Royal Enfield Classic 650: 27 માર્ચે આવી રહી છે Classic 650, જાણો તમામ વિગતો!
Royal Enfield Classic 650: રોયલ એનફિલ્ડ ભારતીય બજારમાં પોતાની નવી 650cc મોટરસાયકલ લોન્ચ કરવા જઈ રહી છે. આ બાઈક 27 માર્ચે લોન્ચ થશે અને તેની કિંમત સુપર મીટિયોર 650 અને શોટગન 650 ની આસપાસ હોઈ શકે છે.
ક્લાસિક 650ની પાવર
આ નવી બાઈકમાં 648cc, એર/ઓઇલ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 47 hp ની પાવર અને 52 Nm નો ટોર્ક જનરેટ કરશે. સાથે, તેમાં 6-સ્પીડ ગિયરબોક્સ પણ મળશે.
ક્લાસિક 350ની પાવર
રોયલ એનફિલ્ડ ક્લાસિક 350માં 349cc, સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક, એર-ઓઇલ કૂલ્ડ ઈંજિન છે, જે 6,100 rpm પર 20.2 bhp ની પાવર અને 4,000 rpm પર 27 Nm નો ટોર્ક જનરેટ કરે છે.
ક્લાસિક 650ની પાવર કેટલી વધુ?
ક્લાસિક 650 ની પાવર ક્લાસિક 350ની તુલનામાં લગભગ દોઢગણી છે. તેમાં પેરેલલ ટ્વિન એન્જિન આપવામાં આવ્યું છે, જે તેને શાનદાર પરફોર્મન્સ બાઈક બનાવી શકે છે. ક્લાસિક 350ની માઇલેજ અંદાજે 35 kmpl છે, જ્યારે 650cc સેગમેન્ટની બાઈક્સ, જેમ કે શોટગન 650, લગભગ 22 kmpl ની માઇલેજ આપે છે.
ક્લાસિક 650 ની કિંમત કેટલી હશે?
આ બાઈકની કિંમત સુપર મીટિયોર 650 અને શોટગન 650ની આસપાસ હશે. શોટગન 650ની એક્સ-શોરૂમ કિંમત 3.59 લાખ રૂપિયા અને સુપર મીટિયોર 650 ની 3.64 લાખ રૂપિયાથી શરૂ થાય છે. હાલમાં, ક્લાસિક 650 ની સત્તાવાર કિંમત જાહેર કરવામાં આવી નથી.