બેટરી, રેંજ અને પર્ફોર્મન્સમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સિંગલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને બે કલર ઓપ્શનમાં આવે છે – સિલ્વર/બ્લેક અને રેડ/બ્લેક.
અન્ય ફીચર્સ
- 6-ઇંચનું એલસીડી ડૅશબોર્ડ (GPS અને મોબાઈલ કનેક્ટિવિટી સાથે)
- ત્રણ રાઈડિંગ મોડ્સ – ઈકો, સિટી અને સ્પોર્ટ
- ફ્રન્ટ અને રિયર બંનેમાં 240 mm ના ડિસ્ક બ્રેક
- 1350 mm વ્હીલબેસ અને 180 mm ગ્રાઉન્ડ ક્લિયરેન્સ
- ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક અને રિયરમાં ટ્વીન શૉકર સસ્પેન્શન
આ ઈલેક્ટ્રિક બાઈક બજેટમાં એક શક્તિશાળી EV શોધી રહેલા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.